અજબ ગજબ જાણવા જેવું/ટીપ્સ

વાહ ગજબ: માર્કેટમાં આવી ગયું છે દીવાલ પર લાગે એવું કુલર, કિંમત જાણીને લેવા દોડશો

દીવાલમાં લાગે એવું આવ્યું નવું કુલર, કિંમત જાણીને હોંશ ઉડી જશે

ઉનાળાની શરૂઆત થઇ ગઈ છે અને દેશમાં ગરમી પણ એ હદે વધી રહી છે કે રાત્રે શાંતિથી ઊંઘ પણ નથી આવી શકતી, જે લોકોના ઘરમાં એસી છે એમના માટે તો વાંધો નથી પરંતુ આપણા દેશમાં એવા ઘણા પરિવારો છે જે એસી નથી ખરીદી શકતા, ઘણા લોકો એસી એટલા માટે પણ નથી ખરીદી શકતા કે તે એસીની કિંમત તો ચૂકવી શકે પરંતુ એસી લાવ્યા પછી જે લાંબુ લચક લાઈટ બિલ આવે તે નથી પોસાઈ શકે એમ. માટે ઘણા લોકો કુલર ખરીદવાનો જ વિચાર કરતા હોય છે.

Image Source

બજારમાં કુલરના પણ અસંખ્ય મોડેલ ઉપલબ્ધ છે, તેવામાં કેવું કુલર ખરીદવું તે પણ એકમાથાના દુખાવા સમાન છે. વળી કુલર લાવીને પણ ઘણી માથાકૂટો છે. નાના ઘરમાં કુલરને ક્યાં મૂકવું તે પણ મોટો પ્રશ્ન ઉભો થાય છે. પરંતુ હવે બજારમાં એક એવું કુલર આવી ગયું છે જે એસી જેવી ઠંડક તો આપશે, જ સાથે સાથે તેને રાખવું પણ ખુબ જ સરળ રહેશે.

Image Source

સિમ્ફની કંપનીએ એક એવું કુલર બનાવ્યું છે જે દીવાલ ઉપર જ લાગી જાય છે. જેનું નામ છે Symphony Cloud છે. આ કુલરની ખાસ વાત એ છે કે તેને સ્પિલીટ એસીની જેમ જ ડિઝાઇન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં તે એસીની જેમ દીવાલ ઉપર પણ લાગી જાય છે. 200 સ્કવેર ફૂટના રૂમને તે એકદમ સરળતાથી ઠંડો કરી શકે છે.

Image Source

આ કુલરની અંદર એક પાણીની ટાંકી પણ આપવામાં આવી છે. કુલરની અંદર પાણી એક પાઇપની મદદથી પહોંચે છે. આને પાણીની ટાંકી ખાલી થતા એક એલાર્મ પણ વાગે છે. જેના દ્વારા તમે પાણી ઉમેરી શકો છો. આ કુલરની કિંમતની વાત કરીએ તો ઓનલાઇન આ કુલરની કિંમત 13,499 રૂપિયા છે. જો તમે 1 ટનનું એસી લેવા જશો તો પણ તમને લગભગ 25 હજારની આસપાસ મળશે.

Author: thegujjurocks.in