ન્યુઝ

પત્ની ઉપર શંકાના કારણે ઘરમાંથી અલગ થયા બાદ એક દિવસ પતિએ બીજી ચાવીથી ખોલ્યું ઘર, જોઈને આંખો પહોળી થઇ ગઈ

અમદાવાદનો પતિ-પત્ની ઓર વોનો રસપ્રદ કિસ્સોઃ બીજી ચાવીથી ઘર ખોલીને જોયું તો પતિના પગ નીચેથી જમીન સરકી ગઈ

આજકાલ સંબંધોમાંથી વિશ્વાસનું સ્તર ઘટવા લાગ્યું છે. પતિ પત્ની વચ્ચે પણ કોઈ ત્રીજી વ્યક્તિના કારણે અણબનાવ થવાના સમાચાર રોજ બરોજ સાંભળવા મળતા જ હોય છે.  ત્યારે આવી જ એક ઘટનાની ફરિયાદ અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

Image Source

નોંધાયેલી ફરિયાદમાં અમદાવાદમાં રહેતા એક પુરુષે પોતાની પત્ની વિરુદ્ધ ફરિયાદ લખાવતા જણાવ્યું છે કે થોડા સમય પહેલા અવાર નવાર તેની પત્નીનો ફોન વ્યસ્ત આવવાના કારણે તેને પોતાની પત્નીને ફોન વ્યસ્ત આવવાના કારણ વિશે પૂછ્યું હતું.

ત્યારે પત્નીએ યોગ્ય જવાબ આપ્યો નહોતો અને સામે ઝઘડો કરીને આ ઘર તેનું છે તું તારા બાળકોને લઈને ઘર છોડી ચાલ્યો જા એવું જણાવી દીધું હતું. ત્યારબાદ પતિ પોતાના બાળકોને લઈને પોતાના માતા-પિતાના ઘરે ચાલ્યો ગયો હતો.

જયારે તેની પત્ની પણ મકાન બંધ કરીને તેના માતા પિતાના ઘરે ચાલી ગઈ હતી. આ ઘટના બાદ જયારે 24 ઓગસ્ટના રોજ ફરિયાદી પતિને કોઈ સામાજિક પ્રસંગમાં ઘરેણાં પહેરવાના હોય તે મકાનની અંદર પોતાના પાસે રહેલી બીજી ચાવી લઈને ઘરેણાં લેવા માટે ગયો હતા.

Image Source

ઘરનો દરવાજો ખોલીને જયારે તેને તિજોરીમાં જોયું ત્યારે તેની આંખો પહોળી રહી ગઈ હતી. તિજોરીની અંદરથી રૂપિયા 8 લાખની કિંમતના કિંમતી ઘરેણાં અને રૂપિયા 2 લાખ રોકડા ઉપરાંત તેમના બાળકોનો પાસપોર્ટ, લિવિંગ સર્ટિફિકેટ અને બેંકના લોકરની ચાવી પણ ગાયબ હતા.

પતિને વધુ શંકા જતા તેને બેંકમાં પણ તપાસ કરી ત્યારે બેંક દ્વારા જાણવા મળ્યું કે 29 જૂનના રોજ તેની પત્નીએ આ લોકરને ઓપરેટ કર્યું હતું. જેના કારણે તેમાં રહેલા દાગીના પણ તેની પત્નીએ જ લીધા હોવાનું માલુમ પડતા પતિને શંકા જતા જ સોલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.