જિંદગી

પોતાના પાર્ટનર સાથે સારી રીતે સુવાની અને પૂરતી ઊંઘ મેળવવાની બેસ્ટ ટિપ્સ: દરેક રાત બનશે ખાસ

રાત્રે ધમાલ મચાવી હોય તો જાણો ટિપ્સ

રાત્રે જયારે માણસ જયારે સુઈ જાય ત્યારે તેને ખુબ જ શાંતિનો અનુભવ થયો હોય છે. પરંતુ ઘણા લોકોને સારી રીતે ઊંઘ નથી આવતી. ઊંઘવા માટે ઘણા પ્રયત્નો કરતા હોવા છતાં પણ સારી ઊંઘ આવવી એ કિસ્મતની વાત સમજે છે અને એમાં પણ લગ્ન જીવનથી બંધાયેલા કપલ માટે ખાસ, લગ્નના શરૂઆતના દિવસોમાં તો થોડા સમય સુધી રોમાન્સના કારણે યોગ્ય ઊંઘ લઇ શકાય છે પરંતુ થોડા વર્ષો બાદ માત્ર સાથે સુતા હોઈએ છીએ, પણ ઊંઘ બરાબર આવતી નથી ત્યારે આજે અમે તમને એવી ટિપ્સ જણાવીશું જેના દ્વારા તમે પણ શાંતિથી સુઈ શકશો અને તમારું પાર્ટનર પણ ખુશીથી સુઈ શકશે.

Image Source

1. લેપટોપ મોબાઈલ દૂર રાખી એકબીજાને સમય આપો:
આજે સમય આધુનિક છે અને મોબાઈલ અને લેપટોપ આપણને દુનિયાની નજીક લઇ જતા હોય છે, પરંતુ જો તમે તમારા પાર્ટનરને ખુશ રાખવા માંગતા હોય તો બેડરૂમની અંદર કામ વગર મોબાઈલ અને લેપટોપનો ઉપયોગ ટાળવાનું રાખો અને પોતાના પાર્ટનરને ભરપૂર સમય આપો. જેના દ્વારા તમને અને તમારા પાર્ટનરને પણ ખુશી મળશે અને આ ખુશી જ તમારી સારી ઊંઘનું કારણ બનશે.

Image Source

2. બેડરૂમનો માહોલ રોમાન્ટિક રાખો:
બેડરૂમની અંદર જયારે તમે પોતાના પાર્ટનર સાથે એકલા હોય ત્યારે તામ્ર મૂડને પણ રોમાન્ટિક રાખો, જેના કારણેવાતાવરણ પણ રોમાન્ટિક બનશે, આ દરમિયાન પોતાના પાર્ટનર સાથે થોડો રોમાન્સ પણ કરો જેના કારણે તમારા હોર્મોન્સ રિલીઝ થશે અને એ સારી ઊંઘ લાવવામાં મદદ પણ કરશે.

Image Source

3. ગાદલા અને બ્લેન્કેટ યોગ્ય રાખો:
બેડરૂમની અંદર ગાદલા આરામ દાયક રાખવા જેના કારણે સારી ઊંઘ લઇ શકાય, સાથે બ્લૅન્કટ પણ એવો રાખવો જે બંને સારી રીતે ઓઢી શકે, નહિ તો ઊંઘ આવવા છતાં પણ બ્લેકન્ટની ખેંચતાણમાં ઊંઘ ખરાબ થઇ શકે છે.

Image Source

4. સેક્સ સારી ઊંઘ લાવી શકે છે:
રોમાન્સ સાથે બેડરૂમની અંદરના વાતાવરણને બદલો અને પોતાના પાર્ટનરને સેક્સ માટે ઉત્સાહિત કરો. એકબીજા સાથે પ્રેમ ભરેલી વાતો કરો અને એ તમારી નજીક આવે એવા પ્રયત્નો કરો. સેક્સ કરવાના કારણે તમે સારી ઊંઘ મેળવી શકો છો.

Image Source

5. એકબીજાને ભેટીને સુવાની આદત રાખો:
એકબીજાને હગ કરવાથી માનસિક તાણ ઓછી થતી હોય છે માટે પોતાના પાર્ટનર સાથે સૂતી વખતે એકબીજાને હળવું આલિંગન આપવાનું રાખો. તેનાથી તમારું પાર્ટનર રિલેક્સ અનુભવશે અને સારી ઊંઘ પણ મેળવી શકશે.

Image Source

6. સ્નાન અને બ્રશ કરીને સુવાની આદત કેળવો:
રાત્રે સુતા વખતે હંમેશા સ્નાન અને બ્રશ કરવાની આદત પણ કેળવો જેના કારણે તમને પણ ફ્રેશનેશ અનુભવાશે અને તમારું પાર્ટનર પણ તમારી નજીક આવી શકશે, જો થઇ શકે તો રાત્રે પણ રૂમની અંદર રૂમ સ્પ્રે લગાવો જેના કારણે વાતાવરણ રોમાન્ટિક બનેલું રહે.

Exit mobile version