ન્યુઝ

ઘરમાં જ પ્રેમીને દફનાવી કબર ઉપર જ સૂઈ જતી હતી પ્રેમિકા, જ્યારે ખોદવામાં આવ્યું ત્યારે પોલીસ પણ હેરાન રહી ગઈ

રોજ બરોજ ટીવીમાં અને સમાચાર પત્રોમાં ઘણા એવા સમાચાર આવે છે જે વાંચીને આપણે પણ હેરાન રહી જઈએ, પ્રેમ સંબંધોમાં એકબીજાની હત્યા કરવા સુધી પણ લોકો પહોંચી જાય છે ત્યારે એવો જ એક મામલો મધ્યપ્રદેશના સીધી જિલ્લાના એક ગામમાંથી સામે આવ્યો જેમાં એક પ્રેમિકા પોતાના ઘરમાં જ પોતાના પ્રેમીને દફનાવી તેની કબર ઉપર જ સુઈ જતી હતી, જ્યારે આ આવ્યો ત્યારે પોલીસ પણ હેરાન રહી ગઈ હતી.

Image Source

પ્રાપ્ત માહિતી અનુસાર 25 વર્ષની એક યુવતીને 27 વર્ષના એક યુવક સાથે રોન્ગ નંબર ઉપર એકવાર વાત કરવાના કારણે પ્રેમ થઈ ગયો હતો. તે બંને વચ્ચે એ હદે પ્રેમ વધી ગયો હતો કે યુવતી યુવક સાથે તેના ગામમાં જ જઈને રહેવા લાગી. થોડા દિવસો બંને યુવકના ઘરે સાથે રહી અને પછી તે બંને યુવતીના ગામમાં આવીને સાથે રહેવા લાગ્યા.

પોલીસને આપેલી જાણકારીમાં યુવતીએ જણાવ્યું હતું કે તે બંને વચ્ચે 6 ડિસેમ્બરના રોજ ઝગડો થયો હતો, અને 7 ડિસેમ્બરના દીવેસે યુવકે ગળે ફાંસો ખાઈ અને આત્મહત્યા કરી હતી, ત્યારે યુવતી ઘરમાં હાજર નહોતી.

વધુમાં જણાવતા યુવતીએ કહ્યું હતું કે ઘરે આવીની યુવકને તેને જયારે ફાંસીએ લટકેલો જોયો ત્યારે તે ગભરાઈ ગઈ હતી અને જેના કારણે યુવકના મૃત શરીરને તેને પોતાના ઘરમાં જ દફન કરી દીધું હતું. છેલ્લા બે મહિનાથી યુવતી યુવકને જે જગ્યાએ દફન કર્યો હતો એ કબર ઉપર જ સુઈ રહેતી હતી.

Image Source

જ્યારે યુવકના પરિવાર જનોએ યુવકના ખોવવાની ફરિયાદ પોલીસમાં લખાવી ત્યારે પોલીસ યુવકને શોઘટી યુવતીના ઘરે આવી પહોંચી અને યુવતી સાથે પૂછપરછ કરવા લાગી.

પૂછપરછમાં સામે આવ્યું કે યુવતીએ યુવકની લાશને ઘરમાં જ દફન કરી દીધી છે, પોલીસે ઘરમાં ખોદકામ કરી અને યુવકના મૃત શરીરને બહાર કાઢ્યું હતું.

પોલીસે આપિયેલી જાણકારીમાં પ્રેમિકા યુવતીના ઘરમાંથી પ્રેમી યુવકની લાશ મળી આવી છે અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે. પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ જ સામે આવશે કે આ આત્મહત્યા હતી કે હત્યા.

Author: thegujjurocks.in