Bollywood

શાહરુખની દીકરી સુહાના ખાનનો ડાન્સ વિડીયો વાયરલ, ભલભલાને ચોંકાવી દેશે એવા મૂવ્સ કર્યા

અમુક સમય પહેલા જ સોશિયલ મીડિયા પર પોતાની હૉટ તસ્વીરોથી આગ લગાડનારી શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન એકવાર ફરીથી પોતાના ડાન્સથી દર્શકોને દીવાના બનાવી રહી છે. લોકડાઉનની વચ્ચે સુહાનાનો આ વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં સુહાના ખુબ જ દિલકશ અને કાતિલાના દેખાઈ રહી છે.

વીડિયોમાં સુહાના ખાને સિલ્વર કલરની ડ્રેસ પહેરી રાખી છે જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે. વીડિયોમાં સુહાના ડાન્સ કરતા કરતા પોતાનામાં જ ખોવાઈ ગઈ છે, પણ જયારે તે જોવે છે કે તેનો ડાન્સ રેકોર્ડ થઈ રહ્યો છે તો તે હસવા લાગે છે.આ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર લાખો વાર જોવામાં આવી ચુક્યો છે.  પોતાના લુક અને આઉટફિટને લીધે તે દિગ્ગજ કલાકારોને પણ ટક્કર આપી રહી છે. ફિલ્મોમાં આવતા પહેલા જ સુહાના દર્શકો વચ્ચે ખુબ જ લોકપ્રિય બની ગઈ છે.

સુહાનાનો આ વિડીયો ફોટોગ્રાફર વિલર ભયાની દ્વારા શેર કરવામાં આવેલો છે. સુહાના ખના ઘણા સમયથી ઇન્સ્ટાગ્રામ પર સક્રિય છે અને તેના લાખો ફોલોઅર્સ પણ છે. અમુક સમય પહેલા જ સુહાનાએ બ્લુ જીન્સ અને ટોપમાં તસ્વીર શેર કરી હતી જે તેની માં ગૌરીખાન દ્વારા ક્લિક કરવામાં આવી હતી.

હાલ સુહાના ન્યુયોર્કમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કરી રહી છે. અમુક મહિનાઓ પહેલા સ્વિમિંગ પુલમાં મસ્તી કરતી તેની તસ્વીરો પણ સામે આવી હતી જે દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી હતી. દર્શકો પણ સુહાના ખાનની બોલીવુડમાં એન્ટ્રી લેવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

Author: thegujjurocks.in