OMG બૉલીવુડ

7 સિતારાઓ જેના લગ્ન પછી ખુબ ઉડ્યા અફેરના કિસ્સા, 7 નંબરે તો તમામ હદ પાર કરી લફરું કરીને

બોલીવુડમાં ડેટિંગ, લગ્ન, છૂટાછેડા, અફેર્સ જેવી બાબતો જાણે કે સામાન્ય બની ગઈ છે.એવામાં કોઈ સ્ટાર્સના અફેરની ચર્ચાઓ સૌથી મોટી ખબર હોય છે. પણ આજે અમે તમને એવા કલાકારો વિશે જણાવીશું જેને લગ્ન પછી પણ બીજી અભિનેત્રી સાથે પ્રેમ થઇ ગયો હતો, અને અફેરની ખુબ ચર્ચાઓ પણ થઇ હતી.

1. સની દેઓલ-ડિમ્પલ કપાડિયા:
1983 માં ડેબ્યુ કરનારા સની દેઓલ અને ડિમ્પલ કપાડિયાંની જોડી ફિલ્મોમાં ખુબ જ કમાલ કરતી હતી, બંનેએ અનેક હિટ ફિલ્મો આપી હતી અને બંન્નેના રિલેશનની વાતો પણ ફેલાવા લાગી. જો કે તે સમયે બંન્ને પહેલાથી જ વિવાહિત હતા. આ સિવાય સનીને લિધે ડિમ્પલ પતિ રાજેશ ખન્નાથી અલગ રહેવા માટે ચાલી ગઈ હતી અને આ કથિત અફેર 11 વર્ષ સુધી ચાલ્યું હતું.

2. રોહિત શેટ્ટી-પ્રાચી દેસાઈ:
ડાયરેક્ટર રોહિત શેટ્ટીના વર્ષ 2005 માં માયા સાથે લગ્ન થયા હતા, અને આજે બંન્નેના બાળકો પણ છે. વર્ષ 2012 માં ફિલ્મ બોલ બચ્ચનની શૂટિંગના દરમિયાન રોહિત શેટ્ટી અને પ્રાચી દેસાઈના અફેરની ચર્ચા થવા લાગી હતી. ફિલ્મનું ડાયરેક્શન રોહિત શેટ્ટી કરી રહ્યા હતા.પણ રોહિત પોતાના વિવાહિત જીવનને બચાવવા માટે પ્રાચીથી અલગ થઇ ગયા હતા.

3. રાજ કપૂર-નરગિસ:
રાજકપુરના લગ્ન વર્ષ 1930 માં કૃષ્ણા મલ્હોત્રા સાથે થયા હતા અને અમુક વર્ષ પછી તેનું દિલ નરગીસ પર આવી ગયું. જો કે રાજ કપૂર પત્નીને દગો આપવા માંગતા ન હતા માટે તે નરગીસથી અલગ થઇ ગયા. જો કે તેના પછી રાજ કપૂર અને વૈજયંતીમાલા સાથે અફેરની ચર્ચાઓ ઉડી હતી.

4. પ્રભુદેવા-નયનતારા:
પ્રભુદેવાએ લતા સાથે વર્ષ 1995 માં લગ્ન કર્યા હતા, જેના પછી પ્રભુદેવાની નયનતારા સાથે નજીકતા વધવા લાગી હતી. જો કે લતાએ પોતાના લગ્ન બચાવવાની પુરી કોશિશ કરી અને તે હડતાલ પર પણ ઉતરી હતી છતાં પણ તે સફળ ન થઇ શકી અને બંન્ને અલગ થઇ ગયા.

5. શાહરુખ ખાન-પ્રિયંકા ચોપરા:
શાહરુખ ખાન અને તેની પત્ની ગૌરી ખાન હંમેશાથી એક આદર્શ કપલ રહ્યા છે. ફિલ્મ ડોનની શૂટિંગના દરમિયાન શાહરુખ ખાન અને પ્રિયંકા ચોપરાના અફેરની ચર્ચાઓ ખુબ ઉડી હતી. જો કે બંન્નેએ આ બાબત પર ક્યારેય ખુલાસો કર્યો ન હતો. જેના પછી ગૌરીએ શાહરૂખને ચેતવણી આપી હતી કે તે પ્રિયંકા સાથે ક્યારેય પણ કામ નહિ કરે જેના પછી આજ સુધી શાહરુખ-પ્રિયંકા સાથે ફિલ્મમાં જોવા નથી મળ્યા.

6.  આયશા શ્રોફ-સાહિલ ખન્ના:
જેકી શ્રોફની પત્ની આયશા શ્રોફ અને ફિલ્મ સ્ટાઇલના અભિનેતા સાહિલ ખાનએ મળીને વર્ષ 2009 માં પ્રોડક્શન હાઉસ ખોલ્યું હતું, અને બંન્નેના અફેરની પણ ચર્ચા થઇ હતી. જો કે વર્ષ 2014 માં પ્રોડક્શન હાઉસની પાર્ટનરશીપ તૂટી ગઈ હતી અને આયેશાએ સાહિલાના વિરુદ્ધ કેસ દર્જ કરાવ્યો હતો. બદલામાં સાહિલે પણ બંન્નેની અમુક ઇન્ટીમેન્ટ તસ્વીરો વકીલને દેખાડી હતી. આયશાએ પોતાના મંતવ્યમાં કહ્યું હતું કે આ અફેર ન હોઈ શકે કેમ કે સાહિલ ગૈ હતા.

7. સૈફ અલી ખાન-રોજા:
સૈફ અલી ખાને પોતાનાથી 13 વર્ષ મોટી અમૃતા સિંહ સાથે પરિવારની વિરુદ્ધ જઈને લગ્ન કર્યા હતા. લગ્નના અમુક વર્ષ પછી સૈફનાં જીવનમાં મૉડલ રોજાની એન્ટ્રી થઇ જેના પછી બંન્નેના અફેરની ચર્ચાઓ ઉડવા લાગી હતી. જેના પછી વર્ષ 2004 માં સૈફ અને અમૃતાએ છૂટાછેડા લીધા હતા.

Author: TheGujjuRocks.in