બૉલીવુડ

આલિયા ભટ્ટ છે રણબીરની 8માં નંબરની પ્રેમિકા, કપડાંની જેમ બદલે છે ગર્લફ્રેન્ડ, જુઓ આખું લિસ્ટ

38 વર્ષનો રણબીર કપડાની જેમ છોકરીયો બદલાવે છે, આ રહ્યું ગર્લફ્રેન્ડ નું લિસ્ટ

બોલીવુડમાં ઘણા બધા અભિનેતાઓ અને અભિનેત્રીઓ એવા હોય છે જેમની લવ લાઈફ ખુબ જ અટપટી રહેતી હોય છે. તેમના જીવનમાં કોઈ એક વ્યક્તિ ક્યારેય ટકી રહેતું નથી. એવો જ એક અભિનેતા છે રણબીર કપૂર. જે કપડાંની જેમ ગર્લફ્રેન્ડ બદલે છે. તેની એક બે નહિ પરંતુ 8-8 ગર્લફ્રેન્ડ રહી ચુકી છે. ચાલો જોઈએ આખું લિસ્ટ, કોણ કોણ છે શામિલ.

Image Source

1. અવંતિકા મલિક:
નાના પડદા ઉપર “જસ્ટ મોહબ્બત”માં બાળ કલાકાર તરીકે જોવા મળેલી અભિનેત્રી અવંતિકા મલિક અને રણબીર 5 વર્ષ સુધી રિલેશનમાં રહી ચુક્યા છે. તે બંનેનું બ્રેકઅપ થયા બાદ અવંતિકાએ આમિર ખાનના ભાણા ઇમરાન ખાન સાથે નિકાહ કરી લીધા.

Image Source

2. સોનમ કપૂર:
સોનમ કપૂર અને રણબીર કપૂરની લવ સ્ટોરી “બ્લેક” ફિલ્મથી શરુ થઇ જેમાં બંને આસીટન્ટ ડાયરેક્ટર હતા. ત્યારબાદ બંનેએ “સાંવરિયા” ફિલ્મથી ડેબ્યુ પણ કર્યું, પરંતુ આ લવ સ્ટોરી લાંબુ ચાલી શકી નહીં.

Image Source

3. પ્રિયંકા ચોપડા:
રણબીર અને દેશી ગર્લ પ્રિયંકા ચોપડાનું પ્રેમ પ્રકરણ “અનજાના અનજાની” ફિલ્મથી શરૂ થઇ. અને થોડા  જ સમયમાં બ્રેકઅપ પણ થઇ ગયું તે છતાં બંને એકબીજાના મિત્રો બનીને રહ્યા.

Image Source

4. દીપિકા પાદુકોણ:
દીપિકા અને રણબીર વર્ષ 2008માં એકબીજાને ડેટ કરી રહ્યા હતા. દીપિકા રણવીરના પ્રેમમાં ખુબ જ પાગલ હતી. તેને તો રણબીરના નામનું ટેટુ પણ કરાવી લીધું હતું. પરંતુ આ દરમિયાન જ રણબીરનું દિલ કૈટરીના ઉપર આવ્યું અને બંનેનું બ્રેકઅપ થઇ ગયું.

Image Source

5. કૈટરીના કેફ:
“અજબ પ્રેમ કી ગજબ કહાની” ફિલ્મથી કૈટરીના અને રણબીર નજીક આવ્યા જેના કારણે રણબીરે દીપિકાને પણ છોડી દીધી, પરંતુ આ બંનેનો પ્રેમ પણ લાબું ચાલ્યો નહીં અને 2016માં તેમનું બ્રેકઅપ થઇ ગયું.

Image Source

6. નરગીસ ફાખરી:
ફિલ્મ “રોકસ્ટાર”ના શૂટિંગ દરમિયાન નરગીસ અને રણબીરના પ્રેમની ચર્ચાઓ ખુબ જ સાંભળવા મળી હતી. પરંતુ ફિલ્મ પડદા ઉપર આવી અને તે બંનેના પ્રેમનો પણ ઘ એન્ડ આવી ગયો.

Image Source

7. માહિરા ખાન:
બોલીવુડની જ નહીં પરંતુ રણબીરનું નામ પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન સાથે પણ આવ્યું હતું. તે બંને સાથે સ્મોક કરતા જોવા મળ્યા હતા. પરંતુ હજુ એ વાતની પાક્કી ખાતરી નથી થઇ કે બંને રિલેશનમાં હતા.

Image Source

8. આલિયા ભટ્ટ:
હાલમાં રણબીર અને આલિયાની લવ સ્ટોરીની ચર્ચાઓ ખુબ જ ચાલી રહેલી જોવા મળે છે. એવી પણ ચર્ચાઓ ચાલે છે કે તે બંને બહુ જ જલ્દી લગ્ન પણ કરવાના છે.

રણબીરનું નામ આ ઉપરાંત જેકલીન ફર્નાન્ડિસ, નોરા ફતેહી અને અમિષા પટેલ જેવી અભિનેત્રીઓ સાથે પણ જોડાઈ ચૂક્યું છે.