બૉલીવુડ

આ છે 6 ભારતીય ક્રિકેટર, જેમની પત્નીઓ છે હદથી વધારે અમીર

નંબર 5 ની પત્ની સૌથી વધુ સુંદર છે, એવું લાગે કે પરફેક્ટ કપલ છે

જેમ બોલીવુડના કપલ હંમેશા લાઇમલાઇટમાં છવાયેલા રહેતા હોય છે એમ ક્રિકેટરની પત્નીઓ પણ લાઇમલાઇટમાં છવાયેલી રહે છે. ભારતીય ક્રિકેટ ટીમના ઘણા એવા ક્રિકેટર છે જેમની પત્નીઓ પણ તેમની એક આગવી ઓળખ ધરાવે છે. આજે આપણે ભારતીય ટીમના એવા ખાસ ક્રિકેટરોની પત્નીઓ જોઈશું જે હદથી વધારે ધનવાન છે. અને તેમની પણ એક આગવી ઓળખ છે.

Image Source

1. રોહિત શર્મા:
ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા તેની રમતને લઈને ખુબ જ પ્રખ્યાત છે. ચાહકો તેને હિટમેન પણ કહે છે. પરંતુ રોહિતની પત્ની પણ કમ નથી. તેની પત્ની રિતિકા એક સેલેબ્રીટી મેનેજર છે. તે તેના ભાઈ સાથે મળીને આ બિઝનેસ ચલાવે છે. મુંબઈના એક પોશ વિસ્તારમાં તેનો એક પોતાનો બંગલો પણ છે.

Image Source

2. રવિન્દ્ર જાડેજા:
ભારતીય ટીમના ઓલરાઉન્ડ ખેલાડી રવિન્દ્ર જાડેજાએ રીવાબા સોલંકી સાથે લગ્ન કર્યા છે. રીવાબા મેકેનિકલ ઇંજિનિયર છે. તેમનો આખી પરિવાર પણ રાજકારણ સાથે સંકળાયેલો છે ગુજરાતના સૌથી અમીર પરિવારોમાં રિવાબાનો પરિવાર સામેલ છે.

Image Source

3. હરભજન સિંહ:
ભારતીય ટીમના સ્પિનર બોલર હરભજન સિંહ પણ ઘણો જ લોકપ્રિય ક્રિકેટર છે. તેને ગીતા બસરા સાથે લગ્ન કર્યા છે. ગીતા એક બૉલીવુડ અભિનેત્રી છે.  રાકેશ બસરા ઇંગ્લેન્ડના એક પ્રખ્યાત બિઝનેસમેન છે.

Image Source

4. સચિન તેંડુલકર:
સચિનને ક્રિકેટનો ભગવાન માનવામાં આવે છે. સચિને ઘણા બધા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. સચિને પોતાનાથી 6 વર્ષ મોટી અંજલિ સાથે લગ્ન કર્યા છે. અંજલિ એક ડોક્ટર છે અને તેના પિતા એક મોટા બિઝનેસમેન છે.

Image Source

5. વીરેન્દ્ર સહેવાગ:
ભારતીય ટીમના એક સમયના વિસ્ફોટક બલ્લેબાજ વીરેન્દ્ર સહેવાગે આરતી અહલાવત સાથે લગ્ન કર્યા છે. આરતી એક મોટા વકીલની દીકરી છે. વીરેન્દ્રએ આરતીને માત્ર 21 વર્ષની ઉંમરમાં જ લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું.

Image Source

6. ગૌતમ ગંભીર:
ક્રિકેટર ગૌતમ ગંભીર પણ ટિમ ઇન્ડિયા માટે મહત્વપૂર્ણ યોગદાન આપનાર ખેલાડી છે. ગૌતમે નતાશા જૈન સાથે લગ્ન કર્યા છે. નતાશા બહુ જ મોટા કપડાં કારોબારીની દીકરી છે. તેના પિતાનો વ્યવસાય પણ દુનિયાભરમાં ફેલાયેલો છે.