ન્યુઝ

દરરોજ પાણીપુરી ખાવા જતી પરિણીતાને પાણીપુરીવાળા સાથે થયો પ્રેમ, આ બાદ જે થયું એ…

ઘાયલ પ્રેમીકા! પાણીપુરીવાળાએ દગો કર્યો તો ભર્યું હિચકારી કૃત્ય, જાણો વિગત

પ્રેમમાં માણસ કોઈ ઉંમર નથી જોતું કે નથી કોઈ જાતિ જોતું. પ્રેમ માણસને એ હદે પાગલ કરે છે કે વિચાર્યા વગર માણસને પ્રેમ જ દેખાય છે. માણસ ઘણી વાર પ્રેમમાં પાગલ થઈને તેના ઘર-પરિવારજનોને પણ છોડી દે છે. પરંતુ જયારે પ્રેમમાં દગો મળે ત્યારે માણસ એ હદે ભાંગી પડે છે કે, તેની પાસે મોતને વ્હાલું કરવા સિવાય કોઈ ઉપાય જ નથી.

હાલમાં જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં સુરતમાં રહેતી એક પરિણીતાને પાણીપુરા વાળા સાથે પ્રેમ થઇ ગયો હતો. પરંતુ પાણીપુરીવાળાએ પ્રેમમાં દગો આપતા પરિણીતાએ મોતને વહાલું કરી લીધું હતું.

સુરતમાં રહેતી મીના (નામ બદલેલ ) નામની યુવતીના લગ્ન તેના રવિ(નામ બદલેલ)સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન મીના અને રવિને એક પુત્રી રત્નનો જન્મ થયો હતો. રવિ ડ્રાઇવિંગ કરીને ઘરનું ગુજરાન કરતો હતો.

મીનાને તેના ઘર પાસે જ રહેતા પાર્થ (નામ બદલેલ)સાથે પ્રેમ સંબંધ થયો હતો. પાર્થ તે જ વિસ્તારમાં પાણીપુરીની લારી ચલાવતો હતો. પાર્થે મીનાને લગ્ન કરવાની પણ લાલચ આપી હતી. આ દરમિયાન થોડા સમય પહેલા રવિએ મીના અને પાર્થને પોતાના જ ઘરમાં પકડી પાડ્યા હતા.આ બાબતે ઝગડો પણ થયો હતો. પાર્થ મીના સાથે લગ્ન કરતો હોય તો રવિ તેને છૂટાછેડા આપવા પણ તૈયાર હતો પરંતુ પાર્થે મીનાને અપનાવવાનો ઇન્કાર કરી દીધો હતો. આ બાદ મીના પ્રેમી પાર્થ સાથે ભાગી ગઈ હતી. પરંતુ પાર્થે લગ્નનો ઇન્કાર કરતા તે નાસીપાસ થઇ ગઈ હતી.

પ્રેમમાં દગો મળવાને કારણે મીનાએ તેના ઘરમાં જ ગળે ફાંસો ખાઈને મોતને વહાલું કરી દીધું હતું.

Author: thegujjurocks.in