ન્યુઝ

ભલભલાના રુવાડા ઉભા કરી દે એવી ઘટના ગુજરાતમાં બની

ગુજરાતમાં અહીંયા પત્નીએ પતિના આંખે પાટા બાંધીને એવું કર્યું કે વાંચીને તમને પણ ધ્રુજારી આવી જશે

અવાર નવાર આપણે ટીવીમાં અને ન્યુઝ પેપરમાં દિલ ધડક હત્યાના કિસ્સાઓ જોતા હોઈએ છે, વળી CID, ક્રાઇમ પેટ્રોલ અને દસ્તક જેવી ધારાવાહિકોમાં  રીતે એક વ્યક્તિ બીજા વ્યકિતને મોતને ઘાટ ઉતારી દે છે તે પણ જોયું જ છે, પરંતુ આપણે એવું માનીએ છીએ કે તે કાલ્પનિક છે, પરંતુ ઘણા લોકો એવા પણ હોય છે જે આવી ધારાવાહિકમાંથી જોઈને આવા કાવતરા કરવાનું પણ શીખતાં હોય છે.

આવી જ એક ઘટના ગાંધીનગરમાં બની છે, જ્યાં આવી ધારાવાહિકો જોઈને પત્નીએ પોતાના પતિને મૃત્યુને ઘાટ ઉતારી દીધો, અને હત્યા પણ એવી રીતે કરી જેને જાણીને આપણને પણ ધ્રુજારી આવી જાય.

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ બનાસકાંઠા થરાદ પાસે એક ગામના દંપતી જે ગાંધીનગરમાં ભાડાનું મકાન રાખીને રહેતા હતા. પતિ પત્ની વચ્ચે કોઈ વાતને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. મળતી માહિતી પ્રમાણે પત્નીને પિયર જવાની ઈચ્છા હતી, પરંતુ વારેવારે પિયર જતી હોવાના કારણે પતિએ તેને જવાની ના પાડી હતી.

Image Source

આ બાબતને લઈને પત્નીને પોતાના પતિ માટે મનમાં રીસ ભરાઈ હતી, અને તેને નક્કી કર્યું કે પતિને મોતને ઘાટ ઉતારી દેવો જેના કારણે પહેલા પતિને ઝેર ખવડાવીને મારી નાખવાનું કાવતરું કર્યું.

તેમના ઘરની આર્થિક સ્થિતિ પણ સાવ નબળી હતી. અને બંને વચ્ચે ઝઘડા પણ થતા હતા જેના કારણે પત્નીએ તેના પતિ માટે ઉંદર મારવાની દવા ખવડાવવાનો વિચાર કર્યો, તેને પોતાના પતિને કહ્યું કે ઘરમાં આર્થિક પરિસ્થિતિ અને આપણા વચ્ચેના ઝઘડા પણ શાંત થાય એ માટે હું ભભૂતિ લાવી છું, જે તમે ખાશો તો બધું જ શાંત થઇ જશે.

પતિએ પત્નીની વાત માની અને એ ભભૂતિ ખાઈ લીધી, પરંતુ 2 કલાક વીત્યા હોવા છતાં પણ એ ઉંદર મારવાની દવાની કોઈ અસર તેના પતિ ઉપર ના થઇ જેના કારણે પત્નીને ચિંતા થઇ કે જો તેના પતિને ખબર પડી જશે કે ભભુતીના નામ ઉપ્પર તેને ઉંદર મારવાની દવા ખવડાવી છે તો મોટી સમસ્યા ઉભી થશે, જેના કારણે તેને હવે ફિલ્મી ઢબે પ્લાન બનાવ્યો.

તેને પોતાના પતિને આંખે પાટા બાંધી અને રમત રમવાનું કહ્યું,  પતિ પણ તેની પત્નીની વાત માની અને રમત રમવા માટે તૈયર થઇ ગયો, થોડીવાર સુધી પત્નીએ તેના પતિને પરમ ભરી વાતો કરી અને રમત રમી તેને ખુશ કરી દીધો।

Image Source

પરંતુ થોડી જ વારમાં તેને એક તીક્ષણ ચાકુ પતિના પેટમાં ભોંકી દીધું, અને એક પછી એક ઉપરાછાપરી ઘા કરીને તેના પતિના આંતરડા પેટની બહાર કાઢી નાખ્યા, અને પતિ ત્યાં જ લોહી લુહાણ થઈને મૃત્યુ પામ્યો.

પતિની હત્યા કાર્ય બાદ પત્નીએ પુરાવોનો નાશ કરવા માટે ચાકુને પણ ધોઈ નાખ્યું, અને પોતાના પિતાને પણ ફોન કરી પોતાના પતિની તબિયત સારી નથી એમ જણાવી દીધું, પોલીસ પણ ત્યાં આવી પહોંચી અને તેમને પતિને લોહીલુહાણ હાલતમાં જોયો અને પત્નીની ધરપકડ કરી, શરૂઆતમાંતો પત્નીએ કબૂલાત ના કરી, પરંતુ આખરે કડક પુછપરછ કરતા પત્નીએ પોતાનો ગુન્હો કબુલ્યો હતો.