જાણવા જેવું/ટીપ્સ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ‘ગોગી’એ નાની ઉંમરમાં ખરીદી લીધું આલીશાન ઘર, કયારેક જમીન પર સૂઈને પસાર કરતો હતો રાત

‘ગોગી’એ નાની ઉંમરમાં ખરીદી લીધું આલીશાન ઘર, જુઓ ભવ્ય તસ્વીરો

તમે ઘણા કલાકારોના સંઘર્ષની ચોંકાવનારી વાતો સાંભળી હશે. પરંતુ આજે અમે તમને એક એવા એક્ટર વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેણે પોતાની પ્રતિભાના જોરે નાની ઉંમરે જબરદસ્ત ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. ચુબ્બુલે, ક્યૂટ અને ગોકુલધામ સોસાયટીના સોસાયટીના લાડલા પુત્ર ગોગી વિષે કોણ નથી જાણતો? આ ખૂબ જ પ્રિય પંજાબી બાળકનું પાત્ર ભજવીને પ્રખ્યાત બનેલા એક્ટર સમય શાહના જીવનમાં ખૂબ સંઘર્ષ જોવા મળ્યો છે. જેનો ખુલાસો તેણે પોતે જ કર્યો હતો.

સપના કેટલા પણ મોટા હોય તે કયારેક તો પુરા થઇ જ જાય છે. સપના જોવાનો બધાને હક છે પરંતુ પુરા કરવા માટે એક સાહસ હિંમત, આત્મવિશ્વાસ જોઈએ. એક બાળ કલાકારે ખુદનું ઘર લેવાનું સપનું જોયું હતું. આ બાળકે મહેનત કરીને 1.5 કરોડનું ઘર ખરીદી તે નિશ્ચિત થઇ ગયો
હતો.
અમે વાત કરી રહ્યા છીએ પ્રખ્યાત કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કે ગોગી (ગોગી) એટલે કે એક્ટર સમય શાહ વિશે. ગોગી એટલે કે સમય શાહ એક એપિસોડના 8 હજાર જેટલી રકમ વસુલે છે.

નાના પડદાનો સૌથી ફેમસ અને ચર્ચિત શો ‘તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા’ માં ગોગીનો રોલ કરનાર સમય શાહએ 2017માં એક શાનદાર તેના ફ્લેટ ખરીદ્યો હતો.

મુંબઈના પોઝ એરિયામાં ૩ બીએચએકનો ફ્લેટ ખરીદ્યો હતો. જેની કિંમત જાણીને તમે પણ ચોંકી ઉઠશો. 19 વર્ષીય સમયે મુંબઈના પોઝ એરિયા બોરીવલીમાં 3 બીએચકેનો શાનદાર ફ્લેટ ખરીદ્યો હતો. થોડા સમય પહેલા પરિવારજનો સાથે ગૃહ પ્રવેશ કર્યો હતો.

સમય થોડા સમય પહેલા જ તેના માતા-પિતા સાથે નવા ફ્લેટમાં શિફ્ટ થઇ ગયો હતો. આ ફ્લેટની કિંમત 1.48 કરોડ બતાવવામાં આવી રહી છે. આ ફ્લેટ તેને 2016માં બુક કરાવ્યો હતો. સમય આ ઘરને લઈને ઘણો ઉત્સાહી હતો. સમયે જણાવ્યું હતું કે, આ ઘર ખરીદવાથી મને પણ થોડી પ્રાઈવર્સી મળી છે. ઘર ખરીદતા પહેલા હું જમીન પર સૂતો હતો.

જેના કારણે મારે ભારે તકલીફનો સામનો કરવો પડતો હતો. મારુ હંમેશાથી સપનું હતું કે, મારો ખુદનો બેડરૂમ અને વોર્ડરોબ હોય, ફાઈનલી મારુ સપનું પૂરું થઇ ગયું.સમયે વધુમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધી 2બીએચકેનો ફ્લેટ હતો. પરંતુ તેમાં 2 મોટી બાલ્કની હતી.

મારા માતા-પિતા પ્લાનિંગ કર્યું હતું કે, એક બાલ્કનીને બેડરૂમમાં કન્વર્ટ કરી નાખીએ. તેથી આ ઍપાર્ટમૅન્ટ 3 બીએચકેનો થઇ ગયો હતો. આ ફ્લેટ 1000 વર્ગફૂટમાં ફેલાયેલો છે. મારા માતાપિતા વાસ્તુ શાસ્ત્રમાં માને છે તેથી તેના હિસાબથી તેનું ઇન્ટિરિયર કરવામાં આવ્યું હતું. મારુ ઘર એવું જ છે જે મેં વિચાર્યું હતું.

જણાવી દઈએ કે, સમય તારક મહેતા કે ઉલ્ટા ચશ્મામાં ટપ્પુનો રોલ નિભાવેલ ભવ્ય ગાંધીનો માસીનો દીકરો છે. એક ટાઈમ એવો આવ્યો હતો કે, સમયે 10ની પરીક્ષા દરમિયાન પણ શૂટ કર્યું હતું. છતાં પણ તેને 82% આવ્યા હતા.

સમયના પરિવારની વાત કરવામાં આવે તો તેના પપ્પા રાજેશ સોનમલ શાહ, માતા નીમા શાહ આ સિવાય બન્ને બહેનો દીનલ અને પ્રિયંકા શાહ છે. શોની વાત કરવામાં આવે તો લોકડાઉનમાંબાદ અનલોક-1માં આ શો ફરી એકવાર શરૂ થવા જઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટની માનીએ તો આ સમયે આ શોમાં ઘણી સરપ્રાઈઝ જોવા મળશે.