ન્યુઝ

પતિએ પત્નીને જીન્સ ટોપ પહેરવાની ના પાડી હોવા છતાં પત્ની પહેરીને બજારમાં ગઈ, પછી પતિએ કર્યું કંઈક એવું કે હોશ ઉડી જશે

આજનો જમાનો ખુબ જ ફોરવર્ડ બની ગયો છે, આધુનિકતા માત્ર શહેરોમાં જ નહિ હવે તો ગામડાના છેલ્લા ઘર સુધી પણ આવી ગઈ છે. મોટાભાગે મહિલાઓ આધુનિક વસ્ત્રો સાથે જોડાયેલી જોવા મળે છે. જીન્સ અને ટોપ પહેરવું આજે કોઈપણ પરણિત મહિલા માટે પણ સામાન્ય બાબત ગણવામાં આવે છે, પરંતુ ઘણા એવા પુરુષો હોય છે જેમને તેમની પત્ની કે બહેન જીન્સ અને ટોપ પહેરે એ પણ પસંદ નથી આવતું.

Image Source

આવી જ એક ઘટના બને  છે ઉત્તરપિદેશના બરેલીમાં. જ્યાં એક પતિને તેની પત્ની જીન્સ અને ટોપ પહેરે એ પસંદ નહોતું તે છતાં પણ તેની પત્નીએ જીન્સ અને ટોપ પહેરી બજારમાં ગઈ, અને પતિને ગુસ્સો આવતા તેને પોતાની પત્નીને ઢોર માર માર્યો હતો.

Image Source

ત્યારબાદ આખી ઘટના પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી અને પોલીસ દ્વારા શનિતભંગનો ગુન્હો નોંધી પતિ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

Image Source

આ સમગ્ર ઘટના ઉત્તરપ્રેદેશના બરેલીમાં આવેલા ચાંદખાં મોહોલ્લાની છે જ્યાં પતિએ તેની પત્નીને જીન્સ અને ટોપ પહેરવાની ના પાડી હોવા છતાં પત્નીએ પતિનું કહેવું માન્યું નહિ અને જીન્સ તેમજ ટોપ પહેરી બજારમાં ફરવા માટે નીકળી એ હતી. જેની જાણ તેના પતિને થતા જ તે ખુબ જ ગુસ્સે ભરાયો અને તેની પત્નીને ઢોર માર માર્યો હતો.

Image Source

મહિલા પત્નીએ તેના પતિ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જ્યારબાદ પોલીસે તેના પતિ વિરુદ્ધ ગુન્હો નોંધી અને આરોપી પતિને જેલના સળિયા પાછળ ધકેલ્યો હતો.

Author: thegujjurocks.in