બૉલીવુડ

પટનામાં FIR રજીસ્ટર થતા રિયાએ સુપ્રીમ કોર્ટમાં એવી માંગ ઉઠાવી કે જાણીને ચોંકી જશો

સુપ્રીમ કોર્ટમાં રિયાએ એવી વાત કહી કે સુશાંતના પિતાને દુઃખ પહોંચશે

સુશાંત સિંહના મામલામાં અભિનેત્રી રિયા ચક્રવર્તીની અરજીનો વિરોધ કરવા માટે બિહાર સરકારે પણ સુપ્રીમ કોર્ટમાં કૈવિએટ દાખલ કરી દીધી છે. તેની પહેલા સુશાંતના પિતા કે કે સિંહે પણ મામલામાં પોતાનો પક્ષ રાખવા માટે કૈવિએટ દાખલ કરાવ્યું હતું. રિયાએ પટનામાં પોતાના વિરુદ્ધ દર્જ એફઆઇઆરને કાનૂની રીતે અમાન્ય જણાવતા, તેને મુંબઈ ટ્રાન્સફર કરવાની માંગ સુપ્રિમ કોર્ટને કરી છે.

રિયાના તરફથી સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં (યાચિકા)માં તેણે કહ્યું કે તે એક વર્ષથી સુશાંત સાથે લિવ ઈન રિલેશનમાં રહેતી હતી. 8 જૂનના રોજ તે સુશાંતના ઘરેથી સાંતાક્રુઝમાં પોતાના ઘરે ચાલી ગઈ હતી. સુશાંત ડિપ્રેશનના દર્દી હતા. 14 જૂનના રોજ તેણે બાંદ્રા સ્થિત પોતાના ફ્લેટમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે રિયા સુશાંતને ખુબ જ પ્રેમ કરતી હતી. તે પોતે જ આ ઘટનાથી ખુબ જ દુઃખી અને ચિંતિત હતી. તેણે 16 જુલાઈના રોજ એક ટ્વીટ કરીને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને પ્રાર્થના કરી કે તે આ મામલાની જાંચ સીબીઆઈ ને સોંપી દે. પણ સોશિયલ મીડિયા પર લોકો તેના પર જ આરોપ લગાવી રહ્યા છે, અને લાલચી કહેવામાં આવી. તેના ચરિત્ર પર સવાલ ઉઠાવવામાં આવ્યા, તેને એક હત્યારીન કહેવામાં આવ્યું. આ સિવાય તેનો બળાત્કાર અને મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી. આ પ્રકારની ધમકીના વિરુદ્ધ તેણે મુંબઈના સાંતાક્રુઝ થાણેમાં રિપોર્ટ દર્જ કરાવી છે.

બિહાર સરકાર અને સુશાંતના પિતાએ પોતાની અરજીમાં પક્ષકાર બનાવતા રિયાને કહ્યું કે સુશાંતના મૃત્યુ પછી મુંબઈ પોલીસે સીઆરપીસી ની ધારા 174 ના આધારે જાંચ શરૂ કરી દીધી છે. રિયાએ બાંદ્રા વેસ્ટ હિલ રોડ થાણેમાં જઈને પોતાનું મંતવ્ય દર્જ કરાવ્યું. પણ સુશાંતના પિતાએ 25 જુલાઈના રોજ પટનાના રાજીવ નગર થાણેમાં તેના વિરુદ્ધ આઈપીસીની ધારા 341, 342, 380, 406, 306, 506 અને 120 ના આધારે એફઆરઆઈ દર્જ કરાવી નાખી. તેની ઉપર સુશાંતની સાથે ધોખાઘડી કરવા, ધમકાવવા, અને આત્મહત્યા માટે ઉક્સાવવા જેવા આરોપો લગાવવામાં આવ્યા.

પોતાને 2012 થી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય બતાવનારી રિયાની અરજીમાં પટનામાં દર્જ થયેલી એફઆરઇને કાનૂની સ્વરૂપે અમાન્ય જણાવી છે. કહેવામાં આવ્યું કે સીઆરપીસીની ધારા 177 માં પ્રાવાધન છે કે જે મજિસ્ટ્રેટના અધિકારમાં આવનારા સેંટરમાં કોઈ ઘટના થઇ છે, તે જ તેની જાંચ કરાવી શકે છે અને મુકદ્દમો ચલાવી શકે છે.

સીઆરપીસી ની ધારા 156 માં લખ્યું છે કે તે મજિસ્ટ્રેટના અધિકાર ક્ષેત્રમાં આવતા થાણેમાં જ મામલાની એફઆરઆઈ દર્જ થઇ શકે છે. જે ન આધારે ન તો એડિશનલ ચીફ જ્યુડીશયલ માજિસ્ટ્રેટ 3, પટના સદર અને ન તો પટના ના રાજીવ નગર થાણેની પોલીસ આ મામલાની જાંચમાં કોઈ અધિકાર બને છે. ઘટનાની જાંચ મુંબઈના બાંદ્રા વેસ્ટ થાણેની પોલીસ કરી શકે છે અને તેઓને રિપોર્ટ એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મજિસ્ટ્રેટ,બાંદ્રાને આપવાની રહેશે.

અરજીમાં એ પણ કહેવામાં આવ્યું છે કે જેવી રીતે પટનામાં રિયાના વિરુદ્ધ એફઆઇઆર દર્જ કરાવવામાં આવી છે, તેનાથી એ સ્પષ્ટ છે કે સુશાંતના પિતાનો ત્યાં ખુબ મોટો પ્રભાવ છે. એવામાં બિહારમાં નીષ્પક્ષ જાંચની અપેક્ષા પણ ન કરી શકાય. આ તમામ બાબતો દ્વારા રિયાના તરફથી એ માંગ કરવામાં આવી છે કે સુપ્રીમ કોર્ટ સીઆરપીસીની ધારા 406 ના આધારે પટનામાં દર્જ એફઆઈઆરને મુંબઈ ટ્રાન્સફર કરવાનો આદેશ આપે.

સુપ્રીમ કોર્ટમાં આ મામલાની સુનવણીની તારીખ નક્કી થઇ નથી, પણ એ સ્પષ્ટ થઇ ગયું છે કે રિયાની અરજી પર કોર્ટ કોઈપણ આદેશ બિહાર સરકાર અને સુશાંતના પિતાનો પક્ષ સાંભળ્યા વગર નહિ આપે.

Author: TheGujjuRocks.in