બળત્કારની ઘણી ઘટનાઓ આપણે સાંભળી છે, અને આ માત્ર આપણા દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ આવી ઘટનાઓ બનતી હોય છે, આજે તમને એક એવી જ ઘટનાની વાત કરવાના છીએ. જેમાં એક યુવતીના લગ્નના દિવસે જ નીચે લગ્નની પાર્ટી ચાલી રહી હતી અને એ યુવતી સાથે ઉપરના રૂમમાં તેનો પતિ જ તેનો બળત્કાર કરી રહ્યો હતો.

તમને આ વાત જાણીને એમ લાગશે કે પતિ દ્વારા જ કેવી રીતે બળાત્કાર કરવામાં આવ્યો પરંતુ આ યુવતીના લગ્ન તેની મરજીથી કરવામાં નહોતા આવ્યા. ઇંગ્લેન્ડના ટેસ્કો કાર પાર્કિંગમાંથી એક દિવસ બપોરના તેને કિડનેપ કરવામાં આવી હતી. તેના લગ્ન કિડનેપ કરવામાં આવેલી ગેંગના જ એક સદસ્ય સાથે કરવામાં આવ્યા હતા. ત એ 12 વર્ષ સુધી કેદમાં રહી. આ યુવતીની કહાનીને “ચાઈલ્ડ ગ્રૂમિંગ”ની સૌથી ડરવાની અને દર્દનાક ઘટના જણાવવામાં આવી રહી છે.
લગ્નના ફોટોગ્રાફ પડાવીને થોડી જ મિનિટો બાદ તે યુવતીને તેના બેડરૂમમાં લઇ જવામાં આવી, અને તેના જ પતિએ તેની સાથે બળાત્કાર કર્યો, તેના પતિને પણ તે યુવતીએ અડધા કલાક પહેલા જ જોયો હતો.
15 વર્ષની ઉંમરમાં જ એ યુવતીને કિડનેપ કરવામાં આવી હતી, આ સમયે તે કોલેજમાં અભ્યાસ કરી રહી હતી.

આ યુવતીનું યૌન ઉત્પીડન લાંબા સમયથી ચાલી રહ્યું હતું, પરંતુ તેને ક્યાંયથી કોઈપણ પ્રકારની મદદ મળી રહી નહોતી. પરિવારજનો જયારે તેમની દીકરીના ખોવાવાની ફરિયાદ લખાવવા માટે પોલીસ સ્ટેશન ગયા ત્યારે પોલીસે પણ મિસિંગ રિપોર્ટ લખવાની ના પાડી દીધી હતી.
આ યુવતીની માતાએ જણાવ્યું કે: “પોલીસે અમને કહ્યું કે થોડા દિવસ માટે એમ જ છોડી દો. તે પોતાની જાતે જ ઘરે પાછી આવી જશે, પરંતુ તે ક્યારેય પાછી ના આવી.”

સ્ટ્રીટ ગ્રૂમિંગ ગેંગ સૌ પ્રથમ વખત 2010માં સામે આવી હતી. આ કૌભાંડ બહાર આવતાં 5 વર્ષ પહેલા તે યુવતીનું અપહરણ કરાયું હતું. આ દરમિયાન યુવતીને ખૂબ ત્રાસ સહન કરવો પડ્યો. ગેંગે તેને સંપૂર્ણ રીતે પોતાના પર નિર્ભર રહેવાની ફરજ પાડી. તેઓએ તેને જુદા જુદા મકાનોમાં છુપાવી રાખી અને મોબાઇલ અથવા કમ્પ્યુટરથી પણ દૂર રાખી. તેને નિયંત્રિત કરવા માટે ઘણી વખત તેની ઉપર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો, માર મારવામાં આવ્યો હતો અને ઘણી હાઈ ડોઝ વાળી દવાઓ પણ આપવામાં આવી હતી.
એક રિપોર્ટ પ્રમાણે આ યુવતીનું 8 વખત એબોર્શન કરવામાં આવ્યું હતું, જેમાંથી 5 NHSના જ એક ડોકટરે કર્યું, અને બીજા એબોર્શન રોડની પાછળ ચાલી રહેલા ક્લિનિકમાં કરાવવામાં આવ્યા હતા.
આ બ્રિટીશ છોકરીને અરબીમાં કુરાન વાંચવાનું શીખવવામાં આવ્યું હતું. તેને ફક્ત ઉર્દૂ અને પંજાબીમાં જ બોલવાની છૂટ હતી. તેને રોજ હિજાબ પહેરવા, રસોઇ કરવા, સફાઈ કરવા અને કપડા ઈસ્ત્રી કરવા જેવી બાબતો કરવા માટે મજબુર કરવામાં આવી હતી.
તે યુવતી થોડા વર્ષે પહેલા કોઈક રીતે ગેંગની પકડમાંથી છટકી શકી હતી. તેને જણાવ્યું કે, “જ્યારે હું ટીનેજ હતી ત્યારે મારું જીવન સંપૂર્ણપણે ગેંગસ્ટરના નિયંત્રણમાં હતું.” પોલીસ અને સમાજ સેવા દ્વારા તે યુવતીને એક ગુપ્ત જગ્યાએ છુપાવવામાં આવી છે જ્યાંથી તેને પ્રથમ વખત મીડિયાને ઇન્ટરવ્યૂ આપ્યો હતો.