એવું ઘણીવાર થયું છે કે બૉલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ પોતાના અંદાદજી દરેકને ચોંકાવી દીધા હોય.પાર્ટી હોય કે ઇવેન્ટ,તેની ફેશન સેન્સ હંમેશા અલગ જ રહી છે.પ્રિયંકાનો દરેક અવતાર માત્ર તેના દેશી જ નહિ પણ વિદેશી ફેન્સને પણ ખુબ પસંદ આવે છે.

બૉલીવુડ દેશી ગર્લ પ્રિયંકા હાલના દિવસોમાં ચર્ચાનો વિષય બનેલી છે.દરેક રોજ તેના એકથી એક શાનદાર અવતાર જોવા મળે છે અને તે સોશિયલ મીડિયા પર ખુબ લોકપ્રિય પણ બની રહ્યા છે. હાલમાં જ પ્રિયંકાએ ઈનસ્ટાઇલ મેગેઝીન ના જુલાઈ 2019 ઈશ્યુ કવર પેજ માટે ફોટોશૂટ કરાવ્યું છે જેમાં તેનો બોલ્ડ અંદાજ જોવા મળ્યો છે.
મેગેઝીનના કવર પેજ માટે પ્રિયંકાએ ડિઝાઈનર તરુણ તહિલિયાનીની ડિઝાઈનર ગોલ્ડન શિમરી સાડી કંઈક અલગ જ અંદાજથી પહેરી રાખી હતી. જેમાં તે એકદમ બોલ્ડ અવતારમાં દેખાઈ રહી હતી.ન્યૂડ મેકઅપની સાથે તેણે પોતાના વાળને ખુલ્લા રાખ્યા હતા.

આ સાડીની સાથે તેમણે બ્લાઉઝ પહેર્યુ ન હતું અને બેકલેસ પોઝ આપતી નજરમાં આવી રહી હતી. તેનું આ ફોટોશૂટ અને વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાઇરલ થઈ રહ્યા છે. જો કે તેના આ અવતારની લોકોએ આલોચના કરવાનું શરૂ કરી દીધું હતું.

કદાચ યુઝર્સને પ્રિયંકાનો આ બૈકલેસ અવતાર પસંદમાં આવ્યો ન હતો. જેને લીધે ફેન્સે જાત જાતની કમેન્ટ્સ કરવાનું શરૂ કરી દીધુ હતું.
જ્યારે બીજા શુટના દરમિયાન દેશી ગર્લ પ્રિયંકાએ ડિઝાઈનર સબ્યસાચી મુખર્જીની ડિઝાઇન કરેલી રફ્ફલ સાડી પહેરી હતી જેની સાથે તેણે Bengal tiger motif બેલ્ટ લગાવી રાખ્યો હતો.
જ્યારે અન્ય એક તસ્વીરમાં પ્રિયંકાએ Fendiની સફેદ રંગનું એમ્બ્રોડરી વન પીસ પહેર્યુ હતું, જેમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી હતી.જયારે અન્ય ફોટોશૂટમાં પ્રિયંકાએ ડિઝાઈનર તારું તહિલિયાનના ડિઝાઈનર કરેલા હેવી એમ્બ્રોડરી લહેંગાની સાથે ક્રોપ શર્ટ સ્ટાઇલ બ્લાઉઝ પહેરી રાખ્યું હતું, જેની સાથે તેણે લાંબો નેકલેસ પહેર્યો હતો અને ડાર્ક શેડ લિપસ્ટિકથી પોતાના લુકને પૂર્ણ કર્યો હતો.
જુઓ વિડીયો…
દેશી ગર્લ પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. પ્રિયંકા ચોપરા અને તેના પતિ નિક જોનાસનાઈ તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે. હાલમાં જ પ્રિયંકા ચોપરાની એક તસ્વીર હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે. આ પહેલા પ્રિયંકા ચોપરાના બિકીની લુકની તસ્વીર વાઇરલ થઇ રહી છે.
આવો જોઈએ દેશી ગર્લનો બિકીની અંદાજ

એક્ટ્ર્રેસ પ્રિયંકા ચોપરા અને અમરિકન સિંગર અને એક્ટર નિક જોનાસ હંમેશા ચર્ચામાં રહે છે.બન્ને તેના કામના વ્યસ્ત હોવા છતાં પણ સમય કાઢી લે છે.ત્યારે હાલમાં તો પ્રિયંકા અને જોનાસ પેરિસમાં જોનાસના લગ્નમાં છે. દરરોજ સોશિયલ મીડિયામાં તસવીરો વાયરલ થતી રહે છે.

પ્રિયંકાના કામની વાત કરવામાં આવે તો પ્રિયંકાએ ફરહાન અખ્તર અને ઝાયરા વસીમ સાથે સોનાલી બોસની ફિલ્મ’ધ શકાય ઇઝ પિંક’નું શૂટિંગ પૂર્ણ કર્યું છે.

થોડા દિવસ પહેલા જ પ્રિયંકા કામના સિલસિલામાં મુંબઈ આવી હતી. લગભગ અઠવાડિયા બાદ દેશી ગર્લ ફરી સાસરામાં પહોંચી ગઈ હતી. પ્રિયંકા છેલ્લે વર્ષ 2015માં બાઝીરાવ મસ્તાનીમાં દેખાઈ હતી.

નિક જોનસની વાત કરવામાં આવે તો તેને પણ સોશિયલ મીડિયા પર તેની આગામી ફિલ્મ ‘મીડ વે’નો લુક શેર કર્યો છે.
Author: thegujjurocks.in