બૉલીવુડ

સારાની હરકતો બાદ પૂર્વ પત્ની ઉપર ગુસ્સે થયો સૈફ અલી ખાન, લગાવી ફટકાર

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ કેસમાં સામે આવેલા ડ્રગ્સ કેસમાં ઘણા બધા બોલીવુડના સેલેબ્રિટીઓના નામ આવ્યા છે. જેમાંથી ઘણી અભિનેત્રીઓ પણ છે. તેમાંથી જ એક છે અભિનેત્રી સારા અલી ખાન. જે સૈફ અલી ખાનની પહેલી પત્ની અમૃતાની દીકરી છે. ડ્રગ્સ મામલામાં પોતાની દીકરી સારાનું નામ સાંભળીને સૈફ અલી ખાન ખુબ જ પરેશાન છે. જો કે તે પોતાની દીકરીની હરકતો સાંભળીને તેના ઉપર ખુબ જ ગુસ્સે પણ છે.

Image Source

સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાને સારા અલી ખાનની કોઈપણ પ્રકારની મદદ કરવાની ના પાડી દીધી છે અને પોતાની પત્ની કરીના અને દીકરા તૈમુરને લઈને તે દિલ્હી માટે રવાના થઇ ગયો છે. પરંતુ એવું કહેવાય છે ને કે લોહી લોહીને પોતાની તરફ ખેંચે છે. સૈફ અલી ખાને પોતાની દીકરી સારા માટે લીગલ ટિમ તૈયાર કરાવી છે. જે તેને યોગ્ય સલાહ આપવામાં સહયોગ કરશે.

Image Source

ખબરોનું માનીએ તો પોતાની દીકરીની હરકતો વિશે જાણીને સૈફ અલી ખાને પોતાની પૂર્વ પત્ની અમૃતાને જોરદાર ફટકાર લગાવી છે. એવું એટલા માટે કારણ કે અમૃતા પોતાની દીકરીના બધા જ નિર્ણયો જાતે લે છે. અહીંયા સુધી કે સારાના કેરિયર સાથે જોડાયેલા નિર્ણયો પાછળ પણ અમૃતાનો જ હાથ હોય છે.

Image Source

જોવામાં આવે તો સૈફ પોતાની પૂર્વ પત્નીના બાળકોને પણ ખુબ જ પ્રેમ કરે છે. સૈફને જયારે સારા અને સુશાંતના અફેર વિશે ખબર પડી હતી ત્યારે પણ સૈફ ખુબ જ ગુસ્સે થયો હતો. એટલું જ નહીં દીકરીના પ્રેમના કારણે તેને સુશાંત સિંહ રાજપૂતને તેની દીકરી સારાથી દૂર રહેવાની પણ સલાહ આપી દીધી હતી.

Image Source

તમને જણાવી દઈએ કે ડ્રગ્સ કેસમાં થોડા દિવસ પહેલા સારાને એનસીબીએ સમન્સ મોકલ્યું હતું અને લગભગ 4 કલાક સુધી પુછપરછ કરી હતી. આ દરમિયાન સારાએ ડ્રગ્સ લેવાની વાતથી ઇન્કાર કર્યો હતો. ફક્ત સિગરેટ પીવાની વાત કાબુલી હતી.