ન્યુઝ

પત્નીને હતું કેન્સર, પતિએ ઈલાજ માટે ભેગા કર્યા હતા પોણા 2 કરોડ, જયારે સત્ય બહાર આવ્યું ત્યારે માથું પકડી લીધું

આ વાતમાં કોઈ બેમત નથી કે આ દુનિયામાં કોણ કોને ક્યારે દગો આપી દે કઈ જ કહેવાય નહિ. ત્યારે ઇંગ્લેન્ડના લોગબોરોની રહેવાસી આ મહિલાએ પોતાને ટર્મિનલ બ્રેઈન કેન્સર હોવાનું જણાવીને પોતાના પતિ અને પરિવારને કરોડોનો ચૂનો લગાવીને ઠગી લીધા હતા, કોર્ટે આ મહિલાને 4 વર્ષની સજા સંભળાવી છે. પોતાના પરિવાર અને મિત્રોમાં માથાના કેન્સરના ખોટા સમાચાર આપીને એમની પાસેથી 2,50,000 આસપાસ પાઉન્ડ કરતાં વધારે પડાવી લેવાના ગુનામાં ઇન્ડિયન મૂળની એક મહિલાને બ્રિટનની એક કોર્ટે 4 વર્ષની કેદની સજા ફરમાવી છે. વર્ષ 2013માં જાસ્મીન મિસ્ત્રીએ પોતાના પૂર્વ પતિ વિજય કચેટિયાને કહ્યું કે એને કેન્સર છે. પોતાની વાતને મજબૂત બનાવવા તેને Whatsapp મેસેજ મોકલ્યો જેને જોઈને વિજયને લાગ્યું કે એ તેના ડૉક્ટરના રિપોર્ટ છે. પછી ખુલાસો થયો કે મિસ્ત્રીએ બીજા સિમકાર્ડથી આ મેસેજ મોકલ્યો હતો.

Image Source

ઇંગ્લેન્ડના લોગબોરોની રહેવાસી મૂળ ભારતીય 36 વર્ષીય જેસ્મિન મિસ્ત્રીએ પોતાના પતિ વિજય કેટેચીયા સામે પોતાની જાતને કેન્સર હોવાનું નાટક કર્યું. આ જેસ્મીને પતિ અને અને પરિવારને જણાવ્યું કે એને કેન્સર થઇ ગયું છે અને હવે તે માત્ર 6 મહિનાની જ મહેમાન છે.

Image Source

જેસ્મીને પોતાની આ ખોટી બીમારીને સાચી સાબિત કરવા માટે ઘણા કાવતરાઓ કર્યા, પોતાનું બ્રેઈન સ્કેન પણ પતિને બતાવ્યું. તેના પતિને શંકા ત્યારે પડી જયારે તેનું બ્રેઈન સ્કેન ગૂગલ પરના એક સ્કેન સાથે મેચ થઇ ગયું.

Image Source

જેસ્મીને પોતાના જુઠાણાને સાબિત કરવા માટે આખી યોજના બનાવીને રાખી હતી. તે ડોક્ટર સાથે પતિની ફોન પર વાત કરાવતી, મેસેજ બતાવ્યા, પણ જયારે વિજયને તેની પત્નીની ખોટી બીમારીની જાણ થઇ ત્યારે તે હેરાન થઇ ગયો. જેસ્મીને ખોટી બીમારીનું બહાનું બનાવીને અમેરિકામાં ઈલાજ કરાવવાની વાત કરીને આ આખું નાટક રચ્યું હતું. તેને પતિને કહ્યું હતું કે અમેરિકામાં 500,000 પાઉન્ડના ખર્ચે તેનો ઈલાજ થઇ શકે એમ છે. જેસ્મીને સોશિયલ મીડિયા પર સ્ટેન્ડ અપ ટૂ કેન્સરવાળી પોસ્ટ પણ કરી હતી.

Image Source

જેસ્મિન અલગ-અલગ સીમકાર્ડ વાપરીને ડોક્ટર બનીને પોતાના પતિને વોટ્સએપ પર મેસેજ કરી હતી. આ નકલી મેસેજનો ઉપયોગ કરીને તેને પોતાના પતિને વિશ્વાસ અપાવી દીધો હતો કે તેને કેન્સર છે અને પતિએ તેના ઈલાજ માટે પૈસાની વ્યવસ્થા કરવાનું પણ શરુ કરી દીધું હતું. ત્યારે વિજયે પરિવાર પાસેથી પણ મદદ માંગી, આ દરમ્યાન તે ઘરમાં પણ પોતાના નાટકને આમ જ ચાલુ રાખ્યા હતા. પરંતુ તેની આ ખોટી બીમારીનો ખુલાસો ત્યારે થયો જયારે તેને ફેક સીમકાર્ડ મળ્યા.

Image Source

વિજયે જયારે જેસ્મિનને પૂછ્યું ત્યારે જેસ્મીને પોતાનું જુઠાણું સ્વીકારી લીધું. આ પછી પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. આ પછી જેસ્મિન અને તેના પતિ વિજયના છૂટાછેડા પણ થઇ ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, જેસ્મીને પોતાના પરિવાર અને બહારના 8 લોકો સહીત 20 લોકો પાસેથી કુલ 253,122 પાઉન્ડ એંઠયા હતા. કોર્ટે તેને ફ્રોડના મામલે 4 વર્ષની કેદની સજા સંભળાવી હતી.

Image Source

વિજયે આ મામલે કહ્યું હતું કે ‘હું આ આઘાતમાંથી ક્યારેય બહાર નહિ આવી શકું. મારો માણસાઈ પરથી ભરોસો જ ઉઠી ગયો છે.’