ન્યુઝ

નીતિન પટેલનું મોટું નિવેદન: એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં અવર-જવર માટે પાસની જરૂરિયાત નહીં

હાલ આખા દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. લોકડાઉનનો ચોથો તબક્કો ચાલી રહ્યો છે. લોકડાઉનના ચોથા તબક્કાને લઈ રાજ્યની રૂપાણી સરકારે ગઈકાલે નવી ગાઇડલાઇન જાહેર કરી હતી. જેમાં રાજ્યમાં લોકડાઉન દરમિયાન ક્યા વિસ્તારમાં શું ચાલુ રહેશે અને શું નહીં તે અંગે માહિતી આપવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું એક મોટું નિવેદન સામે આવ્યું છે.

Image source

બીજી તરફ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કન્ટેનમેન્ટ ઝોન સિવાય, રાજ્યમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા પાસની જરૂર નથી. કોઈ પણ નાગરિકને ગુજરાતમાં ક્યાં પણ હેરફેર કરવી હોય તો પાસ લેવાના રહેશે નહીં. પરંતુ કન્ટેઇન્મેન્ટ ઝોન જ્યાં જાહેર થયા છે એ વિસ્તારના નાગરિકો બહાર પણ નહીં નીકળી શકે અને કોઈ પણ નાગરિક બહારથી આવી કન્ટેઇન્મેન્ટ ઝોનમાં પ્રવેશ કરી શકશે નહીં.’

Image source
Image source

જેને લઈને આજે વહેલી સવારથી અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરામાં લોકોની અવર-જવર જોવા મળી હતી. મોટાભાગે પાન પાર્લર તેમજ હેર શલૂનની દુકાનોમાં લોકોની વધારે ભીડ જામી હતી. ત્યારે દુકાનદારોએ પણ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ગ્રાહકનો માલ-સામાન આપવાનું શરૂ કર્યું છે. લોકો પણ 1-2 મીટરનું અંતર રાખીને વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે. અમદાવાદ શહેરમાં એસ.ટી. બસો આવી જઈ શકશે નહીં.

અમદાવાદમાં કન્ટેઈન્મેન્ટ ઝોન બહારના વિસ્તારમાં દુકાન, ઓફિસ, ધંધા ચાલુ કરી શકાશે. પરંતુ પૂર્વમાં છૂટછાટ આપવામાં આવશે નહીં.

Image source

આજે શહેરોના રોડ પર પણ ચહલ પહલ વધી છે. વાહનચાલકો માસ્ક પહેરી નીકળી રહ્યા છે. શહેરની મુખ્ય બજારોમાં ટ્રાફિક જોવા મળી રહ્યો છે. અમુક વિસ્તારોમાં પાનની દુકાનો સ્ટોકના અભાવે બંધ છે.
Author: thegujjurocks.in