ન્યુઝ

RBI એ કર્યું મોટું એલાન લોન-EMI ભરતા ગ્રાહકો માટે ઘરે સીરો બનાવાય એવી ખુશખબરી આપી…જલ્દી જાણો

હાલ કોરોના જેવી મહામારી ચાલી રહી છે. જેને કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનને કારણે અર્થતંત્રમાં ભારે ફટકો પડયો છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા(RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે પ્રેસ કોન્ફોરન્સ કરી. તેમાં રેપો રેટમાં 0.40 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે.

Image source

કોરોનાના લોકડાઉન બાદથી આ ત્રીજી વખત આરબીઆઈએ રાહતની જાહેરાત કરી છે. સૌપ્રથમ 27મી માર્ચ અને ત્યારબાદ 17મી એપ્રિલના રોજ RBIએ કેટલાંય પ્રકારની રાહતોની જાહેરાત કરી હતી. જેમાં EMI મોરાટોરિયમ જેવી મોટી જાહેરાત કરાઇ હતી. બીજી વખત RBI એ NABARD, SIDBI અને NHBને 50000 કરોડ રૂપિયાનું રીફાઇનાન્સિંગ કરવાની જોગવાઇ કરી હતી.

રેપો રેટ ઘટાડવાને કારણે 4.40 ટકાથી ઘટીને 4 ટકા થઈ જશે. જ્યારે રિવર્સ રેટ 3.75 ટકાથી ઘટાડીને 3.35 ટકા કરવામાં આવ્યો છે. લોનના હપ્તા ચૂકવવામાં છૂટનો સમય વધુ 3 મહિના લંબાવવામાં આવ્યો છે. ઓગસ્ટ સુધી આ ફાયદો મળતો રહેશે. મોનિટરી પોલીસી કમિટીના 6માંથી 5 સભ્યોએ રેપો રેટ ઘટાડવાના પક્ષમાં વોટ કર્યો હતો. કમિટીની બેઠક 3 જૂનથી થવાની હતી, પરંતુ તેને પહેલા જ કરવામાં આવી.

વ્યાજનો દર પણ 0.40 ટકા ઓછો કરવામાં આવ્યો છે. આ ઘટાડા સાથે વ્યાદ દર 4.40 ટકાથી ઘટીને હવે 4 ટકા થઈ ગયો છે. આમ, જેમની હાલ લોન ચાલતી હોય તે લોકોને પણ મોટી રાહત મળશે. જોકે, તેનો સંપૂર્ણ આધાર રેપો રેટમાં થયેલા ઘટાડાનો કેટલા ટકા ઘટાડો બેંકો ગ્રાહકોને આપે છે તેના પર રહેશે.

Image source

કડાઉનને કારણે ભારતીય અર્થતંત્રને ગંભીર ફટકો મળશે અને જીડીપી ગ્રોથ રેટ નેગેટિવ થશે તેવા રિપોર્ટ્સને ફગાવી દેતાં આરબીઆઈના ગવર્નરે નાણાંકીય વર્ષ 2020-21ના મધ્યભાગ સુધીમાં અર્થતંત્ર પાટે ચઢી જશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી. ફુગાવા અંગે આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસગુપ્તાએ જણાવ્યું હતું કે હાલ તે અનિશ્ચિતતાભર્યો રહેશે, અને ઓક્ટોબર બાદ તે હળવો થઈ શકે છે.

Image source

RBIએ EMI ભરવામાંથી અપાયેલી છૂટને વધુ ત્રણ મહિના લંબાવતા બેંકે શેર્સમાં જોરદાર કડાકો બોલાયો હતો. આરબીઆઈના ગવર્નરની જાહેરાત સાથે જ શેરબજાર પડવાનું શરુ થયું હતું.

Author: thegujjurocks.in