ન્યુઝ

સાસુને પોતાના જમાઇ સાથે જ હતા અવૈધ સંબંધો, સરસરાએ કર્યો વિરોધ તો, સાસુએ જમાઈ સાથે મળીને કર્યું એવું….

સોશિયલ મીડિયા ઉપર ઘણીવાર એવા સમાચાર આવતા હોય છે જે વાંચીને જ આપણે હચમચી જતા હોઈએ છીએ, ઘણા સમાચારમાં તો સંબંધોને પણ નેવે મૂકી દેતા જોવા મળે છે એવા જ એક સમાચાર વૈશાલીમાંથી સામે આવ્યા છે. જેમાં જમાઈ અને સાસુએ મળીને પોતાના સસરાની જ હત્યા કરી નાખી હતી. અને આખા મામલાને બીજો વળાંક આપવા માટે શબને પાડોશના મકાનમાં લટકાવી દેવામાં આવ્યું હતું.

Image Source

વૈશાલી જિલ્લાના દેસરી પોલીસ સ્ટેશનમાં આવતા મુરૌવતપુરમાં સવાર સવારમાં 50 વર્ષના તિલકરાયનું શબ ફાંસીના ફંદે લટકાયેલું જોવા મળ્યું હતું. આ શબ મૃતકના ભાઈના ઘરની છત ઉપર લટકાયેલું મળ્યું હતું. શબ ઉપર ઘાના નિશાન પણ હતા.

Image Source

આ ઘટનાની સૂચના પોલીસને મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઘટના સ્થળે હાજર રહેલા મૃતકની પત્ની અને સગીર પુત્રએ જણાવ્યું હતું કે દારૂના નશામાં પતિ મારઝૂડ કરતા હતા. ગત રાત્રે પણ તેમને મારઝૂડ કરી હતી અને ઘરેથી નીકળી ગયા હતા.

Image Source

આ સમગ્ર મામલામાં નવો વળાંક ત્યારે આવ્યો જયારે ઘટનાના થોડા સમય પછી જ મૃતકના ભાઈએ આ મામલામાં મૃતકની પત્ની, દીકરા અને જમાઈ વિરુદ્ધ એફઆરઆઇ દાખલ કરાવી. પોલીસ તપાસમાં મૃતકના સગીર દીકરાએ ષડયંત્રનો ખુલાસો કરી નાખ્યો અને અવૈધ સંબંધોમાં હત્યાની આખી કહાણી પોલીસની સામે રાખી દીધી.

Image Source

આ ઘટનામાં સામે આવ્યું કે મૃતક તિલકરાયની પત્ની સવિતા અને તેના જમાઈ વચ્ચે અવૈધ સંબંધો હતા. સમસ્તીપુરનો રહેવાસી જમાઈ મોહનરાય લગ્ન બાદ સાસરી મુરૌવતપૂરમાં આવીને રહેવા લાગ્યો. જમાઈ અને સાસુના સંબંધોનો વિરોધ પતિ તિલકરાય કરતો હતો. જેના કારણે જમાઈ અને સાસુએ તિલકરાયની હત્યા કરી નાખી.