ન્યુઝ

હોસ્ટેલમાં રહી બ્યુટીપાર્લરનો કોર્ષ કરતી યુવતીને થઇ ગયો પરણિત પુરુષ સાથે પ્રેમ, આવ્યું ચોંકવાનારું પરિણામ

યુવતી સાથે પરણિત મર્દે માણ્યું શરીરસુખ, આવ્યું ચોંકવાનારું પરિણામ

આજના સમયમાં પ્રેમ કોને? ક્યાં? અને ક્યારે? થઇ જાય એ કોઈ નથી જાણતું, અવાર નવાર સોશિયલ મીડિયા અને સમાચારમાં પ્રેમ પ્રસંગોમાં છેતરામણી થઇ હોવાનું સામે આવે છે. જેના ગંભીર પરિણામો પણ આપણે જોયા છે.

ત્યારે હાલમાં જ એક એવી ખબર રાજકોટથી આવી રહી છે. જ્યાં હોસ્ટેલમાં રહીને બ્યુટી પાર્લરનો કોર્ષ કરતી એક યુવતીને એક પરણિત યુવકે પોતાના પ્રેમ જાળમાં ફસાવી પોતાની શારીરિક ભૂખ સંતોષવા માટે લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતું, ત્યારબાદ યુવતી ગર્ભવતી થતા, યુવકે લગ્ન ના કરતા સમગ્ર ઘટના પોલીસ સ્ટેશન સુધી જઈ પહોંચી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટમાં રહેતા બે બાળકોના પિતાએ હોસ્ટેલમાં રહીને બ્યુટી પાર્લરનો કોર્ષ કરતી એક યુવતીને પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી. છેલ્લા દોઢ વર્ષથી તે યુવતીને લગ્નની લાલચ આપી રહ્યો હતો. પોતે પરણિત હોવાનું પણ તેને યુવતી સમક્ષ કબુલ્યું હતું અને ટૂંક સમયમાં જ લગ્ન કરી લેવાની લાલચ આપીને રાજકોટની જ કેટલીક હોટેલમાં લઈ જઈને શરીર સુખ માણ્યું હતું.

Image Source

યુવતીએ પહેલા આ બાબતે શારીરિક સંબંધો બાંધવાની ના કહી હતી. પરંતુ તે પુરુષે તેને લગ્નની લાલચ આપીને પોતાના શબ્દોની જાળમાં ફસાવી સંબંધો બાંધ્યા હતા. અવાર-નવાર અલગ અલગ હોટેલમાં જઈને તે પુરુષ યુવતી સાથે શરીર સુખ માણતો રહ્યો.

થોડા સમય બાદ યુવતી ગર્ભવતી બની. ત્યારબાદ યુવતીએ તે પુરુષને લગ્ન માટેનું કહ્યું, પરંતુ યુવકે થોડા સમયમાં જ લગ્ન કરી લઈશું તેવી ખોટી હૈયા ધારણા આપતો રહ્યો. આ દરમિયાન જ બંનેએ હોસ્પિટલમાં જઈને સોનોગ્રાફી કરાવી એ દરમિયાન યુવતીના ગર્ભમાં 6 માસનું બાળક હતું. યુવતીએ એ સમયે પણ લગ્ન માટે જણાવ્યું પરંતુ યુવકે હજુ થોડી રાહ જોવા માટેનું બહાનું જ બનાવ્યું.

યુવતીના પરિવારજનોને પણ તેમની દીકરી ગર્ભવતી છે તે વાતની જાણ થતા તેમને તેને ઘર બહાર ધકેલી મૂકી હતી અને ત્યારબાદ યુવતી એકલી જ રહેવા લાગી હતી. યુવતીએ તે પુરુષને લગ્ન માટે દબાણ કર્યું, વારંવાર મેસેજ પણ કર્યા તે છતાં તે પુરુષ દ્વારા કોઈ પગલાં ના ભરતા યુવતીએ તે પુરુષ સાથે ઝગડો કર્યો હતો.

Image Source

અગાઉ આ યુવતીએ માનસિક તણાવમાં આવીને ઝેરી દવા પી આત્મહત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ યુવતીએ પોતાના પેટમાં રહેલા 8 માસના ગર્ભ સાથે ડિવિઝન પોલીસ મથકે પુરુષ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તે પરણિત યુવકના ઘરે જઈને તપાસ કરી હતી પરંતુ પુરુષ ભાગી છૂટ્યો હતો.