બૉલીવુડ

આ ખુબ જ સુંદર અભિનેત્રી સાથે લગ્નના બે દિવસ પહેલા સુધી અફેર હતો સુરેશ રૈનાને, નામ જાણીને તમે પણ કહેશો, કે કેમ બ્રેકઅપ કર્યું

લગ્નના 2 દિવસ પેહલા સુધી આ રૂપાળી હિરોઈન જોડે ઇશ્ક લડવી રહ્યા હતો સુરેશ રૈના, નામ જાણીને તમને આશ્ચર્ય થશે.

હાલમાં આઇપીએલનો માહોલ ચાલી રહ્યો છે અને ક્રિકેટ રસિયાઓ તેનો ભરપૂર આનંદ માણી રહ્યા છે. પરંતુ હાલ ચેન્નઈ સુપર કિંગમાં એક ખેલાડીની ખોટ વર્તાઈ રહી છે. એ છે સુરેશ રૈના. મહેન્દ્ર સિંહ ધોનીની સાથે સુરેશ રૈનાએ પણ નિવૃત્તિ જાહેર કરતા આ આઇપીએલ 2020માં સુરેશ રૈનાને જોવાનો એક અલગ જ લ્હાવો હતો. પરંતુ કેટલીક અંગત સમસ્યાઓના કારણે સુરેશ રૈના પોતાના ઘરે પરત ફરી ગયો હતો.

Image Source

આજે અમે સુરેશ રૈનાની રમત વિશે નહિ પરંતુ તેના પ્રેમ પ્રસંગો વિશે વાત કરીશું. સુરેશ રૈનાનું અફેર બોલીવુડની ખુબ જ સુંદર અભિનેત્રી સાથે ચાલી રહ્યું હતું. તેના અફેરની ખબરો પણ જગ જાહેર થઇ ગઈ હતી.

Image Source

આ અભિનેત્રી હતી સાઉથના સુપરસ્ટાર કમલ હસનની ખુબ જ સુંદર દીકરી શ્રુતિ હસન સાથે. તે રૈનાની દરેક મેચ જોવા માટે પણ આઈપીએલમાં હાજર રહેતી હતી.  શ્રુતિ અને રૈનાના સંબંધોની ચર્ચાઓ વર્ષ 2013માં શરુ થઇ હતી. 2013માં રમાયેલી આઈપીએલમાં સુરેશ રૈનાએ ખુબ જ સુંદર પર્ફોમન્સ આપ્યું હતું, મીડિયાએ તેનો શ્રેય પણ શ્રુતિ હસનની સ્ટેડિયમમાં હાજરીને આપ્યો હતો.

Image Source

ખબરો પ્રમાણે 2013માં રમાયેલી દરેક મેચમાં શ્રુતિ સુરેશ રૈના માટે સ્ટેડિયમમાં હાજર રહેતી હતી., એ સમયે તો ચાહકો એમ પણ કહેતા હતા કે શ્રુતિ સ્ટેડિયમમાં હાજર હોય ત્યારે સુરેશ રૈના પોતાને લકી માનતો હતો.

Image Source

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બંને પોતાના સંબંધોને લઈને ખુબ જ ગંભીર હતા. પોતાના વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે પણ એકબીજાને મળવાનો સમય કાઢી લેતા હતા. જો કે શ્રુતિ અને સુરેશે પોતાની આ લવ સ્ટોરીને મીડિયા સામે ક્યારેય જાહેર નથી કરી.

Image Source

સુરેશ રૈનાએ 2015માં પ્રિયંકા ચૌધરી સાથે લગ્ન કરી લીધા. રૈના હવે પોતાના પરિવારને પૂરતો સમય આપી રહ્યો છે અને પ્રિયંકા સાથે સુખી લાગ જીવન પણ વિતાવી રહ્યો છે.