બૉલીવુડ

કરીના કપૂર સાથેના સંબંધો પર સારાએ કહ્યું કઈંક આવું, જે મારા અબ્બુને ખુશ રાખશે એનાથી હું

ફિલ્મ કેદારનાથ અને સિમ્બાથી ઇન્ડસ્ટ્રીમાં પોતાની આગવી ઓળખ બનાવી ચુકેલી સારા અલી ખાન હાલમાં ખૂબ જ કોન્ફિડેન્ટ જોવા મળે છે. દરેક મુદ્દા પર પોતાની વાત આત્મવિશ્વાસથી કરે છે. સારા અલી ખાનની ફિલ્મ સિમ્બાએ 400 કરોડથી વધુ કમાણી કરી હતી.

એક ઇન્ટરવ્યૂમાં સારા અલી ખાને પોતાની સાવકી મા કરીના કપૂર સાથેના સંબંધોને લઈને ચોંકાવનારા ખુલાસાઓ કર્યા હતા. એક ચેટ શોમાં સારા અલી ખાનને તેની સાવકી મા કરીના કપૂર વિશે પૂછવામાં આવ્યું ત્યારે સારાએ પ્રેમથી સ્મિત આપીને કહ્યું હતું કે, – જો કામની વાત કરીએ તો તે હંમેશા કરીના કપૂરની પ્રશંસક રહી હતી. તેને કહ્યું કે તે અને બેબો સારા મિત્રો છે.

શ્રીદેવી પછી કરીનાની ફેન છું –

સારાએ એક મેગેઝીનને આપેલા ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે તે પોતાની સાવકી મા કરીનાની હંમેશાથી જ ફેન રહી છે. આટલું જ તેને કહ્યું કે ‘કભી ખુશી કભી ગમ’ની મારી સાવકી મા છે. શ્રીદેવી પછી જો હું કોઈની મોટી ફેન છું તો એ છે કરીના કપૂર ખાન.

જે મારા પપ્પાને ખુશ રાખશે એનાથી હું ખુશ રહીશ –

સારાએ વધુમાં કહ્યું હતું કે, ‘રહી વાત અમારા અંગત સંબંધોની વાત, તો હું હંમેશાથી જ એ વાતને લઈને સ્પષ્ટ હતી કે જે મારા પપ્પાને ખુશ રાખશે એનાથી હું ખુશ હોઈશ, ભલે ચાહે એ કોઈ પણ કેમ હોય. હું અને કરીના સારા મિત્રો છીએ અને અમારા વચ્ચે સારા સંબંધો છે.

Image source

મારા માટે આ બધું જ આસાન થઇ શક્યું કારણ કે મારી પાસે મા (અમૃતા સિંહ) છે જે મને હંમેશા સારું જ ફીલ કરાવે છે. માએ જ મને પપ્પાના કરીના સાથેના બીજા લગ્ન માટે તૈયાર કરી હતી.’

લવ આજકલ 2ના શૂટિંગમાં વ્યસ્ત

ફિલ્મોની વાત કરવામાં આવે તો સારા અલીખાન વરુણ ધવન સાથે ‘ફૂલી નંબર-1’ અને કાર્તિક આર્યન સાથે ‘લવ આજકાલ-2’ માં જોવા મળશે. થોડા સમય પહેલા કાર્તિક આર્યન અને સારાનો લવ આજકાલના શૂટિંગ દરમિયાનનો વિડીયો વાયરલ થયો હતો.

સારા અલીખાને બોલીવુડમાં ડેબ્યુ તો કેદારનાથથી કર્યું હતું, પરંતુ તેને પ્રસિદ્ધિ તો સિમ્બા ફિલ્મથી જ મળી હતી. સારા અલીખાનની સિમ્બાએ 400 કરોડથી વધુ કમાણી કરી હતી


કહેવામાં આવી રહ્યું હતું કે, સારા અલી ખાન અને કાર્તિક આર્યન એકબીજાને ડેટ કરી રહ્યા હતા. પરંતુ બંનેએ કરિયર ઉપર ધ્યાન આપવું હોય બંનેએ આ સંબંધનો અંત લાવી દીધો હતો. આ બાબતે સારા અલી ખાન અને કાર્તિક આર્યને કંઈ કહ્યું ના હતું.