બૉલીવુડ

બોલિવૂડમાં રીનાનો કોઈ ગોડફાધર ન હતો, એવામાં ડિરેક્ટરે એની લાચારીનો જોરદાર ઉઠાવ્યો ફાયદો…

બોલિવૂડમાં 70ના દાયકામાં એક હિરોઇન એવી આવી હતી જેણે તે સમયની ટોચની હિરોઇનોને કડક ટક્કર આપી હતી. સુંદરતા અને અભિનયને કારણે તેણે બોલિવૂડમાં ઘણી હિટ ફિલ્મો આપી. આ પ્રખ્યાત અભિનેત્રી રીના રોય હતી. રીના રોય લાંબા સમયથી બોલિવૂડથી દૂર છે પરંતુ ક્યારેક-કયારે કોઈ ઇવેન્ટમાં દેખાઈ જાય છે.

Image Source

એમ તો પોતાના જમાનાની પ્રખ્યાત અભિનેત્રી રીના રોયને લગતા ઘણા કિસ્સા પ્રખ્યાત છે અને એ જ કારણે એ હંમેશા ચર્ચાઓમાં રહે છે. મુસ્લિમ પિતા અને હિન્દૂ માતાની સંતાન રીના રોયના માતા અને પિતાનું નામ ભાગ્યે જ કોઈ જાણતું હશે.

Image Source

તેમના પિતાએ તેમની માતાને ત્રિપલ તલાક કહીને વળતર આપ્યા વિના પીછો છોડાવી લીધો હતો. ત્યારે ચાર બાળકોની માતા અને ચારેય ભાઈ બહેનોમાં મોટી રીના રોય પર આ બધાની જ જવાબદારી આવી ગઈ.

Image Source

જો કે રીના બધા કરતા મોટી હતી અને સમજદાર હતી એને પિતાની બેપરવાહીથી દુઃખી થઈને ખાન અટક હટાવી લીધી અને પરિવારનું પેટ ભરવાનું માના એકલીના હાથમાં ન હતું. એટલે રીનાને કામની સખત જરૂર હતી.

Image Source

રીના રોયને બોલિવૂડમાં એન્ટ્રી કરવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. એવામાં રીના દરેક નાના-મોટા રોલ કરવા માટે તૈયાર હતી. રીના રોયની આ મજબૂરીનો એક ડિરેક્ટર ફાયદો ઉઠાવ્યો. રીના રોયે પોતાની કારકિર્દીની શરૂઆત 1972માં ફિલ્મ જરૂરત સાથે કરી હતી.

Image Source

બીઆર ઈશારાના નિર્દેશનમાં બાલઇ આ ફિલ્મનું નામ ‘જરૂરત’ હતું. આ ફિલ્મમાં ન માત્ર સેમી ન્યૂડ સીન કરવાના હતા, પણ ઘણા ઇન્ટિમેટ સીન પણ હતા. એ સમયે આવા રોલ કરવા માટે કોઈ જ રાજી ન હતું. રીના નવી હતી, એને કામની શોધ હતી. એને આ ફિલ્મ સાઈન કરી લીધી. એક રીતે રીનાની ‘જરૂરત’ જ એમની મજબૂરી હતી.

Image Source

આ ફિલ્મ 1972માં રિલીઝ થઇ હતી. એમાં ઘણા સીન તો એવા હતા કે જે સ્ક્રીપ્ટમાં પણ ન હતા. આની રિલીઝ બાદ રીનાને પોતાની પહેલી ફિલ્મથી એક ટેગ મળી ગયું – ‘જરૂરત ગર્લ’. ફિલ્મ જરૂરતની વાર્તા રીનાના અસલ જીવનથી ઘણા અંશે મળતી આવતી હતી.

Image Source

ફિલ્મની વાર્તા એક છોકરીની આસપાસ ફરે છે, જે ગામથી શહેર આવે છે, જેની જરૂરત નોકરી અને પૈસા હોય છે… કઈંક એવું જ એ સમયે રીનાના અસલ જીવનમાં પણ હતું. પણ જેમ કે બોલિવૂડમાં રીનાનો કોઈ પણ ગોડફાધર ન હતો, એવામાં ડિરેક્ટરે તેની લાચારીનો ફાયદો ઉઠાવ્યો હતો.

Image Source

ભરપૂર બોલ્ડ અને સેમી ન્યૂડ સીન બાદ પણ રીના રોયની આ ફિલ્મ દર્શકોને પસંદ આવી ન હતી. આ પછી 1973માં તેમની ફિલ્મ જૈસે કો તૈસા આવી હતી, આ ફિલ્મનું સંગીત ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં તેમની ઓપોઝીટ જીતેન્દ્ર હતા.

આ ફિલ્મનું ગીત અબ કે સેવન મેં જી જલે ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું. પણ રીનાની પહેલી ફિલ્મથી જે ઇમેજ બની હતી, એનાથી છુટકારો મેળવવો મુશ્કેલ હતો. જૈસે કો તૈસા ફિલ્મ હિટ થયા બાદ પણ ફિલ્મકાર એમની પાસે એવા જ રોલ લઈને આવ્યા હતા, જે એ કરવા માંગતી નહોતી. પોતાની કારકિર્દીની શરૂઆતમાં રીના રોયે ઘણી બી ગ્રેડ ફિલ્મો કરી હતી.

Image Source

આખરે એમને એવી ફિલ્મ મળી જ ગઈ કે જે તેમની કારકિર્દીમાં ટ્રેનિંગ પોઇન્ટ સાબિત થઇ. ફિલ્મ હતી કાલીચરણ. 1976માં આવેલી આ ફિલ્મમાં તેમની વિરુદ્ધ એ સમયના માનીતા અભિનેતા શત્રુઘ્ન સિંહા હતા. ફિલ્મ કાલીચરણથી રીના-શત્રુઘ્નની જોડી પ્રસિદ્ધ થઇ ગઈ જે સતત જારી રહી.

Image Source

આ દરમ્યાન બંને પ્રેમમાં પડયા પણ હાય રે નસીબ, રીનાનો ભૂતકાળ બંનેના સંબંધોના આડે આવી ગયો. આ દરમ્યાન શત્રુઘ્નએ અચાનક જ પૂનમ સિંહા સાથે લગ્ન કરી લીધા અને લવ-કૃષ્ણે જન્મ પણ આપી દીધો.

Image Source

જો કે લગ્ન બાદ પણ શત્રુઘ્ન અને રીનાનો પ્રેમ ચાલુ રહ્યો અને પૂનમે પોતાના જેઠને પોતાના પતિની ફરિયાદ કરી ત્યારે શત્રુઘ્નએ રીનાને અધવચ્ચે છોડી દીધી. આને કારણે રીનાએ ફિલ્મો તો ચાલુ જ રાખી પણ પોતાના ભૂતકાળથી પીછો છોડાવી ન શકી અને અંતે એ જ કર્યું જે આલોચનાને કાબેલ હતું.

Image Source

રીના રોયે અચાનક જ પાકિસ્તાની કિકેટર મોહસીન ખાન સાથે લગ્ન કરી લીધા અને ફિલ્મો છોડી દીધી, પણ કેટલાક વર્ષોમાં જ બંનેના છૂટાછેડા થઇ ગયા અને તેમની દીકરીને મોહસીન પાકિસ્તાન લઇ ગયા. મોહસીનના બીજા લગ્ન પર રીનાની દીકરીને વાપસી મળી અને આજે એ મોટી થઇ ગઈ છે.

Author: thegujjurocks.in