ન્યુઝ

સારા અલી ખાન સાથે રિલેશનશિપમાં હતો સુશાંતસિંહ રાજપૂત, મિત્રએ બતાવ્યું બ્રેકઅપનું કારણ

સુશાંત સિંહ રાજપૂતની કથિત આત્મહત્યાને 2 મહિનાથી વધુનો સમય થઇ ગયો છે. સુપ્રીમ કોર્ટએ આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે. સોશિયલ મીડિયામાં ફેન્સ જલ્દીથી જલ્દી સુશાંતને ન્યાય આપવાની વાત કરી છે. તો બીજી તરફ સુશાંતના ઘરવાળાઓએ તેની ગર્લફ્રેન્ડ રિયા પર ગંભીર આરોપ લગાવ્યા છે. જે બાદ રિયા સવાલના દાયરામાં ઘેરાઈ છે. સુશાંતના જીવનમાં રિયા ચક્રવર્તી, અંકિતા લોખંડે મહત્વનું સ્થાન રહ્યું છે. દરમિયાન, હવે સુશાંતના મિત્ર સેમ્યુઅલ હોકીપે સુશાંતના સંબંધ વિશે એક આશ્ચર્યજનક વાત કહી છે.

 

View this post on Instagram

 

A post shared by Abhishek kapoor (@gattukapoor) on

બીજી તરફ સુશાંતના પૂર્વ ફ્લેટમેટ સેમ્યુઅલ હ્યોકીપે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને દાવો કર્યો હતો કે, સારા અલી ખાન અને સુશાંત સિંહ રાજપૂત એક રિલેશનશિપમાં હતા. તેણે પોસ્ટ કર્યું કે મને યાદ છે કે કેદારનાથનું જ્યારે પ્રમોશનચાલી રહ્યું હતું ત્યારે સારા અને સુશાંત એક બીજાના પ્રેમમાં હતા. બંનેનો સંબંધ તદ્દન અખૂટ હતો. એકદમ શુદ્ધ અને બાળકોની જેમ ભોળપણથી ભરેલો હતો. બંનેનો એકબીજા પ્રત્યે ખૂબ માન હતું, જે આજના સંબંધોમાં ભાગ્યે જ જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Samuel Haokip (@jamlenpao) on

સેમ્યુઅલ હોકીપે વધુમાં લખ્યું હતું કે, ‘સારા, સુશાંતની સાથે સાથે, તેના જીવનમાં હાજર તમામ પરિવાર, મિત્રો અને સ્ટાફનું પણ સમ્માન કરે છે. મને આશ્ચર્ય થાય છે કે શું સોનચિરાયાની બોક્સ ઓફિસ પર પરફોર્મન્સ પછી સારા અલી ખાને સુશાંત સિંહ રાજપૂત સાથે બ્રેકઅપ કરવાનું નક્કી કર્યું છે. શું તે બોલીવુડ માફિયાઓ દ્વારા બનાવવામાં આવેલા કોઈપણ પ્રકારના દબાણને કારણે હતું? ‘

 

View this post on Instagram

 

A post shared by sushant singh rajput🎭 (@sushant.forever__) on

સેમ્યુઅલની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ બાબતમાં કેટલું સત્ય છે તે કહી શકાય નહીં. પરંતુ કેદારનાથના સમયે સારા અને સુશાંતના રિલેશનશિપના સમાચાર ઝળક્યા હતા. જેને અભિનેત્રીએ માત્ર એક અફવા જ કહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan | My sunshine☀️ (@saraalikhan_myworld) on

સેમ્યુઅલ હોકીપ સુશાંત સિંહ રાજપૂતનો નિકટનો મિત્ર હતો. સેમ્યુલે રિયા ચક્રવર્તીને લઈને કહ્યું હતું કે, રિયા ચક્રવર્તીને કારણે સુશાંત તેની બહેનથી નારાજ થઈ ગયો હતો. સેમ્યુઅલ હોકીપે કહ્યું હતું કે, ‘સુશાંત અને તેની બહેન વચ્ચેની ચર્ચા વિશે હું જાણું છું કારણ કે હું ઘરમાં હાજર હતો. પરંતુ આજ સુધી મને ખબર નહોતી પડી કે આ દલીલનું કારણ મીડિયા દ્વારા બહાર આવ્યું છે. સુશાંત તેને લઈને ખૂબ જ નારાજ થઈ ગયો અને તે પછી પ્રિયંકા દીદી પણ દિલ્હી છોડીને ચાલી ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) on