ન્યુઝ

આ ત્રણ સુંદર સ્ત્રીઓને કારણે થયા છે ઇતિહાસમાં ઘણા મોટા યુદ્ધ, શું તમે જાણો છો કે કોણ છે એ સુંદર સ્ત્રીઓ?

ઇતિહાસની સૌથી સુંદર આ 3 સ્ત્રીઓને લીધે થયા હતા ભયંકર યુદ્ધ.. વાંચો આ સ્ત્રીઓ કોણ છે?

આપણે જાણીએ જ છીએ કે આપણા દેશમાં ઘણાં વીરોએ જન્મ લીધો છે અને આજે પણ તેમની વીરતાની ગાથાઓ ગવાય છે. આપણા દેશમાં એવા ઘણા બધા યુદ્ધ થયા છે કે જેમાં લાખો લોકોએ વીરતાપૂર્વક લડતા લડતા પોતાનો જીવ આપી દીધો હતો.

આપણો ઇતિહાસ સાક્ષી છે કે સુંદર મહિલાઓને કારણે ઘણા મોટા યુદ્ધો થયા છે, પછી ભલે તે મહાભારતનું યુદ્ધ હોય કે રામાયણનું યુદ્ધ જેમાં રાવણ મૃત્યુ પામ્યો હતો. આજે અમે તમને જણાવીશું ઇતિહાસની 3 સૌથી સુંદર મહિલાઓ વિશે કે જેમના કારણે મોટા-મોટા યુદ્ધ થયા હતા.

રાની પદ્મિની –

રાની પદ્મિનીને ઇતિહાસની સૌથી સુંદર રાણીઓમાંથી એક ગણવામાં આવે છે, જેના કારણે આખું ચિત્તોડ સમાપ્ત થઈ ગયું હતું. હકીકતમાં, જ્યારે ભારત પર ખિલજી વંશનું રાજ હતું તો રાની પદ્મિનીની સુંદરતાથી મોહિત થઈને ખીલજી રાની પદ્મિનીને પામવા માંગતા હતા. આ માટે ખિલજીએ આઠ મહિના સુધી ચિત્તોડની સરહદ પર પડાવ નાખ્યો હતો, પણ તેની આ ઈચ્છા રાની પદ્મિનીએ પુરી ન થવા દીધી અને આખા ચિત્તોડની સ્ત્રીઓએ પોતાની જાતને આગમાં હોમી દીધી અને ખીલજી જોતો જ રહી ગયો.

જોધા બાઈ –

જોધા હિંદુ રાજાની પુત્રી હતી અને તે દેખાવમાં એટલી સુંદર હતી કે તેની સુંદરતાની ચર્ચા આખા ભારતમાં હતી. તે સમયે, ભારત પર અકબરનું શાસન હતું. ઇતિહાસકારો કહે છે કે અકબરે જોધા બાઇને મેળામાં જોઈ હતી અને તેની સુંદરતાને જોઈને મોહિત થઈ ગયો હતો, ત્યારબાદ અકબરે જોધા બાઈને મેળવવા માટે આમેર પર કૂચ કરી હતી. જોધાના પિતાએ પોતાના રાજ્યને બચાવવા માટે જોધાબાઈના અકબર સાથે લગ્ન કરાવવા પડ્યા, જોકે, અકબરે હિન્દુ મુસ્લિમ ભાઈચારોને ખૂબ પ્રોત્સાહન આપ્યું અને અકબરને ભારતના સારા રાજાઓમાંના એક માનવામાં આવતા.

શાહઝાદી ફિરોઝા –

શાહઝાદી ફિરોઝા પણ પોતાના સમયની ખૂબ જ સુંદર રાજકુમારી માનવામાં આવતી હતી. જાણીને આશ્ચર્ય થશે કે શાહઝાદી ફિરોઝા ખિલજીની પુત્રી હતી જે જાલૌરના કાન્હડદેવના પ્રેમમાં પડી ગઈ હતી અને ખિલજીને જ્યારે ખબર પડી ત્યારે ખિલજીએ જાલૌર પર આક્રમણ કરીને કાન્હડદેવનો વધ કરી દીધો હતો અને શાહઝાદી ફિરોઝાનો પ્રેમ અધૂરો રહ્યો હતો.

Author: thegujjurocks.in