ન્યુઝ

તિરૂપતિ મંદિર પાસે 14 હજાર કરોડની ફિક્સ ડિપોઝીટ અને 8 ટન સોનું તો પણ કર્મચારીઓને પગાર ચુકવવા રૂપિયા નથી

વાહ રે, કરોડોનો ખજાનો સાચવીને બેઠા છે અને કર્મચારીને પગાર આપવાના પૈસા નથી- વાંચો સમગ્ર અહેવાલ

દેશભરમાં લોકડાઉન આટલું લાંબુ ચાલવાના કારણે વેપાર ધંધાં તો બંધ થઇ જ ગયા છે સાથે સાથે પ્રવાસન સ્થળો અને મંદિરોમાં પણ હવે કોઈ નથી જતું જેના  કારણે મંદિરોમાં પણ પૈસાની તંગી આવી ગઈ છે. દુનિયાના સૌથી ધનવાન ગણાતા તિરૂપતિ બાલાજીના મંદિરમાં પણ પૈસાની અછત લોકડાઉનના કારણે આવી હોવાનું સામે આવ્યું છે, જેના કારણે મંદિર ટ્રસ્ટ કર્મચારીઓનો પગાર નથી કરી શકતું.

Image Source

મળતી માહિતી પ્રમાણે લોકડાઉનના કારણે બાલાજી મંદિરને પણ મોટું નુકશાન થયું છે. જેના કારણે મંદિર પ્રશાસન પાસે રોકડ રકમ પણ ખતમ થઇ ગઈ છે. તેવામાં એવું માનવામાં આવી રહ્યું છે કે મંદિર ટ્રસ્ટ ફિક્સ ડિપોઝીટ તોડી અને કર્મચારીઓના પગાર ચૂકવી શકે છે.

પરંતુ બીજી તરફ મંદિર ટ્રસ્ટ પોતાના કર્મચારીઓના પગાર આપવા માટે તરસુતમાં જમા ફિક્સ ડિપોઝીટ અને સોનાનો ઉપયોગ કરવાનું ના કહી રહ્યું છે. ટ્રસ્ટનું કહેવું છે કે બેંકમાં જમા ફિક્સ ડિપોઝીટ અને સોનુ દેશના શ્રદ્ધાળુઓ માટે એક ભાવુક મુદ્દો છે. જેના કારણે ટ્રસ્ટ તેને હાથ નહિ લગાડે, તમને એ પણ જણાવી દઈએ કે ટ્રસ્ટના અલગ અલગ બેંકમાં કુલ મળીને 14000 કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝીટ છે.

Image Source

ટ્રસ્ટના અધ્યક્ષ વાઈ વી સુબ્બા રેડ્ડીના જણાવ્યા અનુસાર તેમની પાસે પાછળના બે મહિનાની જે રોકડ રકમ હતી તેનો ઉપયોગ થઇ ચુક્યો છે. ટ્રસ્ટ પાસે હવે કોઈ રોકડ રકમ નથી, અમે ફિક્સ ડિપોઝીટ અને સોનાનો ઉપયોગ નહિ કરીએ, તેમને એમ પણ જણવ્યું કે અમારા મુખ્યમંત્રી વૈ જગનમોહન રેડ્ડીએ કહ્યું છે કે તેનો ઉપયોગ ના કરવો જોઈએ, આ દેશના શ્રદ્ધાળુઓનો ભાવુક મુદ્દો છે.

સમાચાર એજન્સીઓ દ્વારા જણાવા મળ્યું છે કે લોકડાઉનના કારણે મંદિરને 400 કરોડ રૂપિયાનું રાજસ્વી નુકશાન થયું છે.  મંદિરના ચેરમેને ખર્ચની વાત કરતા જણાવ્યું કે મંદિરમાં ઓછામાં ઓછો ખર્ચ  દર મહિને 200 થી 220 કરોડ સુધીની આવક આવે છે અને વાર્ષિક ખર્ચ લગભગ 2500 કરોડની આસપાસનો છે.

Image Source

20 માર્ચથી જ લોકડાઉનના કારણે મંદિરમાં પ્રવેશ બંધ થઇ ગયો છે ત્યારે આ બે મહિનામાં મંદિરને પણ ખાસું એવું નુકશાન આવ્યું છે, દર મહિને મંદિરને 200 કરોડનું નુકશાન છે અને કર્મચારીઓનો પગાર પણ હજુ ના થઇ શકવાના કારણે આ મુદ્દો હમણાં ચર્ચાનો વિષય બન્યો છે.

Author: thegujjurocks.in