બૉલીવુડ લાઈફ સ્ટાઈલ

ટીવીની નાગિન આ એક્ટ્રેસ એ કર્યો મોટો ખુલાશો: એક સાથે બે બે છોકરાઓ સાથે..

અભિનેતા સલમાન ખાન દ્વારા હોસ્ટ રિયાલિટી શો બિગ બૉસની દરેક સીઝનમાં કોઈને કોઈ કન્ટેસ્ટન્ટ પોતાના વ્યક્તિગત જીવનને લીધે ચર્ચામાં આવી જ જાય છે. આ સિવાય બિગ બૉસના કન્ટેસ્ટન્ટના લવ એન્ગલ પણ દર્શકોને ખુબ પસંદ આવે છે.

બિગ બૉસ-14 માં પણ આવું જ કંઈક પ્રેમ પ્રકરણ જોવા મળી રહ્યું છે. અભિનેત્રી પવિત્રા પુનિયા અને એજાજ ખાન વચ્ચે સારી એવી બોન્ડિંગ દેખાઈ રહી છે. જો કે દર્શકોને બંન્ને વચ્ચેની બોન્ડિંગ દોસ્તી કરતા કંઈક વધારે જ દેખાઈ રહી છે.

પવિત્રા પુનિયાએ પણ બિગ બૉસના ઘરમાં રહીને પોતાના વ્યક્તિગત જીવન વિશે ખુલાસો કર્યો હતો અને પોતાના એક્સ બોયફ્રેન્ડ્સ વિશે વાત કહી હતી. હાલના સમયમાં આ વિડીયો પણ વાયરલ થઇ રહ્યો છે જેમાં પવિત્રા પોતાના પૂર્વ પ્રેમીઓ વિશે જણાવી રહી છે.

વિડીયો ક્લીપમાં પવિત્રા સારા, નિશાંત અને રાહુલ સાથે વાત કરતા કહી રહી છે કે,”ઘણા સમય પહેલાની વાત છે, જ્યારે મારા એકસાથે બે-બે બોયફ્રેન્ડ હતા.

જણાવી દઈએ કે પવિત્રા બિગ બૉસ-13 ના કન્ટેસ્ટન્ટ પારસ છાબરાને પણ વર્ષ 2018 માં ડેટ કરી ચુકી છે અને તે જ સમયે પવિત્રા એક સાથે બે યુવકોને ડેટ કરી રહી હતી.

જેના પછી પવિત્રા પોતાના બંન્ને કાન પર હાથ રાખી દે છે અને કહે છે કે,”હું મારા બંન્ને બોયફ્રેન્ડ સાથે અલગ અલગ ફોનમાંથી એક સાથે વાત કરતી હતી અને બંન્નેને ખબર પણ પડતી ન હતી”.

જ્યારે રાહુલે પવિત્રાને પૂછ્યું કે ક્યારેય એવું નથી બન્યું કે બંન્નેનું નામ આડા-અવડું થઇ ગયું હોય!  તો જવાબમાં પવિત્રાએ કહ્યું કે,”એટલા માટે જ હું બંન્નેને બૅબી કહીને બોલાવતી હતી જેથી કોઈ ગેરસમજ ઉભી ન થાય”. પવિત્રાનું આવું કહેવા પર ત્યાં હાજર લોકો ખડખડાટ હસવા લાગે છે. જેના પછી સારા કહે છે કે એટલા માટે જ પુરુષોને બૅબી, શોના અને જાન જેવા નામ આપવામાં આવે છે.

બિગ બૉસ-14 માં જ્યા એક તરફ નીક્કી તંબોલી પૂર્વ પ્રેમીને યાદ કરી રહી છે જ્યારે પવિત્રા પોતાના બંન્ને પૂર્વ પ્રેમીઓ વિશે ખુલાસો કરી રહી છે.

આ સિવાય પવિત્રાએ પારસ છાબરાને ડેટ કરવી પોતાના જીવનની સૌથી મોટી ભૂલ જણાવી હતી અને એવું પણ કહી દીધું હતું કે જો પારસમાં થોડી પણ સેલ્ફ રિસ્પેક્ટ કે સેન્સ બાકી હશે તો તે તેની સામે બીગ બૉસ-14 માં નહીં આવે.

પવિત્રાનું આવું કહેવા પર પારસ પણ ચૂપ ન રહ્યો અને ખુલાસો કરતા કહ્યું કે પવિત્રા તે સમયે વિવાહિત હતી જયારે તે તેને ડેટ કરી રહી હતી. પારસને જેવી જ ખબર પડી કે પવિત્રા પહેલાથી જ વિવાહિત છે તો તે હેરાન જ રહી ગયો હતો.

પારસે આગળ કહ્યું કે તેના પછી પવિત્રાના પતિનો મેસેજ પણ આવ્યો હતો અને પારસને કહ્યું હતું કે,”પહેલા મારા અને પવિત્રાનાં છૂટાછેડા થવા દો, જેના પછી તમે એકસાથે રહો”. જો કે પારસના પવિત્રા વિશેના આવા ખુલાસા પર પવિત્રાએ કોઈ જ રિએક્શન કે પોતાનું મંતવ્ય આપ્યું ન હતું.

અભિનેત્રી પવિત્રા પુનિયા ઘણા ટીવી શોમાં કામ કરી ચુકી છે અને પોતાના બેબાક મંતવ્ય માટે ખુબ ફેમસ છે. તેનો આવો જ બેબાકી અંદાજ બીગ બોસ-14 માં જોવા મળી રહ્યો છે.