અજબ ગજબ

કેવી રીતે થાય છે પોસ્ટમોર્ટમ ? જેના વિશે ઘણા લોકો નહિ જાણતા હોય, વાંચો કાળજું કંપાવી દે તેવી હકીકત

કોઇપ્ણ વ્યક્તિનું અકાળે મૃત્યુ થતા તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે, આપણે સૌ જાણીએ છીએ કે પોસ્ટમોર્ટમ એટલા માટે કરવામાં આવે છે કે મૃત વ્યક્તિના મૃત્યુનું સાચું કારણ જાણી શકાય પરંતુ બીજી ઘણી એવી બાબતો છે પોસ્ટમોર્ટમ વિશે જે આપણને હજુ પણ ખબર નહિ હોય, જેને વાંચવાથી જ કાળજું કંપી ઉઠે, આજે અમે એવી જ કેટલીક હકીકતો તમને જણાવવા જઈ રહ્યા છે જે વાંચીને તમારું હૈયું પણ કંપી ઉઠશે.

અમદાવાદની હોસ્પિટલના એક વ્યક્તિ બાબુભાઇ સીતાપરાએ પોતાના જીવનના અનુભવો વ્યક્ત કરતા પોસ્ટમોર્ટમની ભયાનકતા વિશે જણાવ્યું હતું, તેઓ વર્ષોથી પોસ્ટમોર્ટમ કરવાનું કામ કરે છે. તેમના જણાવ્યા અનુસાર જો કોઈ સામાન્ય વ્યક્તિ લાશને જોઈ લે તો તે ત્યાં જ બેભાન પણ થઇ શકે છે. બાબુભાઈએ પોતાના જીવનમાં કરેલા કેટલાક ખાસ પોસ્ટમોર્ટમની એક ડાયરી પણ બનાવી છે. જેની હકીકતો ખરેખર ચોંકાવનારી છે.

તેમને પોતાના પહેલા પોસ્ટમોર્ટમ વિશે જણાવતા કહ્યું હતું કે: જયારે તેમને પહેલું પોસ્ટમોર્ટમ કર્યું હતું ત્યારે રાજકોટ પાસે સૂકા કુવામાં એક લાશ પડી હતી, લાશ લગભગ 8 દિવસ જૂની હતી, અને એ લાશમાં જીવડાં પણ વળગી ગયા હતા, પોસ્ટમોર્ટમ તો દૂર રહ્યું પરંતુ તે લાશને જોઈને તેમને કેટલાય દિવસથી સારી રીતે જમવાનું પણ મન નહોતું થયું. તે જયારે જમવા માટે બેસ્ટ ત્યારે તેમની આંખો સામે જ એ લાશ આવીને ઉભી રહેતી હતી. પોલીસ એ લાશને એમ્બ્યુલન્સ મારફતે લાવી હતી અને સીધી જ તેને પોસ્ટમોર્ટમ રૂમની અંદર લાવવામાં આવી હતી. જયારે તેમને લાશ ઉપરથી કપડું હટાવ્યું ત્યારે જોયું તો લાશને માથું જ નહોતું, આ તેમના માટે ખુબ જ ભયાનક ઘટના હતી.

Image Source

તેમને જયારે આ પહેલું પોસ્ટમોર્ટમ કર્યું ત્યારે તેમના હાથ પગ કંપી રહ્યા હતા. જેને તે આજે પણ નથી ભૂલી શકતા, અને ત્યારથી લઈને આજસુધીના તેમના અનુભવો તેઓ એક ડાયરીમાં નોંધતા આવ્યા છે.

આ સિવાય પણ તેમને બીજા ઘણા અનુભવો ડાયરીમાં નોંધ્યા છે જેમાં સૌથી હેરાની વાળો અનુભવ કચ્છથી અમદાવાદ જતી એક મિનિબસનો ગમખ્વાર અકસ્માત હતો,જેમાં 18 લોકોના મૃત્યુ થયા હતા, પોસ્ટમોર્ટમમાં એક સાથે 18 લોકોની લાશ જોઈને બાબુભાઇ હચમચી ગયા હતા.

Image Source

તેમના અનુભવોમાં એક ખુબ જ દયનિય અનુભવ બાળકોના પોસ્ટમોર્ટમનો રહ્યો છે, નાજુક ણ કુમળા બાળકો ઉપર છરી મારી અને તેમનું પોસ્ટમોર્ટમ કરવું ખુબ જ દર્દ દાયક હોય છે, તે બાળકોનું પોસ્ટમોર્ટમ કરવાનો તેમનો પણ જીવ નથી ચાલતો પરંતુ ડ્યુટીના એક ભાગરૂપે કરવું પડે છે.

પાણીમાં ડૂબેલી લાશનો અનુભવ પણ બાબુભાઈએ તેમાં નોંધ્યો હતો કે કેટલાય દિવસ સુધી પાણીમાં પડેલી લાશનું પોસ્ટમોર્ટમ કરવું ખુબ જ કઠિન હોય છે, આવા સમયે લાશને ઓળખવી પણ મુશ્કેલ હોય છે. માટે તેમના પ્રાઇવેટ પાર્ટનું જ પહેલા પોસ્ટમોર્ટમ કરીને લાશ કોઈ મહિલાની છે કે પુરુષની એ ઓળખ કરી શકાય છે.

Image Source

બાબુભાઈના અનુભવોમાં કેટલાક દર્દનાક સત્યો સામે આવ્યા હતા, પોસ્ટમોર્ટમ ક્યારેય રાત્રે પણ કરવામાં નથી કાવતું કારણ કે રાત્રે પોસ્ટમોર્ટમ કરવાથી જ્યાં ઘાવ લાગ્યા હોય તેના નિશાનનો રંગ બદલાઈ શકે છે આ સિવાય પણ જયારે પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે ત્યારે લાશના બધા જ કપડાં પણ કાઢી નાખવામાં આવે છે.

Author: thegujjurocks.in