ન્યુઝ

સુરતના વેપારીનું મસાજ પાર્લર ચલાવતી થાઈલેન્ડની યુવતી સાથે હતું લફરું, વેપારીએ પત્ની સાથે કર્યું એવું કે મગજ ચકરાઈ જશે

સુરતમાં મસાજ પાર્લર ચલાવતી થાઇલેન્ડની સુંદર છોકરીના મોહમાં પતિએ કર્યું પત્ની સાથે આ કામ

પતિ પત્ની અને વોના સંબંધોના કિસ્સાઓ આવર નવાર સમાચારોમાં સાંભળવા મળે છે. ઘણા કિસ્સાઓ વાંચીને આપણા પણ રુવાડા ઉભા થઇ જાય, આવો જ એક કિસ્સો સુરતમાં બન્યો છે. જ્યાં એક હીરાના વેપારીનું મસાજ પાર્લર ચલાવતી એક થાઈલેન્ડની યુવતી સાથે અફેર હતું. પરંતુ પત્નીને જાણ થઇ જતા એવું કર્યું કે એક ક્ષણ માટે તો આપણે પણ વિચારમાં પડી જઈએ.

Image Source

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના એક હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીના લગ્ન વર્ષ 2018માં રાજસ્થાનની યુવતી સાથે થયા હતા. લગ્ન સમયે તેની પત્ની 100-100 ગ્રામની સોનાની પાંચ બિસ્કિટ, સોના-ચાંદીના દાગીના અને કરિયાવર લાવી હતી.

Image Source

લગ્ન બાદ પણ પતિએ ધંધામાં પૈસાની જરૂર છે એમ કહીને તેના સાસરેથી છૂટક છૂટક કુલ 32 લાખ રૂપિયા દહેજ પેટે મંગાવ્યા હતા. આટ આટલું લઈને આવવા છતાં પણ પત્નીને માનસિક સંતોષ નહોતો. તેનો પતિ રોજ રાત્રે દારૂ પી અને આવતો અને પોતાની પત્ની સાથે મારઝૂડ કરતો હતો.

Image Source

એક દિવસ પત્નીના હાથમાં પતિનો મોબાઈલ લાગી ગયો જેની અંદર થાઈલેન્ડની કોઈ યુવતી સાથેની ચેટિંગ અને ફોટોગ્રાફ જોવા મળ્યા. ત્યારબાદ પત્નીને શંકા જતા પતિને તેના વિશે પૂછ્યું આથી ઉશ્કેરાયેલા પતિએ પત્નીને જ ઢોર માર માર્યો.

Image Source

આ ઉપરાંત પતિએ પત્નીને એમ જણાવીને ઘરની બહાર કાઢી મૂકી કે તેના સાસરી વાળા જો તેને મિલ્કતમાં ભાગ આપશે તો જ તેને ઘરમાં રાખશે. આથી પત્નીએ પોલીસનો સહારો લીધો હતો. પોલીસે પણ દહેજ પ્રતાડનનો કેસ નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Image Source

મળતી માહિતી પ્રમાણે ગત વર્ષની 2મેં 2019ના રોજ પતિ કહ્યા વગર જ ઘરેથી ચાલ્યો ગયો હતો. તેની પત્નીએ તેની શોધખોળ કરી હતી પોલીસ સ્ટેશનમાં પણ ગુમ થયાની ફરિયાદ નોધાવી હતી. પરંતુ પતિ થોડા જ દિવસમાં પાછો ફર્યો હતો અને પત્નીએ કારણ પૂછતાં પોતે મસાજ પાર્લર ચલાવતી થાઈલેન્ડની યુવતીના ચક્કરમાં આવી ગયો હોવાની પણ કબૂલાત કરી હતી.

Image Source

પતિની કબૂલાત બાદ પત્નીએ પણ તેને સુધરવાનો એક ચાન્સ આપ્યો હતો અને ત્યારે સમાધાન પણ કર્યું હતું. પરંતુ થોડા સમય બાદ જ પતિમાં કોઈ બદલાવ ના આવતા પત્નીને પોલીસ પાસે જવું પડ્યું.