ન્યુઝ

સાવરકુંડલામાં માનવતાને શર્મસાર કરે એવું કૃત્ય ફોઈએ કર્યું, ભત્રીજીને બે ભાણેજો સાથે રૂમમાં પુરી દુષ્કર્મ આચરી વિડીયો પણ બનાવ્યો

સાવરકુંડલામાં સંબંધો પર કલંક:, વિકૃત ફોઇએ ભત્રીજીને બે ભાણેજો સાથે રૂમમાં પુરી અને…

આજના સમયમાં કયા સંબંધો ઉપ્પર વિશ્વાસ કરવો એજ કોઈને સમજાઈ નથી રહ્યું, લોહીના સંબંધોમાં પણ હવે તો વિશ્વાસ નથી બેસતો, કોણ ક્યારે કેવું નીકળે તે કોઈને નથી ખબર, આવી જ એક ઘટના સાવરકુંડલાના ભમ્મર ગામમાં બની છે, જેમાં સગી ફોઈ દ્વારા જ પોતાની ભત્રીજી સાથે દુષ્કર્મ આચરવામાં આવતું હતું અને તેનો વિડીયો પણ બનાવવામાં આવતો હતો.

Image Source

પ્રાપ્ત માહિતી અનુસાર સાવરકુંડલાના ભમ્મર ગામની એક મહિલા પોતાની ભત્રીજીને ચાર મહિના પહેલા નવા કપડાં લઈ આપવાની લાલચ આપીને પોતાના ઘરે લઇ આવી હતી, અને પોતાના ઘરે લાવીને તેની સાથે દુષ્કર્મ આચરવાનું શરૂ કર્યું હતું.

Image Source

આ મહિલાએ આંબરડી ગામે રહેતા માસીના બે દીકરાઓને પણ પોતાના ઘરે બોલાવ્યા હતા અને તે બંને દીકરાઓ સાથે તેમની ભત્રીજીને એક રૂમમાં બંધ કરી દેતા તે લોકોએ છરીના જોર ઉપર બળાત્કાર ગુજાર્યો હતો, સાથે તે યુવતીના બીભત્સ ફોટા અને વિડીયો પણ પોતાના મોબાઈલમાં લઇ લીધા હતા.

Image Source

આ ઘટના અંગે યુવતીના પિતાને જાણ થતા તેમને પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, પોલીસે પણ ત્વરિત કાર્યવાહી હાથ ધરીને મહિલા સાથે બંને યુવકોની પણ ધરપકડ કરી હતી.

Author: thegujjurocks.in