બૉલીવુડ

‘રિયા નક્કી કરતી હતી કે કોનો ફોન ઉઠાવશે સુશાંત, આત્મહત્યા મજબૂરીમાં કરી હશે’ જાણો કોણે એવો ધડાકો કર્યો

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યાના મામલામાં પિતા કે કે સિંહે અભિનેત્રી રિયા ચક્રવર્તી પર આરોપ લગાવ્યા છે અને FIR દર્જ કરાવ્યા પછી હવે એક નવી વાત સામે આવી છે.

મીડિયા સાથે ઇન્ટરવ્યૂમાં સુભાષ ઝા એ ઘણા ખુલાસાઓ કર્યા હતા અને જણાવ્યું હતું કે કેવી રીતે સુશાંત, રિયાના જીવનમાં આવ્યા પછી બદલાઈ ગયા હતા.


સુભાષ ઝા એ કહ્યું હતું કે-રિયાના આવ્યા પછી સુશાંત પુરી રીતે બદલાઈ ગયા હતા. દોઢ-બે વર્ષમાં જાણે કે તે એકલા થઇ ગયા હતા જો કે તેની પહેલા તે એકદમ ખુશનુમા અને બિંદાસ હતા.

તેમણે આગળ કહ્યું કે-બે વર્ષથી રિયાની સાથે રિલેશનમાં સુશાંત એકદમ બદલાઈ ગયા હતા. તેની અસર તેની ફિલ્મી કારકિર્દી પર પણ પડી, ઘણી ફિલ્મો તેણે છોડી પણ દીધી હતી.જ્યા સુધી રિયાને ફિલ્મોમાં લેવાની શર્તની વાત છે તો તેને લઈને ઇન્ડસ્ટ્રીમાં ઘણી વાતો થઇ પણ તેની કોઈ સાબિતી અમારી પાસે નથી.

ખાસ વાત એ પણ છે કે સુશાંતનો ફોન રિયા કે અટેન્ડ કરતી હતી, તે કોની સાથે વાત કરશે તે કદાચ રિયા જ નક્કી કરતી હતી.આ હત્યા નથી, જો કે આત્મહત્યા કરે એવા સુશાંત ન હતા. કોઈ એવી વાત જરૂર થઇ છે જેનાથી સુશાંત મજબૂર થઇ ગયા હશે.

સુભાષે કહ્યું કે મુંબઈ પોલીસ જે સુશાંતને ઓળખતા પણ ન હતા તેની પણ પુછ-તાછ કરી રહી હતી.એ ક્રિટીકને પણ બોલાવવામાં આવ્યા હતા કેમ કે તેણે નકારાત્મક લખ્યું હતું, જેનો આ કેસ સાથે કોઈ જ સંબંધ નથી’.

દર્જ કરાવેલી FIR માં રિયા અને તેનો પરિવાર પણ શામિલ છે. મહેશ ભટ્ટ દરેકની મદદ કરે છે અને તેમાં જ તે ફસાઈ ગયા. તેમાં ઇન્ડસ્ટ્રીના અન્ય કોઈ લોકો શામિલ નથી.

મુંબઈ પોલીસ આટલા સમયથી જાંચ કરી રહી હતી પણ રિયા વિશે તેઓને કોઈ જ જાણકારી ન થઇ જો કે ઇન્ડસ્ટ્રીમાં દરેક લોકો જાણતા હતા. CBI જાંચની જરૂર નથી. પટના પોલીસ યોગ્ય દિશામાં જાંચ કરી રહી છે, મુંબઈ પોલીસ તેઓને પણ પૂછતાછ કરી રહી હતી જેની સુશાંત સાથે મુલાકાત થઇ હોય.

બોલીવુડમાં બદલાવને લઈને સુભાષે કહ્યું કે-સુશાંતથી ઉભરાયેલી આ ચળવળથી ઇન્ડસ્ટ્રી સાફ થશે કેમ કે અમુક પ્રોડક્શન હાઉસ એટલા પાવરફુલ થઇ ગયા હતા કે આર્ટિસ્ટ માટે એવો કોન્ટ્રાકટ બનાવતા હતા કે તે 6 થી 7 વર્ષ સુધી બીજે ક્યાંય કામ કરી શકતા ન હતા. હવે બહારના આર્ટિસ્ટ માટે એક સારું વાતાવરણ મળશે.

Author: TheGujjuRocks.in