ન્યુઝ

ખુશખબરી: આ મહિનામાં કોવિડની રસી મુકાશે માર્કેટમાં, વાંચો આપણા મિત્ર દેશ બહાર પડી રહ્યો છે રસી

કોરોનાના કેસમાં ધરખમ વધારો થયો છે વિશ્વના બધી જ દેશો કોરોએ વેક્સીન બનાવવામાં લાગેલા છે. આ વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે. રૂસે કોરોનાની રસી બનાવવામાં બાજી મારી લીધી છે.

Image source

રુસની સચેનોવ યુનિવર્સિટીએ કોરોનાની રસી તૈયાર કર્યાનો દાવો કર્યો છે.આ વેક્સીનના તમામ ટ્રાયલ સફળ પણ થયા છે. જો સચેનોવ વિશ્વવિદ્યાલયનો દાવો સાચો સાબિત થાય તો કોરોનની રસી બનાવનારો દુનિયામાં પહેલો દેશ બનશે. આ સાથે જ દાવો કર્યો છે છે કે બધું જ બરાબર હશે તો કોરોનાની રસી સપ્ટેમ્બરમાં માર્કેટમાં આવી જશે.

Image source

આ રસીનું નામ Gam-COVID-Vac Lyo રાખ્યું છે. આ સાથે જ દાવો કર્યો છે કે કોરોનાની આ રસી લગાડવાથી અંદાજે 2 વર્ષ સુધી કોરોનાનું સંકટ ટળશે.

Image source

જણાવી દઈએ કે, જે વ્યક્તિઓ પર આ રસીનું પરિક્ષણ કરવામાં આવ્યુ હતું તેમને 20 જુલાઈના રોજ બુધવારે રજા આપી દેવામાં આવશે. 15 જુલાઈના રોજ અંતિમ ટ્રાયલ પુરુ થઈ જશે. સ્વયંસેવકોમાં 10 સ્વાસ્થ્યકર્મી હતા. તેમજ 50 લોકો તો નોકરીયાત છે.

Image source

રુસની ફાર્મા કંપની આર ફાર્માએ કોરોનાની સારવાર માટે એક નવી દવા તૈયાર કરી છે. આ એન્ટી વાયરલ દવાનું નામ કોરોનાવિર(Coronavir) રાખવામાં આવ્યું છે. ક્લીનિકલ ટ્રાયલ બાદ તેનો દર્દીઓ માટે ઉપયોગ થશે. આ દવા વાયરસના કાઉન્ટને વધતા રોકી રહી છે.