ઉપાય સ્વાસ્થ્ય

સડસડાટ વજન ઘટાડવું છે? તો બસ અજમા અને જીરાનો આ ઉપાય કરો, હજારો લોકોએ ફાયદો ઉઠાવ્યો

આજે ઘણા લોકો જંક ફૂડ ખાઈને તો અમુક બેદરકારીના કારણે વહન વધારાનો ભોગ બનતા હોય છે. ત્યારે લોકો ડાયેટિંગનો સહારો લઇ વજન ઘટાડાની કોશિશ કરતા હોય છે. ત્યારે અમુક સમયે એવું થતું હોય છે કે, ડાયેટિંગના કારણે આપણને અશક્તિ આવી જાય છે. તો ઘણા લોકો પૈસનો વ્યય કરી સર્જરી કરાવે છે.

Image Source

વજન ઘટાડવાનો સૌથી સરળ ઉપાય છે. ઘરગથ્થુ ઉપચાર. આ ઘરગથ્થું ઉપચાર કરવાથી તારું વજન તો ઓછું થશે પરંતુ સાથે સાથે પેટની ચરબી પણ ઓછી થવા લાગશે. આ ઘરગથ્થુ ઉપચાર એટલે અજમા અને જીરાનું પાણી

અજમા અને જીરાનું પાણી પીવાથી અનેક ફાયદા થાય છે. સતત 20થી 30 દિવસ સુધી અજમા અને જીરાનું પાણી પીવાથી અસર જોવા મળે છે. સતત 2થી 3 મહિના સુધી આ પાણીનું સેવન કરવાથી વજન એકદમ પરફેક્ટ થઇ જશે. અજમા અને જીરાના પાણીનું દરરોજ સવારે ભૂખ્યા પેટે જ સેવન કરવું જોઈએ.

Image Source

અજમા અને જીરું પાણી બનાવવાની રીત:

એક ચમચી અજમો અને એંક ચમચી જીરાને રાતે પાણીના ગ્લાસમાં પલાળી દો. સવારે ઉઠીને આ પાણીને  ધીમી આંચ પર ગરમ કરી ગાળી લો. પાણી નવશેકું થઇ ગયા બાદ આ પાણીનું સેવન કરો. આ પાણીમાં રહેલા જીરું અને અજમાને ચાવો નહિ. આ પાણીનું સેવન કર્યા બાદ જ ચા કે કોફીનું સેવન કરો.

Image Source

આ પાણી તમે દિવસમાં  ભોજન કરવાની એક કલાક  પહેલા  પણ પી શકો છો. આ પાણીનો જલ્દી ફાયદો મેળવવો હોય તો તળેલી વસ્તુ, ચોખા, જંક ફૂડ, ફાસ્ટફૂડ, મીઠાઈને સદંતર બંધ કરી દો.

Image Source

વજન ઘટાડવા માટે આ પાણી સિવાય લીલા શાકભાજી, ફળને ભોજનમાં સામેલ કરો. ભૂખ કરતા 20 ટકા ઓછું જમો. સવારે-સાંજે કસરત, વર્કઆઉટ કરો.

Author: thegujjurocks.in