ન્યુઝ

શું ખરેખર કતારની રાજકુમારી બ્રિટેનની હોટેલમાં 7 પુરુષો સાથે સંબંધ બાંધતા પકડાઈ ગઈ? વાંચો શું છે સત્ય

સોશિયલ મીડિયા ઉપર એક છાપાનું કટિંગ હાલમાં ખુબ જ વાયરલ થઇ રહ્યું છે જેની ડિનર એવો આર્ટિકલ છપાયેલો છે કે કતારની રાજકુમારી શેખા સલ્વા બ્રિટેનની એક હોટેલની અંદર સાત લોકો સાથે સંબંધ બનાવતા પકડાઈ ગઈ છે.

સાથે એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે કતાર સરકારે આ ખબરને દબાવવા માટે 50 કરોડ યુરો એટલે કે લગભગ 4090 કરોડ રૂપિયા આપવાનું પણ કહ્યું પરંતુ સમાચાર એજન્સીએ આ ઓફર પણ ઠુકરાવી દીધી છે.

Image Source

કતારની આ રાજકુમારી ભાજપ અને આરએસએસ માટેના તીખા રવૈયાને લઈને પણ ઓળખાય છે. જેના વિષે પણ સોશિયલ મીડિયામાં ઘણા લોકોએ પેપરની એ ખબરના કટિંગ સાથેનો એક ફોટો પણ પોસ્ટ કર્યો છે.

આ ખબર હલનની નથી પરંતુ 4 વર્ષ પહેલાની એટલે કે વર્ષ 2016ની છે. પરંતુ આ ખબરે એકવાર ફરી માથું ઊંચક્યું છે. અને ત્યારે જ આ વાત સાબિત થઇ ગઈ હતી કે આ સમગ્ર ઘટના ફર્જી છે.

એક મીડિયા રિપોર્ટ પ્રમાણે જે મહિલાને શેખા સલ્વા જણાવવામાં આવી રહી છે તે મહિલા યુએઈની મહિલા વ્યવસાયી આલિયા અબ્દુલ્લા અલ-મજરૂઈ છે અને એ છાપામાં લાગેલી એ તસ્વીર પણ તેની જ છે. આ બંનેના ચહેરા મળતા આવે છે.

આ બાબતે અલ અરબી ટીવીમાં કામ કરનાર વેરિફાઇડ એકાઉન્ટ યુઝર્સ યાસીન અલ અરબીએ પણ પોતાના ટ્વીટર ઉપર 28 ઓગસ્ટ 2016ના રોજ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે જે મહિલાની તસ્વીરને કતારની રાજકુમારી જણાવવામાં આવી રહી છે તે દુબઈની કંપનીની ચીફ ઓપરેટિંગ ઓફિસર છે.

આ હકીકત સૌ ખોટી હતી અને સામે આવ્યું કે ફાઇનૅન્શિયલ ટાઇમ્સે કતારની રાજકુમારીના પકડાઈ જવાનો કોઈ રિપોર્ટ પબ્લિશ નથી કર્યો, કે ના કતાર સરકારે કોઈ અખબારને ખબર દબાવવા માટે 50 કરોડ યુરો આપવાની ઓફર કરી હતી. આજ અફવા આજથી 4 વરહ પહેલા પણ ઉડી હતી અને ઘણા મીડિયાએ આ અફવાનો પર્દાફાશ પણ કર્યો હતો.

Author: thegujjurocks.in