બૉલીવુડ

ફિલ્મ ધડકનના આટલા વર્ષ પછી આજે ફરીથી છલકાયું શિલ્પા શેટ્ટીનું દર્દ,કહ્યું-આજે પણ ખરાબ લાગે છે જ્યારે…

90 ના દશકની બોલીવુડની સુંદર અદાકારા શિલ્પા શેટ્ટીએ પોતાની કારકિર્દીમાં એકથી એક શાનદાર ફિલ્મો આપી છે. તેની સુંદરતાના લોકો આજે પણ દીવાના છે. હાલ શિલ્પા શેટ્ટી ફિલ્મોથી દૂર છે પણ તે સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે અને રિયાલીટી શો પણ જજ કરે છે.

શિલ્પા પોતાની સુંદરતા, ફિટનેસ અને યોગા દ્વારા લોકો વચ્ચે ખુબ લોકપ્રિય બની ગઈ છે. જો કે લાંબા સમય પછી શિલ્પા ફિલ્મ ‘નિકમ્મા’માં જોવા મળશે. ફિલ્મમાં પરેશ રાવલ પણ ખાસ કિરદામાં હશે, જે શિલ્પાના પતિના કિરદારમાં હશે. અનલોક થતા જ શિલ્પાએ આ ફિલ્મની શૂટિંગ ફરીથી શરૂ કરી દીધી છે.

અન્ય કલાકારની જેમ શિલ્પાએ પણ શરૂઆતના દિવસોમાં ખુબ સંઘર્ષ કર્યા હતા. શિલ્પાની ફિલ્મ ધડકન તેની સુપરહિટ ફિલ્મોની લિસ્ટમાં શામિલ છે, ફિલ્મના ગીતોને પણ ખુબ પસંદ કરવામાં આવે છે. શિલ્પાએ એક ઇન્ટરવ્યૂમાં પોતાના સંઘર્ષ વિશે જણાવ્યું હતું.

શિલ્પાને તે સમયમાં લોકોના અને ફિલ્મ મેકર્સની જાત જાતની પ્રતિક્રિયાઓનો સામનો કરવો પડ્યો હતો. છતાં પણ તેણે ક્યારેય હાર ન માની અને પોતાને હંમેશા આગળ વધવા માટે પ્રેરિત કરી. શાહરુખ ખાન સાથે ફલ્મ બાજીગરમાં કામ કર્યા પછી તે રાતોરાત દરેકની પસંદ બની ગઈ હતી. જો કે એક બાબત એવી પણ છે કે જે શિલ્પાને આજે પણ ખુબ પરેશાન કરે છે.

શિલ્પાએ કહ્યું કે,”ધડકન ફિલ્મ તેની બેસ્ટ ફિલ્મોમાંની એક છે છતાં પણ તેને એ વાતનો આજે પણ અફસોસ હંમેશા રહેશે કે તેને આ ફિલ્મ માટે એકપણ એવોર્ડ નથી મળ્યો.

શિલ્પાએ કહ્યું કે, તે સમયે મારા બ્લોન્ડ વાળ હતા, આંખોમાં બ્લુ લેન્સ હતા અને લાલ લિપસ્ટિક લગાવતી હતી જે જે મારા પર ખુબ સુંદર લાગતી હતી. મને ધડનક અને ફિર મિલેંગે ફિલ્મો માટે એવોર્ડ મળવાની અપેક્ષા હતી પણ મને એવોર્ડ ન મળ્યો”.

શિલ્પાએ આગળ કહ્યું કે,”મને અફસોસ છે કે તે સમયે કોઈએ પણ મને એક બેસ્ટ અભિનેત્રીના સ્વરૂપે ન જોઈ. મે ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું પણ મારી કારકિર્દી એટલી પણ સફળ ન ચાલી, મને હંમેશાથી એ ખબર હતી કે હું તે સાચા રસ્તા પર જ ચાલી આવી છે અને આગળ પણ ચાલતી રહીશ. જો કે મને ઘણીવાર રિજેક્ટ કરવામાં પણ આવી હતી પણ મેં હિંમત ન હારી અને આ બધી બાબતોએ મને વધારે બેસ્ટ બનવા માટેની હિંમત આપી હતી”.

શિલ્પાએ મૂળ મુંબઈના લંડન બેસ્ડ બિઝનેસમૈન રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા છે. જેના પછી શિલ્પાએ દીકરા વિવાનને જન્મ આપ્યો હતો. 15 ફેબ્રુઆરી 2020 ના રોજ શિલ્પા સેરોગેસી ટેક્નિક દ્વારા ફરીથી માં બની હતી અને દીકરીનો જન્મ થયો હતો જેનું નામ શિલ્પાએ સમીશા રાખ્યું છે.

Author: TheGujjuRocks.in