ન્યુઝ

નાનકડાં પ્યારા ભાઈની અંતિમ યાત્રામાં રણધીર કપૂરની હાલત થઇ ગઈ દયનીય, જોઈ પણ નહોતા શકતા

વેટરનલ એક્ટર રિશી કપૂરની અસ્થિનું મુંબઇ ખાતે આવેલા બાણગંગામાં વિસર્જિત કરવામાં આવ્યા છે. દેશમાં લોકડાઉનના કારણે કપૂર પરિવાર અસ્થિ વિસર્જીત કરવા હરિદ્વાર ન જઇ શક્યાં. દીકરા રણબીર કપૂરે પિતાની અસ્થિનું વિસર્જન કર્યું. અસ્થિ વિસર્જનમાં રણબીર કપૂર, રિધિમા કપૂર સહાની, નીતુ કપૂરની સાથે ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ અને રણબીરનો બેસ્ટ ફ્રેન્ડ અયાન મુખર્જી હાજર રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, 30 એપ્રિલના રોજ કેન્સરથી પીડાતા રિશી કપૂરનું નિધન થયું છે. રિશી કપૂર મુંબઇ એચએન ફાઉન્ડેશન હોસ્પિટલમાં એડમીટ હતા.

રણબીર કપૂરે પૂરા વિધિ વિધાન સાથે પિતાના અસ્થિનું વિસર્જન કર્યું હતું. અસ્થિ વિસર્જનના સમયે ત્યાં ઘણા પંડિતો પણ હાજર રહ્યાં હતા. સંપૂર્ણ મંત્રો-ઉચ્ચાર સાથે રિશી કપૂરની અંતિમ વિધિ પૂર્ણ થઇ હતી. ઉપરાંત અહીં એક પૂજાનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.

રિશી અને નીતુ કપૂરની દીકરી રિધિમા કપૂર સહાની પિતાના અંતિમ સંસ્કારમાં પહોંચી શકી ન હતી. સરકાર દ્વારા તેને દિલ્હીથી મુંબઇ આવાની છુટ તો મળી ગઇ હતી, પણ બાય રોડ આવતા રિધિમાને સમય લાગ્યો હતો. પરંતુ પિતાના અસ્થિ વિસર્જનમાં તે પરિવાર સાથે હાજર રહી હતી.

રિશી કપૂરની પ્રાર્થના સભા તેમના ઘરે જ રાખવામાં આવી હતી. લોકડાઉનના કારણે કુલ 6 સભ્યોની હાજરીમાં જ પ્રાર્થના સભાનું આયોજન રાખ્યું હતું. તાજેતરમાં જ રણબીર કપૂર સાથે નીતુ કપૂરનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

આ ફોટોમાં રિશી કપૂરના ફોટો પર ફૂલો ચઢાવેલા છે અને રણબીર-નીતુ કપૂર રિશી કપૂરના ફોટોની બાજુમાં બેઠા છે. નીતુએ સફેદ રંગનો ડ્રેસ પહેર્યો છે. ત્યાં રણબીરે નારંગી રંગનો કુર્તો પહેર્યો છે. તે સાથે માંથા પર પાઘડી બાંધેલી છે. નોંધનીય છે કે પ્રાર્થના સભા મુંબઇના બાંદ્રાના પાલી હિલ ખાતે આવેલા ઘરે રાખવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

Actor ઋષિ કપૂરે 30 એપ્રિલના લ્યુકેમિયાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઋષિ કપૂર રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં પોતાનો અંતિમ શ્વાસ લોધો હતો. હોસ્પિટલથી ઋષિ કપૂરના મૃતદેહને સીધો સ્મશાન ઘાટ લઈ જવામાં આવ્યું હતું.

લગભગ 24 જણાની હાજરીમાં તેમને મુતદેહને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. રણબીરે હોસ્પિટમાં જ અંતિમ વિધિ પુરી કરી હતી. અંતિમ વિધિની કેટલીક તસ્વીરો સોશ્યિલ મીડિઆ પર વાયરલ થઇ હતી.જણાવી દઈએ કે, અંતિમ શ્વાસ લેતા પહેલા ઋષિ કપૂરે રણબીરને પોતાની પાસે ICUમાં બોલાવ્યો હતો. તેમને રણબીરને પોતાને પાસે બેસાડીને વાતો કરી હતી આ સમયે તેમની પત્ની નીતુ કપૂર પણ ત્યાં હાજર હતી. એક રિપોર્ટ અનુસાર ઋષિ કપૂરના શરીરના ભાગ એક એક કરીને કામ કરતા બંધ થતા હતા, ત્યારે નીતુ અને રણબીર ત્યાં ખુબ જ ભાવુક થઇ ગયા હતા અને બંનેએ એકબીજાને સાંભળ્યા હતા. ઋષિ કપૂરનું મોત થતા જ બંને પોતાના હોશ ઉડી ગયા હતા. પિતાના નિધનની ખબર રણબીરે પોતાની બહેન રિધિમાને આપી હતી. ઋષિ કપૂરને પોતાની દીકરી સાથે ખુબ જ લગાવ હતો રિધિમાં પણ થોડા થોડા સમયે તેને પિતાને મળવા આવતી હતી. રિદ્ધિમાંને પિતાના સમાચાર આપતા વખતે રણબીર ખુબ જ રડતો હતા પછી માતા નીતુએ તેમને ખુબ જ મુશ્કેલીથી સંભાળ્યા હતા.

ઋષિ કપુરએ ન્યુયોર્કમાં સારવાર કરાવ્યા પછી 2019માં બધાને જણાવ્યું કે તમને કેન્સર હતું અને હવે તે ઠીક છે. આ વર્ષમાં ફેબ્રુઆરી પછી તેઓ વારંવાર બીમાર પડતા હતા. હાલમાં જ તેમને કેન્સર રિલેપ્સની ચર્ચો પણ સામે આવી હતી.ઋષિ કપૂર લ્યુકેમિયા નામના કેન્સરથી જુજતા હતા આ એક પ્રકારનું બ્લડ કેન્સર હોય છે. આ કેન્સરમાં શરીરની સફેદ રંગની કોશિકાઓની સંખ્યા અચાનક જ વધવા લાગે છે. અને તેને આકારમાં પણ પરિવર્તને આવે છે. ડોક્ટરોનું માનવું છે કે આ એવી બીમારી છે તે વારંવાર ઉથલો મારે છે.

ઋષિ કપૂરના અંતિમ સમયની વિધિ વખતે અભિષેક બચ્ચ ખાસ હાજર રહ્યો હતો. તેને પોતાના મિત્રને આ દુઃખના સમયે એ ક્ષણ પણ સાથ ન હતો છોડ્યો એટલું જ નહિ પણ અભિષેકે તેના મિત્રના પિતાની અર્થીઓને સહારો પણ આપ્યો હતો. આ ઉપરાંત કરીના કપૂર, અનિલ અંબાણી, રીમા જૈન, મનીજ જૈન, અનીશ જૈન, અયાન મુખર્જી જેવા બીજા કેટલાક કલાકારો પણ ત્યાં હાજર હતા.

3 વાગ્યે અંતિમ સંસ્કાર થયું હતું અને દીકરી રિદ્ધિમા પહોંચી શકી નહીં. પોલીસ વધુ રાહ જોઈ શકે તેમ નહોતું જેના કારણે દીકરી વિના જ અંતિમ સંસ્કારની વિધિ કરી નાખી. ઋષિ કપૂર મૃત્યુ પામતા પહેલા પાકિસ્તાન ફરવા માંગતા હતા. તે માટે તેને વિઝાની માંગ પણ કરી હતી. આ વાત બહુ જૂની નથી. નવેમ્બર 2017માં તેને આ ઈચ્છા સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી હતી. આ બાદ તેની તબિયત સતત લથડતી જતી હતી. લગભગ 1 વર્ષ સુધી તેનો ન્યુયોર્કમાં ઈલાજ ચાલ્યો હતો. જણાવી દઈએ કે, 12 નવેમ્બર 2017ના રોજ ઋષિ કપૂરે એક ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટમાં ઋષિ કપુરે કહ્યું હતું કે, હું 65 વર્ષનો છું. મરતા પહેલા પાકિસ્તાન જોવા માંગુ છું. હું ઇચ્છુ છું કે, મારા બાળકો આપણી ધરોહર જોવે. બસ આટલું કરાવી દો. જય માતા જી.