Bollywood

‘તારક મહેતા’ના આ સ્ટાર્સે ‘રિટા રિપોર્ટર’ના પુત્રને રમાડવા ઘરે દોડી આવ્યા, જુઓ ક્યૂટ તસ્વીરો

લોકપ્રિય સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રીટા રિપોર્ટરની ભૂમિકા માટે જાણીતી અભિનેત્રી પ્રિયા આહુજાએ ગયા વર્ષે નવેમ્બરમાં એક દીકરાને જન્મ આપ્યો હતો. પ્રિયા અને તેના પતિ માલવ રાજદાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ચાહકો સાથે પોતાની આ ખુશી શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Pri🐾 (@priyaahujarajda) on

ત્યારે હવે તાજેતરમાં જ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના મંદાર ચાંદવાડકર ઉર્ફે આત્મારામ ભીડે અને સોનલિકા જોશી ઉર્ફે માધવી ભીડે પણ પ્રિયાના દીકરા અરદાસને મળવા માટે તેમના ઘરે પહોંચ્યા હતા. પ્રિયાએ પોતાના સોશિયલ મીડિયા પર તેમની આ મુલાકાતની કેટલીક તસ્વીરો પોસ્ટ કરી હતી. આ તસ્વીરોમાં માત્ર ઓનસ્ક્રીન ભીડે દંપતી જ નહિ પણ સાથે જ એક તસ્વીરમાં જેનિફર મિસ્ત્રી એટલે કે રોશન કૌર સોઢીને પણ જોઈ શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by Pri🐾 (@priyaahujarajda) on

આ સિવાય જૂની સોનુ એટલે નિધિ ભાનુશાળી અને ગોલી એટલે કુશ શાહ પણ અવારનવાર પ્રિયા આહુજા રાજદાના દીકરા અરદાસને મળતા રહેતા હોય છે. પ્રિયાના ઇન્સ્ટાગ્રામ પર તેને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારોની તેમના પુત્ર સાથે રમવાની તસ્વીરો શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Malav Rajda (@malavrajda) on

પ્રિયાએ 19 નવેમ્બર 2011ના રોજ માલવ સાથે લગ્ન કર્યા હતા. માલવ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના મુખ્ય દિગ્દર્શક છે. રસપ્રદ વાત એ છે કે, લોકપ્રિય સીરિયલના સેટ પર બંને પ્રેમમાં પડ્યાં હતાં.

 

View this post on Instagram

 

A post shared by Malav Rajda (@malavrajda) on

આ પછી પ્રિયાએ ગયા વર્ષે ઓગસ્ટમાં તેની પ્રેગ્નેન્સીની જાહેરાત માલદીવમાં પતિ માલવ રાજદા સાથે બેબીમૂન કરતી વખતે કરી હતી. આ દંપતીએ તેમના બાળકનું નામ અરદાસ રાજદા રાખ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Pri🐾 (@priyaahujarajda) on

પ્રિયા અને માલવ અવારનવાર પોતાના દીકરાની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે.

Author: thegujjurocks.in