જ્યોતિષ

2020 નવેમ્બરમાં શનિના ચંગુલમાંથી આ 4 રાશિઓના જાતકો મુક્ત થશે

2020ની શરૂઆતમાં લોકો વિચારતા હતા કે તેમનું આ વર્ષ કેવું જશે અને લોકો વિચારે છે કે આ વર્ષ તેમને માટે ફાયદાકારક રહેશે કે નુકશાનકારક. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે 2020 નવેમ્બરમાં ગ્રહોની સ્થિતિમાં કેટલાક બદલાવ આવવાના છે. આ વર્ષમાં શનિની સ્થિતિમાં બદલાવ જોવા મળશે. કેમ કે શનિ ધનુ રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે.

શનિના આ પરિવર્તનથી કેટલીક રાશિઓને ફાયદો થવાનો છે તો અમુક રાશિને તેનું નુકશાન પણ થશે. તો ચાલો જોઈએ શનિના રાશિ પરિવર્તનથી કઈ કઈ રાશિઓને ફાયદો થવાનો છે.

1. ધનુ:
હાલમાં શનિ ધનુ રાશિમાં છે. ધનુ રાશિમાંથી શનિ મકર રાશિમાં જવાથી આ રાશિના જાતકોની બીજા ચરણની સાડાસાતીનો અંત આવશે અને ઉતરતી સાડાસાતીનો આરંભ થશે. તેમના માટે વર્ષ 2020 ગયા વર્ષ કરતા ખુબ જ સારું રહેવાનું છે. આ પરિવર્તનથી તેમને માનસિક અને શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેમ છતાં પણ આ રાશિના જાતકોનો સારો સમય આવવાનો છે.

2. વૃશ્ચિક:
આ રાશિ પરિવર્તનથી વૃશ્ચિક રાશિના જાતકો શનિદેવના ચંગુલથી બહાર નીકળી જશે. તમે ગયા વર્ષોમાં જેટલી પણ મહેનત કરી છે તેનું સારું ફળ તમને મળવાનું શરુ થઇ જશે. આ રાશિના જાતકો માટે આ રાશિ પરિવર્તન જીવનમાં ખુશીઓ અને ઉન્નતિ લઈને આવશે. ખુશીઓ આવવાથી તમારા માનસિક તણાવમાં પણ ઘટાડો થશે.

3. વૃષભ:
વૃષભ રાશિના જાતકોને આ રાશિ પરિવર્તનના શુભ પ્રભાવો જોવા મળશે. આ રાશિના જાતકોને શનિના ક્રોધથી છુટકારો મળશે. તમારા જીવનમાં ચાલતી બધી જ સમસ્યાનો અંત આવશે. જીવનમાં સર્જાતી વિચિત્ર સ્થિતિ કાબુમાં આવશે.

4. કન્યા:
ગયા કેટલાક વર્ષોથી આ રાશિના જાતકો શનિદેવના ક્રોધ સામે ઝૂઝતા હતા. આ રાશિ પરિવર્તનથી આ રાશિના જાતકો પણ શનિ દેવના પ્રકોપથી મુક્ત થશે. તેની સાથે સાથે આ રાશિના જાતકોને તેમની મહેનતનું ફળ જલ્દી મળશે. આર્થિક લાભ થવાની શક્યતા છે. પરંતુ ઘરેલુ જીવનમાં થોડી તકલીફોનો સામનો કરવો પડશે.

આ રાશિઓ પર આ પરિવર્તનની ખરાબ અસર જોવા મળશે –
શનિનું મકર રાશિમાં આવવાથી કુંભ રાશિના જાતકોની સાડાસાતી શરુ થશે. સાથે સાથે મિથુન અને તુલા રાશિ પર શનિ દેવનો પ્રકોપ પડશે. આ ત્રણ રાશિઓનું આ વર્ષ ખુબ જ સંઘર્ષ ભર્યું રહેવાનું છે.

નીચે જય શનિદેવ જરૂર લખજો…!!!