ન્યુઝ

પૂર્વ પત્નીને કિન્નરના જૂથમાં ભરતી કરવાની ઓફર લઇને ગયો પતિ, પછી કિન્નરોએ કરી જે કર્યું…

કેટલીકવાર આપણે કિન્નરો વિષે સાંભળતા હોઈએ છે કે તેઓ ને પણ કોઈ પુરુષ ગમી જાય તો તેની સાથે જીવનભરનો સંબંધ રાખે છે. આવું જ કંઈક હિંમતનગરના એક યુવક સાથે થયેલું જોવા મળ્યું. હિમ્મતનગરના યુવકને હિંમતનગરના એક કિન્નર સાથે મનમેળાવ થઇ ગયો હતો ત્યારબાદ બંનેએ લગ્ન પણ કરી લીધા હતા. લગ્નબાદ થોડો સમય સાથે રહી બંને એ સમજુતીથી અલગ પણ થઇ ગયા હતા.

પરંતુ હાલમાં જ દાહોદના કિન્નર સમુદાયમાં આ યુવકે તેની કિન્નર પત્નીને તેમના સમુદાયમાં ભેળવવાની વાત કરતા મામલો ગરમાયો હતો. દાહોદ કિન્નર સમુળદાયના લોકોએ આ યુવકને માર મારી  સ્ટેશન લઈ ગયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર આ યુવક દાહોદમાં પોતાની બહેનના ઘરે રહેવા માટે ગયો હતો ત્યાં દિવસે તે દાહોદના કિન્નર સમુદાયના લોકોને પોતાની કિન્નર પત્નીને તેમના સમુદાયમાં ભેળવી લેવાનું જણાવતો હતો. બે દિવસ સુધી દાહોદ કિન્નર સમુદાયના લોકોએ તેને ધક્કા દિવસે તેને મળવા માટે બોલાવી સમુદાયના લોકો ભેગા થઇ અને તેને રિક્ષામાં બેસાડી બીજા સ્થાને લઇ ગયા ત્યાં તેને માર મારતા તેને વરઘોડો પણ કાઢ્યો હતો. વરઘોડો કાઢી તે યુવકને પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો.

પોલીસ ફરિયાદમાં કિન્નરોએ આ યુવક તેમને પોતાની આવક વિષે પ્રશ્નો રહ્યો હતો તેમ જણાવ્યું છે. “તમારી કમાણી કેટલી છે? ટોલટેક્સ પાર્ટી તમને કેટલી આવક થાય છે? કોઈના ઘરે શુભ પ્રસંગે તમે કેટલી આવક મેળવો છો?” એવા પ્રશ્નો યુવક દ્વારા પૂછવામાં આવતા હોવાની ફરિયાદ દાહોદ કિન્નર સમુદાયના લોકોએ લખાવી છે.

જયારે યુવકે પોતાના જવાબમાં જણાવ્યું કે: “હું ચાર દિવસથી દાહોદમાં આવ્યો છું અને રાહુ છું. હિંમતનગરમાં મારી સાથે સંબંધ ધરાવતી મારી કિન્નર પત્નીને હું દાહોદ કિન્નર સમુદાયમાં ભેળવવા માટે ભલામણ કરવા આવ્યો હતો. પરંતુ તેમને મને એક સ્થળ ઉપર બોલાવી, માર મારી, વરઘોડો કાઢી પોલીસ સ્ટેશન લઇ આવ્યા હતા.

Author: thegujjurocks.in