જાણવા જેવું/ટીપ્સ

ક્યારેય વિચાર્યુ છે કે હોટેલના બેડ પર હંમેશા સફેદ ચાદર જ શા માટે હોય છે, આ છે કારણ-જાણીને ચોંકી જશો

હરવું-ફરવું દોસ્તો, ફેમિલી સાથે મજાક મસ્તી કોને પસંદ ન હોય. પણ બીજા શહેરોમાં પણ આપણે ઘર જેવો જ માહોલ ઇચ્છતા હોઈએ છે. માટે ખાસ કરીને જ્યારે આપણે બહાર જઈએ છીએ તો કોઈ હોટેલ, લોજ કે પછી 5 સ્ટાર હોટેલમાં રોકાવાનું નક્કી કરતા હોઈએ છીએ. જતા પહેલા તે હોટેલ સાથે જોડાયેલી દરેક બાબતો જેમ કે હોટેલની સુવિધાઓ, રૂમ, બેડ, વોશરૂમ કેવું છે, બહારનો નજારો કેવો દેખાઈ છે વગેરે પર ધ્યાન આપતા હોઈએ છીએ.

પણ આ બધી વાતો સિવાય શું તમે ક્યારેય રૂમમાં લગાવેલી બેડશીટ કે ચાદર પર ધ્યાન આપ્યું છે. તમને સાંભળવામાં થોડું અજીબ અને નવાઈ લાગી શકે છે પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે હોટેલના રૂમમાં સફેદ બેડશીટ શા માટે લગાવામાં આવે છે?મોટાભાગે ગ્રાહક હોટેલમાં સૌથી પહેલા સાફ સફાઈની માંગ કરતા હોય છે.સફેદ ચાદર સૌથી સાફ દેખાય છે એવામાં ગ્રાહકો રૂમની સાફ સફાઈ અને સ્વચ્છતા જોઈને જ હોટેલના રૂમનું બુકીંગ કરતા હોય છે.

મોટા ભાગના લોકોને નહિ ખબર હોય કે તેની પાછળનું પણ એક ખાસ કારણ છે. આવો તો તમને જણાવીયે સફેદ બેડશીટ પાથરવાના કારણો.

Image Source

1. પહેલું કારણ:
પહેલું કારણ એ છે કે સફેદ રંગ દેખાવમાં ખુબ જ સાફ અને સ્વચ્છ લાગે છે. માટે આ રંગની વસ્તુઓ જોવામાં ખુબ જ શુકુન આપતી હોય છે. સાથે જ સફેદ રંગ માં જો કોઈ દાગ પણ દેખાઈ તો હોટેલના લોકો તેને હટાવી લે છે.

2. વોશિંગમાં સરળતા:
બીજું મોટું કારણ એ પણ છે કે સફેદ કપડાઓ અને ચાદરોને વોશ કરવું ખુબ આસાન હોય છે. ખાસ કરીને જ્યારે અધિક માત્રામાં કપડા વોશ કરવાના હોય તો એક સાથે વોશ કરી શકાય છે.

Image Source

3. રાહતનો અહેસાસ:
આપણો બહાર હરવા ફરવા જાવાનો મકસદ એ હોય છે કે આપણે આપણા રોજના ભાગ દૌડ માંથી થોડું શુકુન અને આંનદ મળી શકે. સફેદ રંગ ને શાંતિનું પ્રતિક માનવામાં આવે છે, માટે હોટેલો માની સફેદ ચાદર સુકુન અને શાંતિ આપતી હોય છે.

4. મનની સંતુષ્ટિ:
તેનું એક કારણ એ પણ છે કે જ્યારે તમે હોટેલના રૂમમાં પ્રવેશ કરો છો તો ચમકદાર અને સફેદ બેડશીટ જોઇને મનને સંતુષ્ટિ મળે છે. તેનાથી હેટેલની સુખ સુવિધાઓ જોઇને મનમાં ઉત્સાહ વધી જાતો હોય છે.

Image Source

5.સાચવવામાં અને રાખવામાં સરળ:
જો કે સફેદ રંગ જલ્દી જ મેલું થઇ જાતું હોય છે, પણ તેને સંભાળવું એટલું જ આસાન હોય છે. દરેક રૂમની ચાદરો અને ટોવેલ લગભગ એક સમાન જ હોય છે. માટે તેની અદલા-બદલી માટે વધુ દિક્કત રહેતી નથી.

6. રેલયાત્રા:
સાથે જ જો તમે ધ્યાન આપ્યું હોય તો ટ્રેનમાં યાત્રા સમયે પણ દરેક ડબ્બામાં ટુવાલ, તકિયો, નેપકીન, તથા ચાદર સફેદ કલરનાં જ હોય છે. કેમ કે સફેદ રંગનું આકર્ષણ વધુ હોય છે જે બધાને ખુબ જ ગમતું હોય છે.

7. મનોવૈજ્ઞાનિક તરીકો:
સફેદ રંગની ચાદર લગાવા પાછળ મનોવૈજ્ઞાનિકનું માનવું છે કે હોટેલનો રૂમ અને બેડ જેટલું સાફ-સુથરા અને આરામદાયક હશે, હોટેલમાં રોકનારા મુસાફરો તેટલલો જ સારો અનુભવ કરશે.

Image Source

8. ઘરે મુશ્કિલ:
જો કે ઘર પર આપળે સફેદ કપડાઓની સાથે-સાથે રંગીન કપળાઓ પણ વોશ કરતા હોઈએ છીએ. માટે રંગીન કપડા સાથે વોશ કરવાથી સફેદ કપડાઓમાં પણ રંગ લાગી શકે છે. સાથે જ જો બધા જ કપડા સફેદ હોય તો કામ જલ્દી પણ થાય છે સાથે જ કોઈ સમસ્યા પણ નથી થતી.

9.કમ્ફર્ટેબલ:
વૈજ્ઞાનીકોનું માનવું છે કે બીજા રંગો કે પ્રિન્ટ વાળી ચાદરની તુલનામાં સફેદ ચાદર પર સુવાથી વધુ સારી ઊંઘ આવી શકે છે અને તેમાં તમે વધુ ફ્રેશ મહેસુસ કરી શકો છો.

Image Source

10. દરેક વસ્તુ એક જ કલરની:
હોટેલ મેનેજરનું એ વાત પર વધુ ફોકસ રહેતું હોય છે કે રૂમની દરેક વસ્તુ એક જ કલરની હોવી જોઈએ.

Author: thegujjurocks.in