બૉલીવુડ

બોલીવુડના આ 7 સિતારાઓએ કર્યા છૂટાછેડા થયેલી યુવતીઓ સાથે લગ્ન, કર્યો પોતાના પ્રેમને સાબિત

5 નંબર વાળને તો મળી સ્વર્ગથી આવેલી હસીના

બોલીવુડની દુનિયા કંઈક અલગ જ છે. મોટાભાગે બૉલીવુડ સિતારાઓ કોઈને કોઈ કારણને લીધે ચર્ચાનો વિષય બનેલા જ રહે છે. ક્યારેક પોતાની ફિલ્મોને લીધે તો ક્યારેક પોતાની પર્સનલ લાઈફને લીધે તેઓ લાઇમલાઇટમાં આવી જ જાય છે. આજે અમે તમને બોલીવુડના એવા સિતારાઓ વિશે જણાવીશું જેણે છૂટાછેડા થયેલી યુવતીઓ સાથે લગ્ન કરીને ઘરસંસાર માંડ્યો હતો.


1. સમીર સોની અને નીલમ કોઠારી:
સમીર સોનીએ પહેલા લગ્ન રાજલક્ષ્મી ખાડવિલકર નામની એક ભારતની મૉડલ સાથે કર્યા હતા જો કે આ લગ્ન માત્ર 6 મહિના સુધી જ ચાલ્યા હતા અને અભિનેત્રી નીલમ કોઠારી સાથે લગ્ન કર્યા હતા. જ્યારે નીલમના પણ પહેલા લગ્ન બ્રિટેનના બીઝનેસમેન ઋષિ સેઠિયા સાથે થયા હતા. આજે નીલમ અને સમીર સુખી જીવન વિતાવી રહ્યા છે, બંન્નેએ એક બાળકીને દત્તક લીધેલી છે.

2. અનુપમ ખેર અને કિરણ ખેર:
અનુપમ ખેર અને કિરણ ખેરને બોલીવુડના બબલી કપલ કહેવામાં આવે છે. કિરણ ખેરના પહેલા લગ્ન મુંબઈના વ્યાપારી ગૌતમ બેરી સાથે થયા હતા. અમુક મનમુટાવને લીધે તેણે વર્ષ 1985 માં છૂટાછેડા લીધા અને તે જ વર્ષે કિરણે અનુપમ ખેર સાથે લગ્ન કરી લીધા જેને તે થિયેટરના સમયથી જ ઓળખતી હતી, અનુપમ ખેરે પણ કિરણના પહેલા પહેલા પતિના દીકરાને અપનાવી લીધો હતો.

3. લિએન્ડર પેસ અને રિયા પિલ્લઇ:
લિએન્ડર પેસ એક ફેમસ ટેનિસ પ્લેયર છે. જેણે રિયા પીલ્લ્લઇ સાથે લગ્ન કર્યા છે જે સંજય દત્તની પહેલી પત્ની હતી. તેની એક દીકરી પણ છે જેનું નામ અજયાના પેસ છે. જો કે હાલ રિયા અને  લિએન્ડર અલગ-અલગ રહે છે.

4. ગુલઝાર અને રાખી:
ગુલઝાર બોલીવુડના ફેમસ સંગીતકાર હતા. જેણે અભિનેત્રી રાખી સાથે લગ્ન કર્યા જે બંગાળી ફિલ્મ ડાયરેક્ટર અજય બિસ્વાસની પહેલી પત્ની હતી. જો કે ગુલઝાર સાથે પણ રાખીનો સંબંધ કંઈ ખાસ ટક્યો ન હતો. હાલ બંન્ને અલગ અલગ રહે છે પણ કાનૂની સ્વરૂપે બંન્નેએ છૂટાછેડા નથી લીધા. બંન્નેનુ અલગ થવાનું કારણ રાખી દ્વારા ફિલ્મ ‘કભી કભી’ સાઈન કરવું હતું, જેનાથી ગુલઝારને આપત્તિ હતી.

5. સંજય દત્ત અને માન્યતા દત્ત:
જો કે સંજય દત્તનું નામ બોલીવુડમાં ઘણી અભિનેત્રીઓ સાથે જોડાયું પણ જીવનસાથી તરીકે સંજય દત્તએ માન્યતાને પસંદ કરી હતી. જો કે આ સંજય દત્તના ત્રીજા લગ્ન હતા. આજે સંજય અને માન્યતા સુખી જીવન વિતાવી રહ્યા છે, બંન્નેના બે બાળકો પણ છે. માન્યાના પણ પહેલા લગ્ન મિરાજ-ઉર-રહમાન સાથે થયા હતા. લગ્નના અમુક સમય પછી બંન્નેએ છૂટાછેડા લીધા હતા અને માન્યતાએ સંજય દત્ત સાથે લગ્ન કરી લીધા.

6. મિથુન ચક્રવર્તી અને યોગિતા બાલી:
બૉલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ડિસ્કો ડાન્સર મિથુને યોગિતા બાલી સાથે લગ્ન કર્યા છે. યોગિતા બાલી બોલીવુડને એકથી એક શાનદાર ગીત આપનારા સિંગર કિશોર કુમારની ત્રીજી પત્ની હતી. યોગિતાના લગ્ન વર્ષ 1976 થી 1978 સુધી જ ચાલ્યા હતા, જેના પછી તેણે વર્ષ 1979 માં મિથુન સાથે લગ્ન કરી લીધા.

7. રાહુલ રૉય અને રાજલક્ષ્મી:
રાહુલ રૉયને ફિલ્મ આશિકી દ્વારા ખુબ નામના મળી હતી. તેણે મૉડલ રાજલક્ષ્મી ખાડલીવકર સાથે વર્ષ 2000 માં લગ્ન કર્યા હતા જે સમીર સોનીની પહેલી પત્ની હતી, સમીર અને રાજલક્ષ્મી ના લગ્ન કઈ ખાસ ચાલ્યા ન હતા. સમીર સોની હાલ નીલમ કોઠારીના પતિ છે.

Author: TheGujjuRocks.in