બૉલીવુડ

બોલીવુડમાં પોતાના બોલ્ડ લુકથી આકર્ષિત કરનારી હિરોઈન સાથે તેના હનીમૂનમાં એવું થયું કે હેલીકૉપટર બોલાવવું પડ્યું

આ હિરોઈન સાથે એવો કાંડ થયો કે હેલીકૉપટર બોલાવવું પડ્યું, જાણો વિગત

બોલીવુડમાં બોલ્ડ લુક વાળી હીરોઇનોની બોલબાલા છે. હેટ સ્ટોરી ફિલ્મ સૌને યાદ જ હશે. આ ફિલ્મની હિરોઈન પાઓલી દામ જેનો આજે જન્મ દિવસ પણ છે તેને હેટ સ્ટોરીથી બોલીવુડમાં એન્ટ્રી કરી અને પોતાની અદાઓથી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.

પાઓલી દામ મૂળ બંગાળની હિરોઈન છે. તેનો જન્મ કોલકત્તામાં થયો હતો. પાઓલી બાળપણથી જ રિસર્ચર અથવા પાયલોટ બનવા માંગતી હતી પરંતુ તેની કિસ્મત તેને ટીવી સ્ક્રીન ઉપર લઈ આવી.

પાઓલીએ પોતાના કેરિયરની શરૂઆત બંગાળી સિરિયલથી કરી હતી. ધીમે ધીમે તેને બંગાળી ફિલ્મોમાં પણ કામ મળવાનું શરૂ થયું. બોલીવુડમાં તેની પહેલી ફિલ્મ હેટ સ્ટોરી હતી.

પાઓલીએ 4 ડિસેમ્બર 2017ના રોજ ગુવાહાટીના એક રેસ્ટોરન્ટના માલિક સાથે લગ્ન કર્યા હતા. જેઓ છેલ્લા બે વર્ષથી એકબીજા સાથે ડેટ કરી રહ્યા હતા. આ લગ્નમાં ઘરના કેટલાક લોકો, થોડા સંબંધીઓ અને નજીકના મિત્રો જ હાજર રહ્યા હતાં.

લગ્નબાદ પાઓમી અને તેના પતિએ હનીમૂન માટે સૌથી બેસ્ટ ગણાતી જગ્યા સ્વિઝર્લેન્ડ જવાનું નક્કી કર્યું. સ્વિઝર્લેન્ડએ ધરતી પરનું સ્વર્ગ છે. આ જગ્યા ઉપર કપલ ખાસ કરીને પોતાનું હનીમૂન માણવા માટે જતાં હોય છે.

પરંતુ પાઓમી અને તેના પતિને ખબર નહોતી કે તેમનું હનીમૂન કંઈક આટલું ડરામણું બની જશે. ત્યાં એ લોકો એક રિસોર્ટમાં રોકાયા। પરંતુ સ્નો ફોલનાં કારણે ત્યાં વાતાવરણ એટલું ખરાબ થી ગયું કે દુનિયા સાથેનો સંપર્ક જ તૂટી ગયો. રેલવે સ્ટેશન જવા સુધીનો પણ કોઈ રસ્તો બચ્યો નહોતો. રિસોર્ટની અંદર જ બંનેની હાલત ખરાબ થઇ ગઈ હતી. પાઓમીની તો તબિયત પણ વધુ બગડવા લાગી હતી.

એ રિસોર્ટમાં બીજા પણ કેટલાક લોકો ફસાયા હતા અને ઘણી મહેનત બાદ ત્યાં ફસાયેલા લોકો સાથે પાઓમી અને તેના પતિને હેલીકૉપટરની મદદથી બહાર લાવવામાં આવ્યા હતા. આ ઘટનાથી પાઓમી ખુબ જ ડરી ગઈ હતી. પાઓમીના જીવનમાં આ હનિમૂનનો પ્રસંગ કોઈ ફિલ્મના દૃશ્યથી ઓછો નહોતો.

Author: theGujjuRocks.in