અજબ ગજબ

ગોલ્ડ શર્ટ બનાવવાથી લઈને પૈસાની પથારી પર ઊંઘવ સુધી, આ 8 પૈસાદાર લોકો જબરા ઉડાવ્યા પૈસા

જ્યારે લોકો પાસે હદથી પણ વધારે પૈસા હોય છે તો તેઓ પોતાના શોખ પુરા કરવા લાગે છે. પણ અમુક બાબતોમાં તેઓના આ શોખ ખુબ જ વિચિત્ર અને હેરાન કરી દેનારા હોય છે. એવામાં આજે અમે તમને એવા ધનવાન લોકો વિશે જણાવીશું જેઓએ પોતાના કરોડો રૂપિયા માંથી ખુબ જ હેરાન કરી દેનારી વસ્તુઓ કરી છે.

1. વરરાજાને ગિફ્ટમાં મળ્યું હેલીકૉપ્ટર, મહેમાનમાં બૉલીવુડ સિતારાઓ:

Image Source

વર્ષ 2011 માં કોંગ્રેસ લીડર કંવર સીંહ તંવરના દીકરાના લગ્ન જૂનાપુરીયાના એક્સ એમએલએ ની દીકરી સાથે થયા હતા. લગ્નમાં વરરાજાને ગિફ્ટમાં હેલીકૉપ્ટર મળ્યું હતું, જ્યારે શાહરુખ ખાન અને ઐશ્વર્યા રાઈ જેવા સિતારાઓને પૈસા આપીને લગ્નમાં નચાવવામાં આવ્યા હતા.

2. 9 વર્ષના દીકરાને આપી ફરારી:

Image Source

કેરળના એક ધનવાન પિતાએ પોતાના નવ વર્ષના દીકરાના જન્મદિસવ નિમિતે ફરારી ગાડી ચલાવવા માટે આપી હતી, જો કે તેને લીધે પિતાને જેલ પણ થઇ હતી.

3. માયાવતીએ 1000 કરોડમાં બનાવડાવી પોતાની મૂર્તિ:

Image Source

બહુજન સમાજ પાર્ટીની લીડર માયાવતીએ પોતાના ઘરની બહાર પોતાની અને હાથીની 1000 કરોડ રૂપિયાની મૂર્તિ બનાવડાવી હતી.

4. દુનિયાની સૌથી મોંઘી રહેવાસી બિલ્ડીંગ:

Image Source

ભારતના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીએ રહેવા માટે મુંબઈમાં આલીશાન ગગનચુંબી ઇમારત ઉભી કરી દીધી છે, જે 27 માળનું દુનિયાનું સૌથી મોંઘુ રહેવાસી ઘર છે. ઘરની કિંમત 1 બિલિયન ડોલર આસપાસ છે.

5.કરોડોમાં ક્રિકેટ પ્લેયર ખરીદ્યાં પણ પગાર આપવા માટે પૈસા નથી:

Image Source

વિજય માલ્યા એક સમયમાં કોઈપણ ક્રિકેટ પ્લેયરને કરોડો રૂપિયામાં ખીરીદી પણ લેતા હતા, પણ તેની પાસે પોતાના જ કર્મચારીઓને પગાર સ્વરૂપે આપવા માટેના પૈસા ન હતા. એવામાં મળેલી જાણકારીના આધારે વર્ષ 2012 માં કિંગફિશરના એરલાઇન્સના એક કર્મચારીની પત્નીએ આત્મહત્યા કરી હતી કેમ કે તેના પતિને 6 મહિનાથી પગાર મળ્યો ન હતો.

6. સોનાથી બનેલો શર્ટ:

Image Source

પુણેના રહેનારા Datta Phuge એ 15 સોનીઓને કામે લગાડીને પોતાના માટે સોનાનો શર્ટ બનાવડાવ્યો હતો. આ 3.5 કિલો વજનના શર્ટનું નામ ગિનીઝ બુક રૅકોર્ડમાં પણ શામિલ હતું. આ દુનિયાનો સૌથી મોંઘી શર્ટ હતો. આવું તેમણે મહિલાઓને પ્રભાવિત કરવા માટે કર્યું હતું.

7. દિકરીના લગ્ન પર ઉડાવ્યા 503 કરોડ રૂપિયા:

Image Source

લક્ષ્મી મિત્તલના ભાઈ પ્રમોદ મિત્તલે પોતાની દીકરીના લગ્નમાં 503 કરોડ રૂપિયા પાણીની જેમ વહાવ્યા હતા. આ લગ્નમાં 500 મહેમાન, 200 વેઇટર્સ હતા. તસ્વીરો લેવા માટે હેલીકૉપ્ટરની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

8. પૈસાની પથારી પર સૂવું:

Image Source

તિરુપરના CPI લીડર સમર આચાર્જીનું એક સપનું હતું કે તે એક સમયે પૈસાની પથારી પર ચોક્કસ સુશે. આ સપનાને પૂર્ણ કરવા માટે તેમણે બેન્કમાંથી 20 લાખ રૂપિયા કાઢયા અને તેને પથારી પર ફેલાવીને સુઈ ગયા હતા.

Author: TheGujjuRocks.in