જ્યોતિષ

સૂર્યદેવને આ રીતે કરો પ્રસન્ન, આ રીતે મળશે સારી નોકરી અને સુખ સુવિધાના આશીર્વાદ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવ ગ્રહોમાં સૂર્ય સૌથી અગ્રણી દેવતા માનવામાં આવે છે. સૂર્ય માન અને સન્માનનું પરિબળ માનવામાં આવે છે. ઘણીવાર માણસ ખુબ જ પ્રયત્નો કરતો હોવા છતાં પણ તેને સારી નોકરી અને ઘરમાં સુખ સમૃદ્ધિ મળતી નથી, આ ઉઅપ્રત તેનું જીવન ઘણી જ મુશ્કેલીમાં વીતતું હોય છે. આ દરમિયાન તમે અહીં સૂચવેલા સૂર્ય દેવને પ્રસન્ન કરવાના ઉપયો દ્વારા તમે બધી જ મુશ્કેલીઓથી દૂર થઇ શકો છો. જેનાથી સૂર્ય દેવની કૃપા દૃષ્ટિ પણ તમારા ઉપર બનેલી રહેશે.

રવિવારનો દિવસ સૂર્યદેવનો ખાસ દિવસ માનવામાં આવે છે. આ દિવસે તમે નીચે જણાવેલ ઉપાયો દ્વારા સારા ફળ પ્રાપ્ત કરી શકો છો.

સૂર્યદેવને જળ ચઢાવીને પ્રસન્ન કરો:
આપણા પૂર્વજો પણ ઉગતા સૂર્યને જળ ચઢાવવાનું કહેતા આવ્યા છે. સૂર્યદેવને નિયમિત જળ ચઢાવવાથી જીવનમાં ઘણા જ લાભ થાય છે. રવિવારના દિવસે સૂર્યદેવને વિધિ વિધાન પ્રમાણે પૂજા કરો અને એ દિવસે વ્રત પણ રાખો, તો તમારું કામ અવશ્ય પૂર્ણ થશે, તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને ઈચ્છીત નોકરી પણ તમને મળી જશે.

આ મંત્રો દ્વારા કરો સૂર્યદેવની પૂજા આરાધના:
સૂર્યદેવની પૂજા કરવા માટેના કેટલાક ખાસ મંત્રો છે. આ મંત્રો ધ્વરા તમે સૂર્યદેવની કૃપા મેળવી શકો છો. સરકારી નોકરી મેળવવા કે ઈચ્છા પૂરતી કરવા માટે પણ આ મંત્રો ખાસ માનવામાં આવે છે, સાચા માંથી સૂર્યદેવના નીચે જણાવેલ મંત્રોનો જાપ કરવો.

  • एहि सूर्य सहस्त्रांशो तेजोराशे जगत्पते।, अनुकम्पय मां भक्त्या गृहणाध्र्य दिवाकर।।
  • ॐ घृणि सूर्याय नमः।।,
  • ॐ ऐहि सूर्य सहस्त्रांशों तेजो राशे जगत्पतेए अनुकंपयेमां भक्त्याए गृहाणार्घय दिवाकररू।।,
  • ॐ ह्रीं घृणिः सूर्य आदित्यः क्लीं ॐ।।


ગોળનું દાન કરવાથી સૂર્યદેવ થશે પ્રસન્ન:

હિન્દૂ ધર્મની અંદર દાનનું વિશેષ મહત્વ છે તો તમે પણ જો રવિવારના દિવસે ગોળનું દાન કરશો તો ભગવાન સૂર્યદેવની કૃપા તમારા ઉપર બનશે, ગોળના દાનથી ભગવાન સૂર્યદેવ પ્રસન્ન થાય છે. અને પોતાની કૃપા ભક્ત ઉપર વર્ષાવે છે.

આ રંગના વસ્ત્રો રવિવારે ધારણ કરવા:
અસૂર્યદેવનો પ્રિયા રંગ નારંગી છે. જેના કારણે રવિવારના દિવસે જો તમે નારંગી રનગના વસ્ત્રો ધરાણ કરશો તો સૂર્યદેવની કૃપા અવશ્ય મળશે.

સફળતા પ્રાપ્તિ માટે કરો આ કામ:
જો તમે તમારા નોકરી ધંધામાં સફળતા મેળવવા માંગતા હોય, તો રવિવારના દિવસે વિધિ વિધાન સાથે સૂર્યદેવની પૂજા કરવી અને સાથે રવિવારના દિવસે વ્રત પણ રાખવું જેના કારણે સૂર્યદેવની કૃપા તમને મળશે. અને તમે સફળતા પણ પ્રાપ્ત કરશો.