બૉલીવુડ

જયા પ્રદાએ 3 બાળકોના પિતા સાથે ફર્યા હતા સાત ફેરા, લગ્ન બાદ નથી મળ્યો પતિનો પ્રેમ

3 બાળકોના પિતા સાથે જ્યાએ કર્યા હતા લગ્ન, આમ છતાં પણ નથી મળ્યું પતિનું સુખ-જાણો શું છે કારણ

બૉલીવુડની દુનિયામાં બેહદ હસીન અને ગ્લેમરસ જોવા મળે છે. પરંતુ અહીં કામ કરનારા સિતારાઓ એટલા ખુશ નથી હોતા જેટલા તે બહારથી દેખાઈ છે. કેમેરાની પાછળ જાણે  કેટલા ચહેરા છે જેની અંદર તે લાખો દુઃખ સમાવીને બેઠા હોય છે પરંતુ તે ક્યારે પણ જગજાહેર નથી થવા દેતા. કારણકે તેની અસર તેના ફેન ફોલોઇંગ પર પડે છે. આજે અમે તમને એક એવી એક્ટ્રેસ વિશે જણાવીશું જેને એક સમયે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ પર રાજ કર્યું હતું આજે ગુમનામની જિંદગી જીવી રહી છે. આ પાછળનું કારણ ક્યાંક ને ક્યાંક તેનું અંગત જીવન પણ છે.

Image Source

આ એક્ટ્રેસ બીજું કોઈ નથી પરંતુ જયા પ્રદા છે. એક્ટિંગ છોડ્યા બાદ આ સમયે પણ જ્યાની ખુબસુરતીમાં કોઈ કમી આવી નથી. જયા એક્ટિંગ છોડીને રાજનીતિ તરફ એક્ટિવ થઇ ચુકી છે. તે રાજનીતિમાં એટલી ઓતપ્રોત થઇ ચુકી કે તે મોટા-મોટા નેતાઓને માત આપી ચુકી છે.

Image Source

જયાનો જન્મ 3 એપ્રિલ 1962ના રોજ આંધ્રપ્રદેશમાં થયો હતો. જ્યાએ સાઉથથી લઈને બૉલીવુડ સુધી ઘણી સફળતા હાંસિલ કરી હતી. પરંતુ તેની લવ લાઈફમાં સફળતા મળી ના હતી. 80ના દાયકામાં જ્યાની ગણતરી બોલીવુડની ટોપ એક્ટ્રેસમાં થતી હતી. બધા જ ડાયરેક્ટર અને પ્રોડ્યુસર તેને ફિલ્મમાં કાસ્ટ કરવા માંગતા હતા. ફિલ્મી કરિયરની વાત કરવામાં આવે તો તેને 30 વર્ષના સમયમાં 300થી વધુ ફિલ્મમાં કામ કર્યું હતું. પરંતુ તેને ઝટકો ત્યારે લાગ્યો જયારે તેના ઘરે ઇન્કમટેક્સની રેડ પડી. આ સમયે પ્રોડ્યુસર શ્રીકાંત નાહટા પહોંચ્યા હતા. તેને જ્યાને પૂરો સપોર્ટ કર્યો હતો જે બાદ બંને વચ્ચે દોસ્તી થઇ હતી.

Image Source

જયા અને શ્રીકાંતની દોસ્તી પ્રેમમાં પરિણમી હતી. 1986માં બંને લગ્ન કરી લીધા હતા. લગ્ન કર્યા બાદ પણ જયાને કયારે પણ પત્નીનો દર્જો મળ્યો ના હતો. શ્રીકાંતના આ બીજા લગ્ન હતા. તેની પહેલી પત્નીનું નામ ચન્દ્રા હતું. પહેલી પત્નીથી તેને 3 બાળકો હતા. તેથી તે પહેલી પત્નીને છૂટાછેડા ના આપી શક્યો. બંનેના લગ્નને લઈને ઘણો વિવાદ પણ થયો હતો.

Image Source

હેરાનીની વાત એ છે કે જયા સાથે લગ્ન થઇ ગયા બાદ પણ શ્રીકાંતની પહેલી પત્નીથી બાળકો થયા હતા. રિપોર્ટ મુજબ જયા અને શ્રીકાંતના લગ્નને લઈને તેની પહેલી પત્નીએ ક્યારે પણ વિરોધ કર્યો ના હતો. આજે પણ શ્રીકાંત અનેજયાને કોઈ બાળક નથી. જયા તેની બહેનના દીકરાને દત્તક લઈને તેની સાથે જિંદગી ગુજારી રહી છે.