બૉલીવુડ

શ્રદ્ધા કપૂરે એટલો ટૂંકો ડ્રેસ પહેર્યો કે ફોટો પડાવવા પોઝ આપતા જ મુકાઈ મૂંઝવણમાં, શરમાઈને થઈ પાણી પાણી

શક્તિ કપૂરની લાડલી શ્રદ્ધા કપૂરે એવો ટૂંકો ડ્રેસ પહેર્યો કે શરમાઈને થઈ પાણી પાણી થઇ જશો

બીલીવુડની ફેમસ અભિનેત્રી શ્રદ્ધા કપૂર તેની ફિલ્મોને લઈને ખુબ જ જાણીતી છે. અભિનેતા શક્તિ કપૂરની દીકરી શ્રદ્ધા કપૂર થોડાક મહિના પહેલા પોતાના બાગી-3 ફિલ્મની પ્રમોશન માટે વ્યસ્ત હતી.
અભિનેતા ટાયગર શ્રોફ સાથે અલગ અલગ સ્થાનો પર બાગી-3 ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા હતા ત્યારે ફિલ્મના પ્રમોશન માટે શ્રદ્ધા અને ટાઇગર બને ફિલ્મ સીટી પહોંચ્યા હતા, ત્યાં ફોટોશૂટ પણ કરવાનું હતું ત્યારે શ્રદ્ધાએ એટલો ટૂંકો ડ્રેસ પહેર્યો હતો કે ફોટો માટે પોઝ આપતી વખતે પણ તેને ઘણી જ મુશ્કેલી થઇ રહી હતી.

ટાઇગર સાથે ફોટો પડાવતી વખતે પોઝ આપવા માટે બેસવામાં તેને ઘણી જ મુશ્કેલી થઈ અને મુશ્કેલી બાદ બેઠા પછી પણ ઉભા થવામાં તેને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે તેને ટૂંકો ડ્રેસ પહેરવા ઉપર શરમ પણ આવી રહી હતી.

Image Source

આ સિવાય તેને ઊંચી હીલના સેન્ડલ પણ પહેર્યા હતા જેના કારણે તેને ચાલવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શ્રદ્ધાનો આ વિડિઓ અને ફોટો સોશિયલ મીડિયામાં ઘણા જ વાયરલ થઇ રહ્યા છે.શ્રદ્ધા કપૂર અને ટાઇગર શ્રોફની ફિલ્મ “બાગી-3 ” 6 માર્ચના રોજ રિલીઝ થઈ ગઈ હતી. આ ફિલ્મ અહેમદ ખાન દ્વારા ડાયરેક્શન કરવામાં આવી છે.

દમદાર એક્ટિંગથી બોલીવુડમાં જગ્યા બનાવનારી શ્રદ્ધા કપૂર કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. શ્રદ્ધા કપૂર આ વર્ષ 2 ફિલ્મમાં નજરે આવી હતી.

જેમાં સાહો અને છિછોરેનો સમાવેશ થાય છે. શ્રદ્ધાની એક્ટિંગને કારણે જેટલી ચર્ચામાં રહે છે તેટલી જ તે તેની અંગત જિંદગીને લઈને ચર્ચામાં રહે છે.

માર્ચ 1987માં જન્મેલી શ્રદ્ધા કપૂરે તેની ફિલ્મી કરિયરની શરૂઆત 2010થી કરી હતી. શ્રદ્ધાએ અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘તીન પતી’થી ફિલ્મની શરૂઆત કરી હતી.

પરંતુ તેને પ્રસિદ્ધિ તો આશિકી-2થી જ મળી હતી. શ્રદ્ધાએ આશિકી-2માં એક સિંગરની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ બાદ તે રાતોરાત મશહૂર થઇ ગઈ હતી.

આ ફિલ્મ બાદ શ્રદ્ધાએ કયારે પણ પાછળ ફરીને જોયું ના હતું. શ્રદ્ધા કપૂરની અંગર જિંદગીની વાત કરવામાં આવે તો તે એકટર ફરહાન અખ્તર સાથેની રિલેશનશિપને લઈને ચર્ચામાં આવી હતી.

ખબર તો ત્યાં સુધી આવી હતી કે, ફરહાન અને શ્રદ્ધા નજીક આવી જતા ફરહાનને તેની પત્ની અધુના સાથે 16 વર્ષના લગ્નજીવન બાદ તિરાડ પડી હતી. બંને 2017માં અલગ થઇ ગયા હતા.

શ્રદ્ધા કપૂર અને ફરહાન અખ્તરના સંબંધને લઈને ઘરવાળા ખુશ ના હતા. કહેવામાં તો એ પણ આવી રહ્યું છે કે, શક્તિ કપૂરે જબરદસ્તી શ્રદ્ધા કપૂરને તેના કથિત બોયફ્રેન્ડ ફરહાન અખ્તરના ઘરેથી બહાર કાઢી હતી.

આ ઘટનાના સાક્ષી ફરહાનના પાડોશી હતા. આ ઘટનાનો લોકો માટે ચોંકાવનારી હતી. શ્રદ્ધા કપૂરના પિતા અને માસી પદ્મિની કોલ્હાપુરી અચાનક જ ફરહાનના ઘરે પહોંચી ઝઘડો કર્યો હતો.

આ સમગ્ર ઘટના મીડિયામાં આવ્યા બાદ શક્તિ કપૂરે તેનો પક્ષ રાખ્યો હતો. શક્તિ કપૂરે કહ્યું હતું કે, જે પણ વાત છે તે ખોટી અને બકવાસ છે.

બીજા કોઈએ પણ મને આ વાત કરી હતી પરંતુ આ વાત પર વિશ્વાસ ના કરો. આ બધું જ ખોટું છે.

શક્તિ કપૂર શ્રદ્ધા કપૂર અને ફરહાન અખ્તરને લઈને કંઈ જ કહ્યું ના હતું પરંતુ બીજા બધા પર બધી વાત કરી હતી.

તે સમયે કહેવામાં આવી રહ્યું હતું કે, શક્તિ કપૂર તેની પુત્રીની પસંદગીથી ખુશ નથી. એક મીડિયા રિપોર્ટમાં તો એ પણ કહેવામાં આવ્યું હતું કે, શ્રદ્ધાના પેરેન્ટ્સને ફરહાન પસંદ નથી.

જણાવી દઈએ કે, શ્રદ્ધા અને ફરહાન અખ્તર ફિલ્મ ‘રોક ઓન-2’ ના સેટ પર એકબીજાથી નજીક આવ્યા હતા.

ફરહાન અખ્તર સિવાય શ્રદ્ધા કપૂરનું નામ શાહિદ કપૂર સાથે પણ જોડાયું હતું. વર્ષ 2014માં શાહિદ અને શ્રદ્ધાએ ફિલ્મન ‘હૈદર’ માં સાથે કામ કર્યું હતું.

બંનેના અફેરની ચર્ચા પણ કરવામાં આવી હતી. દર્શકોને બંનેની જોડી ઘણી પસંદ આવી હતી.આ ફિલ્મ હિટ રહી હતી.

આ સિવાય શ્રદ્ધા કપુરનું નામ આદિત્ય રોય કપૂર સાથે પણ જોડવામાં આવ્યું હતું. પરંતુ બંનેએ આ વાતનું ખંડન કર્યું હતું. શ્રદ્ધા અને આદિત્ય રોય કપૂરે ફિલ્મ ‘ઓકે જાનુ’ સાથે કરી હતી.

શ્રદ્ધાના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે વર્ષે બાહુબલી સ્ટાર પ્રભાસ સાથે ફિલ્મ સાહોમાં નજરે આવી હતી. આ ફિલ્મમાં શ્રદ્ધા દમદાર એક્શન સીન કરતી જોવા મળી હતી.

Author: thegujjurocks.in