ન્યુઝ

વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત, એક જ દિવસમાં કોરોનાના નોંધાયા સૌથી વધુ કેસ

ચીનના વુહાન શહેરમાંથી હાહાકાર મચાવેલા કોરોનાએ હાલ સમગ્ર વિશ્વમાં પગપેસારો કર્યો છે. દુનિયાભરમાં વધતો જતો કોરોનાનો આંકડો ચિંતાનો વિષય બન્યો છે. વિશ્વમાં સૌથી વધુ કોરોનાના કેસ અમેરિકામાં નોંધાયા છે. ગત કાલે એક જ દિવસમાં 106,000 કેસ નોંધાયા છે.

Image source

વિશ્વમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના 5,090,061 કેસ નોંધાય ચૂક્યા છે. 3 લાખ 29 હજાર 732 લોકોએ જીવ ગુમાવ્યા છે. 329,732 લોકોને સારવાર પછી રજા અપાઈ છે.

Image Source

વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા મુજબ 24 કલાકમાં 1 લાખ 6 હજાર પોઝિટિવ કેસ નોંધાયા છે. WHOના મહાનિર્દેશક ટેડ્રોસ એડહોનમ ગેબ્રિયેસિયસે ચેતવણી આપતા કહ્યું હતું કે, કોરોના જેવી મહામારી આપણી વચ્ચે લાંબો સમય રહેનાર છે. કોરોનાના વધતા સંક્રમણને લઈને ઓછી અને મધ્યમ આવક ધરાવનાર દેશમાં ચિંતા વ્યક્ત કરી છે. વિશ્વમાં જેટલા લોકો પ્રભાવિત છે, તેનાથી વધારે સંક્રમિત છે. કારણે કે મોટાભાગના લોકોનો તપાસ રિપોર્ટ આવ્યો નથી.

Image source

અમેરિકામાં અત્યાર સુધીમાં 1,593,039 કેસ નોંધાયા છે. જેમાં 94,941 લોકોના મોત થયા છે. અમેરિકામાં એક દિવસમાં 1561 લોકોના મોત થયા છે. અને 21 હજાર 408 નવા કેસ નોંધાયા છે.
whoઆ જણાવ્યા અનુસાર, ચીનમઠ કોરોના વાયરસ ફેલાયા બાદ ગત કાલના કોરોના સંક્રમિત લોકોની સંખ્યા અત્યાર સુધીની સૌથી વધુ છે.

Author: thegujjurocks.in