અજબ ગજબ

પતિ પોતાનું ટિફિન રોજ આપી દેતો હતો ભિખારીને, પત્નીને વાતની ખબર પડતા પત્નીએ ભિખારી સાથે જ લગ્ન કરી લીધા

પ્રેમ કોને ક્યાં અને કયારે થાય એ નક્કી નથી, પરંતુ ઘણીવાર પ્રેમના એવા કિસ્સા સામે આવે છે જેની સાંભળીને કોઈપણ ચકિત થઇ જાય, આવો જ એક કિસ્સો અમે તમને આજે જણાવવાના છીએ, જેમાં પત્ની પતિને ઓફિસ જતા રોજ ટિફિન આપતી હતી અને પતિ એ ટિફિનને રોડ ઉપર બેઠેલા એક ભિખારીને આપી દેતો હતો, પરંતુ જયારે પત્નીને આ વાતની જાણ થઇ ત્યારે પત્નીએ તેના પતિને છોડીને ભિખારી સાથે જ લગ્ન કરી લીધા.

આ સત્યઘટના ઉત્તરપ્રદેશની છે. જ્યાં એક પરિવારમાં શ્રાવસ્તી નામની એક મહિલા અને તેનો પતિ આશિષ સાથે રહે છે.

Image Source

આ સમગ્ર મામલો એવો છે કે શ્રાવસ્તિનો પતિ એટલે કે આશિષ રોજ સવારે કામ ઉપર જવા માટે ટિફિન લઈને નીકળતો હતો. ત્યારે આશિષની પત્ની તેને રોજેરોજ ટિફિનમાં એક જ પ્રકારનું બનાવેલું દૂધીનું શાક આપતી હતી, પરંતુ આશિષ એવું કંઈ બોલતો નહોતો.

Image Source

સતત 20 દિવસ સુધી એક જ પ્રકારનું શાક આપવા છતાં આશિષ કઈ ના બોલતો હોવાના કારણે શ્રાવસ્તીને તેના પતિ ઉપર શંકા ગઈ. આશિષ ઓફિસ જતો ત્યારે દરરોજ એ શાકના ડબ્બાને રસ્તામાં બેઠેલા એક ભિખારીને આપી દેતો.

Image Source

એક દિવસ આશિષની પત્ની શ્રાવસ્તીને શન્કા હોવાના કારણે આશિષની પાછળ ચાલવા લાગી, અને આશિષે જેવો શાકનો ડબ્બો તે ભિખારીને આપ્યો તરત જ શ્રાવસ્તીએ આશિષને રંગે હાથ ઝડપી લીધો હતો.

Image Source

આશિષ આ બાબતે કઈ સફાઈ આપે એ પહેલા જ તે ભખારીએ આકાશ તરફ જોઈને રોમાન્ટિક અંદાજમાં બે-ચાર શાયરીઓ બોલી નાખી. અને પછી, પછી શું ? આશિષની પત્ની શ્રાવસ્તીને એવું લાગ્યું કે તેને તેના બાળપણનો પ્રેમ પાછો મળી ગયો, જેને એકસમયે તે ખોઈ બેઠી હતી.

Image Source

એજ સમયે શ્રાવસ્તીએ આશિષને છૂટાછેડા આપીને મંદરીમાં જઈ એ ભિખારી સાથે લગ્ન કરી લીધા. અને આજે પણ તે બંને એજ મંદિરની બહાર બેસીને શ્રાવસ્તી અને પેલો ભિખારી બંને ભીખ માંગે છે.

Image Source

આપણે હંમેશા સાંભળતા અવાય છે કે પ્રેમ ગમે ત્યારે કોઈને પણ થઇ શકે છે, પરંતુ આવી કહાની કદાચ આપણે પહેલીવાર સાંભળતા હોઈશું, આવી વાતો ઉપર ક્યારેક વિશ્વાસ પણ ના આવે પરંતુ આવી ઘણી હકીકતો બનતી હોય છે.

Author: thegujjurocks.in