અજબ ગજબ

એવું તો શું કારણ છે કે પતિ અને પત્ની સંબંધમાં હોવા છતાં એક બીજાને આપે છે દગો? જાણો મોટા કારણો

લવ કે એરેન્જના 5 વર્ષ પછી એક્ટરને પત્નીએ આપ્યો દગો, જાણો કેમ પાર્ટનરને ચિટ કરે છે, આજના યુગમાં સંબંધોમાંથી વિશ્વાસ તૂટવા લાગ્યો છે જેના કારણે લગ્ન કરેલા પતિ પત્નીઓ પણ એકબીજાને દગો આપતા હોવાની ઘટનાઓ અવાર નવાર આપણે બનતી જોઈ છે. આ ઘટનાઓ પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે. જેમાં કોઈ એક પક્ષ જ નહિ બંને પક્ષ તરફથી આમ બનતું હોય છે.

Image Source

ફિલ્મો અને ટેલિવિઝનના ઘણા અભિનેતાઓને આપણે પ્રેમ સંબંધમાં બંધાતા અને છુટા પડતા જોઈએ છીએ, અને છુટાપડ્યા બાદ બંને એકબીજા ઉપર આરોપો પણ લગાવે છે જેની અંદર મોટાભાગના આરોપો એકબીજાને દગો આપ્યાના જ હોય છે. આજે અમે તમને શા કારણે આમ બનતું હોય છે તેના કેટલાક કારણો જણાવીશું.

Image Source

સંબંધોમાં પ્રેમની ઉણપ:
અરેન્જ મેરેજમાં મોટાભાગે એવું બનતું હોય છે કે પરિવારની માર્જિન કારણે લગ્ન થયા હોવાના કારણે પોતાના પાર્ટનર પ્રત્યે આપણે પ્રેમ અભિવ્યક્ત નથી કરી શકતા તો લવ મેરેજમાં પણ લગ્નના થોડા સમય સુધી એકબીજા પ્રત્યે અઢળક પ્રેમ હોય છેપરંતુ લગ્નના થોડા વર્ષો બાદ એ પ્રેમ ઓછો થવા લાગે છે. અને આવા સમયમાં બહારની કોઈ નવી વ્યક્તિ કોઈ એક પક્ષ તરફ પ્રેમ અને લાગણી રાખવા લાગે છે ત્યારે સંબંધોમાં પ્રેમની ઉણપના કારણે એકબીજાને દગો આપતા હોય છે.

Image Source

શારીરિક સંબંધોમાં ખોટ આવવી:
લગ્નના શરૂઆતના તબક્કામાં તો પતિ પત્ની શારીરિક સંબંધોમાં એકબીજાને ખુશ રાખતા જ હોય છે પરંતુ સમય જતા, જવાબદારીઓ, માનસિક તાણ, પ્રેમની ઉણપના કારણે શારીરિક સંબંધોમાં ખોટ આવવા લાગે છે જેના કારણે સામેનું પાત્ર શરીર સુખ મેળવવા માટે કોઈ ત્રીજી વ્યક્તિનો સહારો લે છે.

Image Source

ઉપેક્ષિતતાનો અનુભવ થવો:
આજના ભાગદોડ ભરેલા જીવનની અંદર પોતાના માટે પણ સમય નથી મળતો, વળી આજના યુગમાં જવાબદારીઓ પણ ઘણી વધારે હોય છે જેના કારણે પોતાના પાર્ટનરને સમય નથી આપી શકત, અને સમય ના આપી શકવાના કારણે તેની કાળજી પણ નથી રાખી શકતા આવા સમયે કોઈ ત્રીજી વ્યક્તિ જયારે કાળજી રાખવા લાગે છે ત્યારે તેની પ્રત્યે આપોઆપ જ આકર્ષણ જન્મવા લાગે છે.

Image Source

એક સાથીમાં વિશ્વાસ ના રાખનારા:
ઘણા લોકો એવા હોય છે જેમને એક વ્યક્તિમાં વિશ્વાસ કે સંતોષ નહતી આવતો આવા લોકો લગ્ન બાદ પણ હોઈ ત્રીજી વ્યક્તિને સંબંધ બાંધવા માટે શોધતા જ હોય છે. અને તેવા લોકોને પોતાના પાર્ટનરને છેતરવું એ ગુન્હો પણ નતી લાગતો. અને તે બીજા લોકો સાથે પણ સંબંધો બાંધતા હોય છે.

Image Source

સ્પર્ધા અને બદલો:
આજના આધુનિક સમયમાં પતિ અને પત્ની બંને નોકરી કરતા હોય છે અને સમય જતા બંને વચ્ચે પછી સ્પર્ધા જામી જાય છે. એકબીજા કરતા વધારે કમાવવાના કારણે નાની મોટી વાતે ઝઘડા થાય છે અને પ્રેમમાં પણ ઉણપ આવવા લાગે છે. બંને વચ્ચે જામેલી આ સ્પર્ધા બદલો લેવા સુધી પણ પહોંચી જાય છે અને ત્યારે તમેન જીવનમાં કોઈને કોઈ રીતે કોઈ ત્રીજું વ્યક્તિ પણ પ્રવેશે છે.

Author: thegujjurocks.in